HomeGujaratસ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનું વિચારી રહ્યાં છો ? તો જતાં પહેલાં આ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનું વિચારી રહ્યાં છો ? તો જતાં પહેલાં આ જ નિયમો જાણી લેજો 

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Thinking of visiting the Statue of Unity

  • જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે.

દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસ (Corona virus) વકરે નહીં તે માટે ગાઈડલાઈન અપાઇ રહી છે. બીજી બાજુ ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે. જેના કારણે ગુજરાતીઓ રજાઓમાં ફરવાનાં મૂડમાં છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પણ કોવિડ માટેની ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. આજથી એટલે 27મી ડિસેમ્બરથી કોરોના સંકટને પગલે નિયમ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. માસ્ક વગર કોઇપણ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.

આપને જણાવીએ કે નાતાલની બે દિવસની રજાઓમાં એક લાખ કરતા પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મજા માણી હતી. જે બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ખાતે આવતા પ્રવાસીઓએ માસ્ક ફરજિયાતની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ દ્વારા પ્રવાસીઓને જણાવવામાં આવ્યું. સોશિયલ મીડિયા થકી પ્રવાસીઓને માહિતી આપવામાં આવી રહી છે.

એટલે જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવનાર હોય બુકિંગ ફૂલ હોય સંક્રમણ ના વધે એ માટે SOU તંત્ર દ્વારા આ ફરજીયાત માસ્કની જાહેરાત કરવામાં આવી છે.

 એટલે જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવનાર હોય બુકિંગ ફૂલ હોય સંક્રમણ ના વધે એ માટે SOU તંત્ર દ્વારા આ ફરજીયાત માસ્કની જાહેરાત કરવામાં આવી છે.

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ સરકાર હવે એલર્ટ મોડ પર છે. ચીનની સ્થિતિ જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર દેશમાં વધવા લાગ્યો છે. જો કે નવા વર્ષને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. જો તમે પણ નવા વર્ષમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો.

તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ગોવા, દિલ્હી, હિમાચલમાં પણ કોરોનાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દેશની રાજધાનીમાં કોરોનાને લઈને દિલ્હી સરકાર ઘણી સક્રિય દેખાઈ રહી છે. સોમવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કોવિડની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

આમાં, તેમણે કોવિડને લગતી તૈયારીઓની પણ નોંધી લીધી હતી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોવિડની સ્થિતિ પર ઈમરજન્સી બેઠક યોજી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img