ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં થઈ શકે છે ફેરફાર, જાણી લો કઈ રીતે કરશો

Share this story

Reservation dates can be changed

  • રેલવેનો નિયમ છે કે તમે એ જ ટિકિટની તારીખને આગળ કે પાછળ કરી શકો છો. જે માટે તમારે તમારી ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પર 48 કલાક પહેલાં ટ્રેન સ્ટેશનથી રવાના થાય એ પહેલાં આપી દેવાની જરૂર છે.

ઘણી વાર એવું બને છે કે તમે ક્યાંય પણ બહાર જવા માટે ટ્રેનની ટિકિટ બુક (Book train tickets) કરો છો પરંતુ કેટલાક અણધાર્યા સંજોગોને કારણે તમે નિર્ધારિત તારીખે મુસાફરી કરી શકતા નથી.

આવી સ્થિતિમાં તમારે ટ્રેનની ટિકિટ કેન્સલ (Cancel the train ticket) કરવી પડે છે. જેને પગલે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે કારણ કે રેલવે તમારી પાસેથી કેન્સલેશન ચાર્જ તરીકે કેટલીક ફી વસૂલ કરે છે. જો તમને લાગે છે કે તમે આ યાત્રા નિશ્ચિત તારીખથી થોડો સમય પહેલાં અથવા થોડા સમય પછી કરી શકો છો તો તમારે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી.

રેલવેનો નિયમ છે કે તમે એ જ ટિકિટની તારીખને આગળ કે પાછળ કરી શકો છો. જે માટે તમારે તમારી ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પર 48 કલાક પહેલાં ટ્રેન સ્ટેશનથી રવાના થાય એ પહેલાં આપી દેવાની જરૂર છે.  આ જ સમયે તમારે નવી તારીખ માટે પણ અરજી કરવી પડશે. તમે આ સમય દરમિયાન ક્લાસને અપગ્રેડ કરી શકો છો. અરજી આપ્યા બાદ તારીખ અને ક્લાસ બદલાય છે. તારીખ બદલવા માટે કોઈ ચાર્જ નથી. જો ક્લાસ બદલવામાં આવે છે, તો તમારે બે ભાડા વચ્ચેનો તફાવત ચૂકવવો પડશે.

બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર :

તમે જ્યાંથી ટ્રેન પકડવા માંગો છો તે સ્ટેશન પણ બદલી શકો છો. આ માટે તમારે ટ્રેનનો પહેલો ચાર્ટ તૈયાર થતા પહેલાં મુખ્ય રિઝર્વેશન સુપરવાઈઝર અથવા ફરજ પરના રિઝર્વેશન સુપરવાઈઝરને અરજી કરવી પડશે. તમે કામકાજના કલાકો દરમિયાન પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર પણ આ કરી શકો છો. આ સિવાય આ IRCTCની વેબસાઇટ અને 139 દ્વારા પણ પૂર્ણ કરી શકાય છે. આ સુવિધા રિઝર્વેશન સેન્ટર અને ઓનલાઈન બંને દ્વારા બુક કરાયેલી ટ્રેનો માટે ઉપલબ્ધ છે.

બોર્ડિંગ સ્ટેશન પણ બદલો :

જો તમે તમારી મુસાફરીને આગળ વધારવા માંગતા હોવ તો તે ટ્રેનની અંદરથી જ કરી શકાય છે. આ માટે તમારે ટિકિટ ચેકિંગ સ્ટાફનો સંપર્ક કરવો પડશે. તમે આ કામ ટ્રેનના સ્ટેશન પર અથવા તે પહેલાં પણ કરી શકો છો જ્યાં તમારે પહેલા ઉતરવાનું હતું. વધેલી મુસાફરી માટે જે પણ ભાડું હશે તે TTE દ્વારા વસૂલવામાં આવશે. એ જ રીતે તમે TTE નો સંપર્ક કરીને તમારી મુસાફરી દરમિયાન ક્લાસ પણ બદલી શકો છો.

આ પણ વાંચો :-