અમદાવાદીઓ 31 ડિસેમ્બરે પાર્ટી કરતા પહેલા પોલીસનો પ્લાન જાણી લેજો, નહીંતર જેલનાં સળિયા ગણતાં થઈ જશો 

Share this story

Ahmedabadites should know the police plan before partying on December 31

  • ૩૧ ડિસેમ્બરની રાત્રે ડ્રગ્સ અને દારૂની બદી રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી ૧૪ હજાર પોલીસ જવાનો સહિત ૧૮ હજાર જવાનોને બંદોબસ્તમાં તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.

શહેરની ફરતે આવેલા ફાર્મ હાઉસો પર પોલીસ વોચ રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિ (illegal activity) સામે કાર્યવાહી કરવાના આદેશ જારી કરી દેવાયા છે. દારૂડીયાઓને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરની (Breath Analyzer) જેમ આ વખતે ડ્રગ્સના નશા કરતા તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ડ્રગ્સ ટેસ્ટીંગ કિટનો (Drug Testing Kit) ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બરની રાત્રે ૧૧.૫૫ થી ૧૨.૩૦ સુધી ઉજવણી અને ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ સમય બાદ ગેરકાયદે કૃત્ય કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

રાત્રે ૩૫ મિનિટ સુધી ફટાકડા ફોડી ઉજવણીની છૂટ :

૩૧ ડિસેમ્બરની રાત્રે ન્યુ યરની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા બંદોબસ્ત અને તૈયારીઓની જાહેરાત કરતા કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, ૧૪ હજાર પોલીસ જવાનો, ૪ હજાર હોમગાર્ડ જવાનો અને એસઆરપીની ૧૫ કંપની થઈ ૧૮ હજારથી વધુ પોલીસ જવાનો બદોબસ્તમાં ખડેપગે રહેશે. સીસીટીવી સર્વેલન્સ વેન, બોડી ઓન કેમેરાથી સજજ પોલીસ કમીઓ, ૩૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર કિટ, ડ્રગ્સ ટેસ્ટીંગ કિટોથી સજજ રહેલા પોલીસ કર્મચારીઓ નશાખોરો પર નજર રાખશે.

યુવતીઓની છેડતી, મોબાઈલની તફડંચી અને ચિલઝડપ સહિતના બનાવો રોકવા માટે પોલીસની સી ટીમ સહિતના જવાનો ખાનગી ડ્રેસમાં જૂદા જૂદા વિસ્તારોમાં વોચ રાખશે. ખાસ કરી એસજી હાઈવે, એસપી રિંગ રોડ આસપાસના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ શહેરના એસ.જી.હાઈવે, સી.જી.રોડ અને સિંધુભવન રોડ પર પોલીસનો ચાંપતો બદોબસ્ત રાખવાનું આયોજન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

ડ્રગ્સનો નશો કરનાર વ્યક્તિ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરી દારૂની મહેફીલો થતી હોય તેવા પોકેટ પર ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનો ગોઠવાયેલા રહેશે.

ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રૂટ ડાઈવર્ઝનની સ્કીમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે રૂટ પર ન્યૂ યરના ઉજવણી માટે માનવ મહેરામણ ઉમટી પડે તેવા રૂટને વાહન ચાલકો માટે બંધ કરીને અન્ય રૂટ પરથી પસાર કરવા માટે મેપ તૈયાર થઈ રહ્યો છે. ખાસ કરીને સીજી રોડ પર અગાઉ ન્યૂ યરની ઉજવણીને લઈને ભારે ભીડ જોવા મળતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંધુ ભવન રોડ પર લોકોની ભીડ વધી રહી છે.

આ પણ વાંચો :-