Home Blog Page 1210

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનું વિચારી રહ્યાં છો ? તો જતાં પહેલાં આ જ નિયમો જાણી લેજો 

0

Thinking of visiting the Statue of Unity

  • જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે.

દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસ (Corona virus) વકરે નહીં તે માટે ગાઈડલાઈન અપાઇ રહી છે. બીજી બાજુ ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે. જેના કારણે ગુજરાતીઓ રજાઓમાં ફરવાનાં મૂડમાં છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પણ કોવિડ માટેની ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. આજથી એટલે 27મી ડિસેમ્બરથી કોરોના સંકટને પગલે નિયમ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. માસ્ક વગર કોઇપણ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.

આપને જણાવીએ કે નાતાલની બે દિવસની રજાઓમાં એક લાખ કરતા પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મજા માણી હતી. જે બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ખાતે આવતા પ્રવાસીઓએ માસ્ક ફરજિયાતની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ દ્વારા પ્રવાસીઓને જણાવવામાં આવ્યું. સોશિયલ મીડિયા થકી પ્રવાસીઓને માહિતી આપવામાં આવી રહી છે.

એટલે જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવનાર હોય બુકિંગ ફૂલ હોય સંક્રમણ ના વધે એ માટે SOU તંત્ર દ્વારા આ ફરજીયાત માસ્કની જાહેરાત કરવામાં આવી છે.

 એટલે જો તમે 31 ડિસેમ્બર 22 સુધી અહીં જવાનું વિચારી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવનાર હોય બુકિંગ ફૂલ હોય સંક્રમણ ના વધે એ માટે SOU તંત્ર દ્વારા આ ફરજીયાત માસ્કની જાહેરાત કરવામાં આવી છે.

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ સરકાર હવે એલર્ટ મોડ પર છે. ચીનની સ્થિતિ જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર દેશમાં વધવા લાગ્યો છે. જો કે નવા વર્ષને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. જો તમે પણ નવા વર્ષમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો.

તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ગોવા, દિલ્હી, હિમાચલમાં પણ કોરોનાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દેશની રાજધાનીમાં કોરોનાને લઈને દિલ્હી સરકાર ઘણી સક્રિય દેખાઈ રહી છે. સોમવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કોવિડની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

આમાં, તેમણે કોવિડને લગતી તૈયારીઓની પણ નોંધી લીધી હતી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોવિડની સ્થિતિ પર ઈમરજન્સી બેઠક યોજી હતી.

આ પણ વાંચો :-

સોસાયટી માટે ડૂબી મરવા જેવું ! આણંદમાં ઓવરબ્રિજ નીચેથી નવજાતની લાશ મળતા ચકચાર

Like drowning for the city

  • આણંદના ભાલેજ ઓવરબ્રિજ નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

રાજ્યમાં નવજાત બાળકો (Newborn babies) ત્યજી દેવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મા ની મમતા લાજે તેવા  અવાર નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. આણંદમાં (Aanand) માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આણંદના ભાલેજ ઓવરબ્રિજ (Bhalej Overbridge) નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત મળી આવ્યું છે.

ભાલેજ ઓવરબ્રિજ નજીકથી મૃત નવજાત મળ્યું :

આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ નજીકથી ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત બાળક મળ્યું છે. આણંદ રેલવે પોલીસે નવજાત બાળકનો મૃતદેહનો કબજે મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

દૂધ બાદ હવે અમૂલના લૂઝ ઘીના ભાવમાં ભડકો ! જાણો સાબરડેરીએ કેટલો વધારો ઝીંક્યો ?

0

After milk, the price of Amul’s loose ghee

  • મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે, તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે.

રાજ્યની સામાન્ય જનતા મોંઘવારીના બોજ તળે પીસાતી જઈ રહી છે. કારણ કે એક બાદ એક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) બાદ સ્થાનિક લેવલે હવે દૂધ-ઘીના ભાવ પણ મારી નાંખે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતની જનતાને મોંઘવારીનો (inflation) વધુ એક માર પડ્યો છે. કારણ કે દૂધ-તેલ બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો થયો છે.

મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે. તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં (Amul Loose Ghee) પ્રતિ એક કિલોએ 23 અને 15 કિલો ધીમાં 345 રૂપિયાનો વધારો કર્યો છે. સાબર ડેરીએ 11 દિવસમાં બીજી વખત ભાવ વધારો કર્યો છે.

સાબરકાંઠાની કે જ્યા ઉલટી ગંગા વહી હોય તેવો ઘાટ ઘડાયો છે. ઘીના ભાવમાં સાબર ડેરીએ વધારો કરતા લોકોને હવે શીરાનું જમણ જનતાને મોંઘુ પડશે. આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગું કરાયો છે. ભાવ વધારા બાદ લોકોને એક કિલો લુઝ ઘીમાં રૂ 23 નો ભાવ વધારો કરાયો છે.

જ્યારે 15 કિલો ઘીમાં રૂ 345 નો ભાવ વધારો થયો છે. 15 કિલો ઘીનો ડબ્બાનો ભાવ રૂ.9450 અને એક કિલોના રૂ 630 થયા છે. એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થયો છે. જ્યારે 11 દિવસ બાદ ફરી લુઝ ઘીના ભાવમાં વધારો ઝીંકાયો છે.

મહત્વનું છે કે વર્ષ 2022 માં આઠ વખત લુઝ ઘી ભાવ વધારો થયો હતો. 15 કિલોમાં રૂ 2400 નો અને એક કિલોમાં રૂ 160 નો ભાવ વધારો થયો છે.  આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાં પણ અસર પડી છે. ઘી અને દૂધના ભાવમાં થયેલો વધારો અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિકોએ ભોગવવો પડશે. શિયાળામાં ઘીની માગ વધારે હોય છે એવા સમયે આ વધારો ઘરના બજેટને પણ ખોરવી નાંખશે.

આ પણ વાંચો :-

રાતે છોકરી પર ચાર છોકરીઓના પડવા લાગ્યા ધડાધડ ધોકા, લુખ્ખાગીરીનો વીડિયો વાયરલ

0

At night, four girls started falling on the girl

  • ઉત્તરાખંડના રુડકીમાં ચાર છોકરીઓએ ધોકા અને ડંડા લઈને એક છોકરી પર તૂટી પડી હતી જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેમને ઝડપી પાડી.

ઉત્તરાખંડના (Uttarakhand) રુડકીમાં છોકરીઓની મારપીટનો એક વીડિયો વાયરલ થયા બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. જેમાં 4 યુવતીઓ રોડ પર એક યુવતીને લાકડીઓ વડે માર મારતી જોવા મળી હતી. જેની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કાર્યવાહી કરવાની સાથે સાથે આ ચારેયને ભવિષ્યમાં આવું ન કરવા પણ સૂચના આપી છે.

રુડકી સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારમાં કેટલીક યુવતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે એટલી વધી ગઇ હતી કે યુવતીઓએ હોટલ સેન્ટર પોઇન્ટની સામે જ એક યુવતી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે યુવતીઓની અટકાયત કરી :

4 છોકરીઓ જ્યારે એક છોકરીને મારી રહી હતી ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેના મોબાઈલમાં આ ઘટના કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને સિવિલ લાઈન કોતવાલી પોલીસે 4 યુવતીઓની અટકાયત કરી હતી.

શું હતું ઝગડાનું મૂળ :

રામપુરમાં પીડિત છોકરીના જૂથ અને માર મારનાર 4 છોકરીઓ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો અને છોકરીઓએ તેને દાઝમાં રાખી હતી અને આજે લાગ મળ્યો તેમાં છોકરીનો ઘડયો લાડવો કરી નાખ્યો.

આ પણ વાંચો :-

ગુજરાતના ધારાસભ્યોને કોઈ નાનમ નથી છતાં કરોડપતિઓએ પણ મેડિકલના લાખોનાં બિલ પાસ કરાવ્યા

0

Even though the MLAs of Gujarat have no reward

  • રાજનીતિમાં આવતા લોકો કહેતા હોય છે કે અમે પ્રજાની સેવા માટે આવીએ છીએ. ધારાસભ્યોને પગાર અને ભથ્થા પણ મળતા હોય છે. તો ઘણા ધારાસભ્યો તો કરોડપતિ હોય છે. તેમ છતાં સરકારી સુવિધાનો લાભ લેવાનું છોડતા નથી.

પગાર તો છોડો ધારાસભ્યો કંઈ પણ છોડે એમ નથી. રાજ્યમાં 156 ધારાસભ્યો કરોડપતિ હોવા છતાં માત્ર 2 ધારાસભ્યોએ પગાર ભથ્થાં લેવાની ના પાડી છે. એક બાજુ ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડના (Card in CM Amritham) માધ્યમ ગરીબ લોકોને મફતમાં તબીબી સારવાર આપવામાં આવે છે. બીજી તરફ, ભાજપ-કોંગ્રેસના કરોડપતિ ધારાસભ્યો તમામ સુવિધાઓથી સજજ સરકારી હોસ્પિટલમાં (Government Hospital) સારવાર લેવામાં નાનમ અનુભવે છે.

પ્રજાના ટેક્સના પૈસે અન્ય રાજ્યમાં જઈને કોર્પોરેટ હોસ્પિટલોમાં કરોડોના ખર્ચે અદ્યતન સારવાર મેળવે છે. એટલુ જ નહીં આ તબીબી સારવારની સુવિધા લઈને લાખો-કરોડોના બિલ મંજૂર કરાવે છે. ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના પરિવારના સભ્યોની સારવાર પાછળ ગુજરાત સરકારે રૂ.૫.૭૨ કરોડ ખર્ચ્યા છે.

પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.ડો.અનિલ જોશીયારાનું કુલ મેડિકલ બિલ રૂ.૧.૨૫ કરોડ રજૂ કરાયુ હતું. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રૂ.૩,૧૪,૮૮૦, રૂ.૬.૦૭ ૪૫૧ અને રૂ.૨,૨૭,૫૮૪ એમ કુલ મળીને રૂ.૧૧,૪૯,૯૧૫ના મેડિકલ બિલ રજૂ કર્યા હતાં. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય ખુદ ડોક્ટર છે. આ ઉપરાંત તેમની પોતાની હોસ્પિટલ હોવા છતાંય તેમણે રૂ.૧ લાખથી વધુના મેડિકલ બિલ મંજૂર કરવા મુક્યા હતાં.

ખાદીના પહેરવેશમાં સજ્જ થઇને લોકસેવા કરતા ચૂંટાયેલાં ધારાસભ્યો આમ જનતાને સરકારી હોસ્પિટલોમાં સારવાર મેળવવા ભલામણ કરતા હોય છે પણ જયારે પોતે અથવા તેમના પરિવારજનો બિમાર પડે કે ગંભીર બિમારીનો ભોગ બને તો તે ખાનગી હોસ્પિટલમાં જ સારવાર મેળવવાનો આગ્રહ રાખે છે.

ગુજરાતમાં રૂ.૧,૩૭,૫૯૨ મહિને પગાર મેળવતા ધારાસભ્યો મફતની સારવાર લેવાનું જરાયે ચૂકતા નથી. આરટીઆઇની માહિતીમાં ખુલાસો થયો છે કે લાખો-કરોડોપતિ ધારાસભ્યોના મેડિકલ બિલો તરત જ મંજૂર કરી દેવાય છે. ૧૪મી વિધાનસભાના ધારાસભ્યોએ રૂ.૫,૭૨,૫૪,૧૭૫ના મેડિકલ બિલ મંજૂર કરાવ્યા છે.

વિધાનસભામાં વિવિધ મુદ્દે આમને સામને આવતા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આર્થિક- તબીબી લાભ લેવામાં એક સૂર હોય છે. યાદ રહે કે ભાજપના એક મંત્રીએ મુંબઈમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઉપરાંત ભાજપના એક મંત્રીની બાયપાસ સર્જરી પણ મુંબઈ કરાઈ હતી. અન્ય એક મંત્રીના જડબાની સર્જરી પણ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો કરોડપતિ ધારાસભ્યોને મેડિકલ બિલ ન લેવા ખાસ આગ્રહ કર્યો હતો તેમ છતાંય કરોડોની સંપતિના માલિક એવા ભાજપ-કોંગ્રેસના એકેય ધારાસભ્યએ મેડિકલ બિલ લેવાનું મન બનાવ્યું ન હતું. જો કે આર્થિક રીતે નબળા ધારાસભ્યોની સારવાર પાછળ ખર્ચ કરવો જરૂરી છે.

કયા ધારાસભ્યોએ મેડિકલનું બિલ રજૂ કર્યુ :

ધારાસભ્ય                  મેડિકલ બિલ
હર્ષ સંઘવી ( ભાજપ )    રૂ.૧૧,૪૯,૯૧૫
વિરજી ઠુમર ( કોંગ્રેસ )    રૂ.૮૯,૪૯૯
રાજેન્દ્ર ચાવડા ( ભાજપ)    રૂ.૮,૩૮,૩૫૪
રમણલાલ વોરા ( ભાજપ)   રૂ,૪૮,૧૪૪
નિરંજન પટેલ  ( કોંગ્રેસ)    રૂ.૪,૮૩,૪૧૩
ભીખાભાઇ જોશી ( કોંગ્રેસ)  રૂ.૨,૭૭,૦૦૦
મોહનસિંહ રાઠવા (કોંગ્રેસ)  રૂ.૩,૮૨,૦૨૫
સુનિલ ગામીત ( કોંગ્રેસ)    રૂ.૪,૧૪,૭૧૨
વિમલ ચુડાસમા (કોંગ્રેસ)    રૂ.૧,૭૧,૯૪૭
રાઘવજી પટેલ (ભાજપ)    રૂ.૩,૦૦,૩૧૫
જીજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ)    રૂ.૮૯,૭૧૧
કનુ ભાલાળા (ભાજપ)    રૂ.૧,૫૧,૮૦૦
કાંતિ સોઢા ( કોંગ્રેસ)    રૂ.૨,૬૪,૨૯૮

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં ઠંડીનો પારો આસમાને : અમદાવાદમાં ગગડયો તાપમાનનો પારો, નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી

0

Cold weather in Gujarat: Ahmedabad temperature drops

  • વર્ષ 2022 સમાપ્તિની આરે છે નવું વર્ષ શરૂ થવામાં માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં એકદમથી જ ઠંડીમાં વધારો થયો છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે. રાજ્યમાં ઠંડીમાં એકદમથી જ વધારો થયો છે.  દિવસે પણ લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે.

રાતે તો હાડ થિજવતી ઠંડી પડી જ રહી છે. જ્યારે સવારે ઘરની બહાર નીકળતાં જ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં પારો ગગડયો છે.

ધીમે-ધીમે ગગડી રહ્યો છે પારો :

ગુજરાતમાં 8 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ શહેરમાં તાપમાન ગગડયું છે. અમદાવાદમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર :

જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં  11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, અમદાવાદમાં 13.2 ડિગ્રી, વડોદરામાં 14.4  ડિગ્રી, સુરતમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો :-

આગામી 24 કલાકમાં તમારા મોબાઈલનું સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો શું છે સમગ્ર મામલો

In next 24 hours your mobile sim card will be disabled

  • BSNL ના સીમધારકો માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ બીએસએનએલનું સીમ છે તો શું આગામી 24 કલાકમાં તમારું સીમ બંધ થઈ જશે..? કંપની તરફથી આ વિશે નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપવામાં આવી છે.

BSNLનું મોબાઈલ સીમ ધરાવનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ BSNLનું સીમકાર્ડ (BSNLનું કાર્ડ) છે તો તમારા માટે આ મોટા સમાચાર છે. શું તમારું મોબાઈલ સીમ (Mobile SIM) આગામી 24 કલાકમાં બંધ થઈ જશે…? કંપની તરફથી આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપવામાં આવી છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો…

સીમ 24 કલાકમાં બંધ થઈ જશે :

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી ટેલિકોમ કંપની BSNLના મોબાઈલ સીમ આગામી 24 કલાકમાં બંધ થઈ જશે. આ પોસ્ટ જોયા પછી તેની હકીકત કંઇક અલગ જ જોવા મળી.

પીઆઈબીએ હકીકત તપાસી હતી :

પીઆઈબીએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને ફેક્ટ ચેકની સત્યતા વિશે માહિતી આપી છે. PIBએ લખ્યું છે કે TRAI દ્વારા ગ્રાહકનું KYC સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને આગામી 24 કલાકમાં ગ્રાહકોના સિમ બ્લોક કરી દેવામાં આવશે. જોકે, આ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે. પીઆઈબીએ આ દાવાને નકારી કાઢ્યો છે. કોઈના પણ મોબાઈલના સીમ બંધ થવાના નથી. આ એક ફેક સમાચાર છે.

વાયરલ સમાચારની હકીકત તપાસો :

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ન કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.

આ પણ વાંચો :-

નવી કારની ખરીદી જાન્યુઆરી કે ડિસેમ્બરમાં ? જાણો આ હકીકત નહી તો પસ્તાશો

Buying a new car in January or December

  • ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે ડિસેમ્બરમાં કાર ખરીદવી જોઈએ કે જાન્યુઆરીમાં. અહીં આપણે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરશું.

કાર ખરીદવી એ એક મોટો નિર્ણય છે. લાખો રૂપિયાના આ સોદામાં તમારું દરેક પગલું નફો કે નુકસાન કરી શકે છે. તમને કઈ કાર અને કયું વેરિઅન્ટ (Variant) મળી રહ્યું છે. તેનાથી કિંમતમાં ફરક પડે છે. તેમજ તમે કયા મહિનામાં કાર ખરીદી રહ્યા છો. આ નિર્ણયની સીધી અસર ખિસ્સા પર પણ પડે છે. ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે ડિસેમ્બરમાં કાર ખરીદવી જોઈએ કે જાન્યુઆરીમાં. અહીં આપણે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ છીએ.

ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ક્યારે નવી કાર ખરીદશો?

ઘણા લોકો માને છે કે તેઓ જાન્યુઆરીમાં કાર ખરીદવાનું પસંદ કરે છે કારણ કે માત્ર એક મહિનાની રાહ જોવાથી તમને એક વર્ષ પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ મળશે. જો કે જો સસ્તામાં કાર ખરીદવાની વાત આવે છે તો ડિસેમ્બર તમારા માટે શ્રેષ્ઠ મહિનો બની શકે છે. આના કેટલાક કારણો છે.

27 ડિસેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મહાદેવની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

27 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય.  પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતી થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળ મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેવું અનુભવાય.

‌મિથુન
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભો મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃ‌શ્ચિક
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ-સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

ધન
આવક વધતા માનસિક‌ ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર
ગુરુ-ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની થતા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન
મિત્રોથી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉઘરાણી છૂટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રી વર્ગ તરફથી વિશેષ લાભ. સંતાનની પ્રગતી અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

વાયરસની બીકે ચીની કપલે શોધી કાઢ્યો ઉપાય, કોરોના પ્રૂફ છત્રીમાં પુરાઈને ઉપડ્યો ખરીદી કરવા

A Chinese couple found a solution

  • ચીનમાં લોકોના કોરાનાથી ફફડી ઉઠ્યાં છે અને પોતાની જાતને વાયરસથી બચાવવા માટે હવે લોકો જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. એક કપલે પણ અલગ ઉપાય શોધી કાઢ્યો.

કોરોનાના (Corona) કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. લોકો કોરાનાને દૂર રાખવા માટે જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. બહાર કોરોનાથી બચવા માટે એક ચીની કપલે અલગ ઉપાય શોધી કાઢ્યો છે.

કોરોના પ્રૂફ છત્રીમાં દેખાયું કપલ :

ચીનનું એક કપલ કોરોના પ્રૂફ છત્રમાં જોવા મળ્યું હતું. બજારમાં જ્યારે કપલ ખરીદી કરવા નીકળ્યું ત્યારે તેઓ કોરોના પ્રૂફ છત્રીમાં પુરાયા હતા અને તેની અંદર રહીને જ માલસામાનની ખરીદી કરી હતી.

ચાઈનીઝ કપલનો વીડિયો વાયરલ :

કોરોના પ્રૂફ છત્રીમાં ખરીદી કરી રહેલા ચાઈનીઝ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છત્રી પોલિથીનની મદદથી કપલને ચારે બાજુથી જમીન સુધી નીચે સુધી કવર કરી રહી છે.

દરમિયાન શોપિંગ સમયે કપલ પોલિથીન નીચેથી ઊંચકીને માલ લઈ રહ્યું છે. સાથે જ કપલની આસપાસના લોકો તેમને આ રીતે જોઈને ચોંકી ગયા હતા. ઈન્ટરનેટ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-