ચાલુ મેચમાં કેમેરા સાથે અથડાયો બોલર પછી જે થયું તે જોઈ દર્શકોના વધી ગયા ધબકારા

Share this story

After the bowler collided with the camera

  • ખેલાડીઓ પર ફરતો ઉડતો કેમેરો મેચ દરમિયાન એટલો નીચે ઉતરી ગયો કે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરને જોરદાર અથડાયું.

બોક્સિંગ-ડે ટેસ્ટ મેચના (Boxing-Day Test Match) બીજા દિવસે મંગળવારે જોરદાર મુશ્કેલી ઉભી થવા પામી હતી. એક રીતે ડેવિડ વોર્નર ઈનિંગ રમી રહ્યો હતો તો બીજી તરફ સાઉથ આફ્રિકાના (South Africa) બેટ્સમેનો યજમાન ટીમની સાથે-સાથે મશીનને પણ માત આપી રહ્યા હતા. વાસ્તવમાં બ્રોડકાસ્ટર્સ ક્ષેત્રની દરેક નાની વસ્તુને આવરી લેવા માટે મેદાન પર સ્પાઈડર કેમેરાનો ઉપયોગ કરે છે. આ કેમેરા કેબલની મદદથી એક ખૂણેથી બીજા ખૂણે ચાલે છે અને ત્યારે જ અકસ્માત થયો હતો.

ઈજા પહોંચી ન હતી :

ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ દરમિયાન નોર્ટેજે બેકવર્ડ સ્કવેર પર ઊભો હતો. જ્યારે સત્તાવાર પ્રસારણકર્તા ફોક્સ ક્રિક્રેટનાં સ્પીડી સ્પાઈડર કેમેરાએ તેને અથડાતા દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર જમીન પર પડી ગયો. સદનસીબે પ્રોટીઝ પેસર ઝડપથી તેના પગ પર હતો. જોરદાર અથડાયો હતો. પરંતુ ક્રિકેટરો નસીબદાર હતા કે તેમને કોઈ ઈજા પહોંચી ન હતી.

ટેસ્ટ મેચની વાત કરીએ તો બીજા દિવસની રમતના અંતે યજમાન ઓસ્ટ્રેલિયાનો સ્કોર 386/3 હતો. જેના કારણે દક્ષિણ આફ્રિકા પર તેની લીડ વધીને 197 રન થઈ ગઈ છે. ઓપનર ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં શાનદાર બેવડી સદી ફટકારીને 200 રન બનાવ્યા હતા. અત્યંત થાકી ગયા બાદ તેણે હર્ટને કારણે રિટાયર થવું પડ્યું અને મેદાન છોડવું પડયું.

સ્ટમ્પ સમયે ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરી અનુક્રમે 48 અને 9 રને અણનમ હતા. બોલિંગમાં, એનરિચ નોર્ટજે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચેની જબરદસ્ત બેવડી સદીની ભાગીદારીને તોડી હતી. પૂર્વ સુકાની સ્ટીવ સ્મિથ 85 રન બનાવીને રમી રહ્યો હતો. નોર્ટજે ઉપરાંત કાગિસો રબાડાને પણ એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો :-