Home Blog Page 1055

ફ્રી iPhone ના ચક્કરમાં લાગ્યો લાખ રૂપિયાનો ચૂનો, ભૂલથી પણ WhatsApp પર આવી ભૂલ ક્યારેય કરશો નહીં

0

Lime of lakhs of rupees caught

  • વોટસએપ છેતરપિંડીનો તાજો મામલો મુંબઈથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ iPhone 14 Pro Maxના લોભમાં ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો અને તેના બેંક ખાતામાંથી લાખો રૂપિયા ગુમાવી દીધા.

iPhone ની ઓળખ પ્રીમિયમ સ્માર્ટફોનની છે. દરેક વ્યક્તિને તે મેળવવાની ઈચ્છા હોય છે. તે લેવા માટે લોકો શું જુગાડ કરે છે તે ખબર નથી. iPhoneના આ ક્રેઝના કારણે એક વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. હકીકતમાં મુંબઈથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ ફ્રી iPhone માટે લકી ડ્રો સ્કીમનો શિકાર બન્યો છે અને આમાં તેણે 4.26 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વ્યક્તિને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં તેને લકી ડ્રો જીતવાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફરમાં વ્યક્તિને iPhone 14 Pro max જીતવાની ઓફર મળી છે. જ્યારે વ્યક્તિએ લકી ડ્રોમાં iPhone જીત્યો હોવાનો દાવો કર્યો ત્યારે તેને એક મેસેજ મળ્યો જેમાં તેને પહેલા ટેક્સ ભરવા માટે કહેવામાં આવ્યું. આ વ્યક્તિ છેતરપિંડીમાં ફસાઈ ગયો અને તેણે લગભગ 4.26 લાખ ચૂકવ્યા.

જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતા એક ફર્નિચરની દુકાનની માલિક છે. પૈસા ચૂકવ્યા પછી પણ જ્યારે તેને iPhone 14 Pro Max ન મળ્યો તો તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી તે વ્યક્તિ પોલીસ પાસે પહોંચ્યો અને સમગ્ર મામલો જણાવ્યો અને ફરિયાદ નોંધાવી.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં વોટસએપ ફ્રોડ કોલ અને મેસેજની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સરકાર સાયબર ફ્રોડને રોકવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જો તમે જાતે જ સાવચેતી ન રાખો તો લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જ્યારે પણ તમને વોટસએપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તેના પર ક્યારેય ક્લિક ન કરો.

શું તમે આ ભૂલ કરી રહ્યા છો?

આઈફોન ભલે ગમે તેટલો સુરક્ષિત હોય. પરંતુ જો તમે તમારી બાજુથી ભૂલ કરો છો. તો છેતરપિંડી રોકી શકાતી નથી.

ઘણી વખત વોટસએપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર છેતરપિંડીના મેસેજ આવે છે. જો કે જો તમને કોઈ મેસેજ શંકાસ્પદ લાગે તો તેના પર ક્લિક કરશો નહીં.

કોઈપણ લોભને કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા ટ્રાન્સફર ન કરવા જોઈએ.

OTP કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ.

આ પણ વાંચો :-

 

કારની ચાવી ભૂલથી પણ બાળકોના હાથમાં ના આવે, નાગપુરમાં SUVમાંથી મળી આવી લાશ

0

Car keys do not fall into hands of children

  • મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે સાંજે તેમના ઘરથી 50 મીટર દૂર સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ (SUV)માં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન (4), આલિયા ફિરોઝ ખાન (6) અને આફરીન ઇર્શાદ ખાન (6) શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગુમ થયા હતા, એમ પચપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે બાળકોના માતા-પિતાને લાગ્યું કે તેઓ નજીકના મેદાનમાં રમવા ગયા છે. ‘જ્યારે બાળકો શનિવારની મોડી સાંજ સુધી પરત ન આવ્યા. ત્યારે માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણનો કેસ નોંધાવ્યો. રવિવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ એક કોન્સ્ટેબલે તેમના ઘરની નજીક એક SUV પાર્ક કરેલી જોઈ અને અંદર ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા હતા.

અધિકારીએ કહ્યું કે તૌફિક અને આલિયા ભાઈ-બહેન હતા. જ્યારે આફરીન નજીકમાં રહેતી હતી. નાગપુર પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકોના મોત પાછળનું કારણ જાણવા મળશે. હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકોના મૃતદેહ તેમના ઘરની નજીક પાર્ક કરેલી જૂની કારમાંથી મળી આવ્યા હતા. ત્રણેય બાળકો રમતા રમતા કારમાં બેસી ગયા અને દરવાજો અંદરથી લોક કરી દીધો. તેઓ ગુમ થયા હતા. ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. ગરમી અને શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત થયા હોવાનું હાલમાં પ્રથામિક અનુમાન છે.

આ પણ વાંચો :-

 

સુરતમાં ગળે ફાંસો ખાઈ લીધેલા યુવકને પોલીસે CPR આપીને જીવ બચાવ્યો

0
  • રાજ્યભરમાં થોડા દિવસો અગાઉ પોલીસ જવાનોને CPRની તાલિમ આપવામાં આવી હતી. ત્યારે આ તાલિમથી સુરત પોલીસના જવાનોએ એકનો જીવ બચાવ્યાનું સામે આવ્યું છે.

વરાછામાં એક યુવકે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લટકી રહ્યો હોવાની જાણ થતાં જ દોડી ગયેલા પોલીસના જવાનોએ સીપીઆર આપીને યુવકનો જીવ બચાવ્યો હતો.

જાણ થતાં જ જવાનો દોડી ગયા :

મોટા વરાછા પોલીસ ચોકીની સામે આવેલા ઘરમાં યુવકે ગળે ફાંસો ખાઈ લીધેલાની જાણ થઈ હતી. જેથી તરત જ મોટા વરાછા પોલીસ ચોકી, ઉત્રાણ પો.ચોકી અને ભરથાણા પો.ચોકીનાં પોલીસ જવાનો કાંતિભાઈ સામતભાઈ, જેન્તીભાઇ કાથુડીયાભાઈ, હરપાલસિંહ કનુભાઈ, રવિરાજ સિંહ અને શૈલેશભાઈ દોડી ગયા હતા.

તાલિમથી જીવ બચ્યો :

પોલીસ જવાનોએ ઘરમાં પ્રવેશી પહેલા ગળે ફાંસો ખાધેલ યુવાનને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ સીપીઆર તાલીમ હેઠળ છાતીમાં પુશીંગ કરી બચાવી લીધો હતો. આ દરમિયાન જ 108ને જાણ કરી દેવાઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગળેફાંસો ખાધેલા યુવાનનો સારવાર દરમ્યાન જીવ બચાવી લેવામાં આવ્યો છે.

Rahul Gandhi Birthday : બાળપણમાં આવા દેખાતા હતા રાહુલ ગાંધી, જુઓ સૌથી ક્યૂટ ફોટા

0
  • Happy Birthday Rahul Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 53 વર્ષના થઈ ગયા છે. 19 જૂન, 1970ના રોજ રાજકીય પરિવારમાં જન્મેલા રાહુલ બાળપણથી જ પિતા રાજીવ ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.

આજે રાહુલ ગાંધીના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના બાળપણની કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ. જેમાં તેમની ક્યુટનેસ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પ્રથમ સંતાન છે.

રાજકીય પરિવાર સાથે જોડાયેલા રાહુલ ગાંધી બાળપણથી જ તેમના પિતા રાજીવ ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.

રાહુલ ગાંધી બાળપણથી જ તેમની દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા. પરંતુ 21 વર્ષની ઉંમરે તેમણે દાદીને ગુમાવી દીધા. જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984ના રોજ દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી.

દાદીની હત્યા પછી, 21 મે, 1991 ના રોજ જ્યારે તેમના પિતા રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે રાહુલ ગાંધી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

રાહુલ ગાંધી દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ દૂન સ્કૂલમાં ગયા હતા. આ પછી, 1989 માં, તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પ્રવેશ લીધો. પરંતુ સુરક્ષાના કારણોસર આગળના અભ્યાસ માટે યુએસ ગયો. સુરક્ષાના કારણોસર રાહુલે 1991માં હાર્વર્ડ યુનિવર્સિટી છોડવી પડી અને રોલિન્સ કોલેજ, ફ્લોરિડામાં એડમિશન લીધું. તેમણે વર્ષ 1994માં આર્ટસમાંથી સ્નાતક થયા અને 1995માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી એમફિલની ડિગ્રી લીધી.

રાહુલ ગાંધીએ વર્ષ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2004ની સામાન્ય ચૂંટણીમાં અમેઠીથી જીતીને લોકસભામાં પહોંચ્યા. જણાવી દઈએ કે અમેઠી તેમના પિતા રાજીવ ગાંધીનું સંસદીય ક્ષેત્ર પણ હતું.

આ પણ વાંચો :-

કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું ! આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો

0
  • નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવો ચાર્જ સંભાળવાના હતા. પરંતુ બાદમાં તે કેન્સલ કરાયુ હતું.

જેમાં તેઓએ એવુ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનો સોમવારે 18 જુનના રોજ જન્મદિવસ હોઈ તેઓ આ દિવસે જ ચાર્જ લેશે. પરંતુ હવે શક્તિસિંહ ગોહિલના રવિવારે  ચાર્જ ન લેવાની સાચી માહિતી સામે આવી ગઈ છે. કોંગ્રેસે અહી પણ કાચુ કાપ્યુ હતું. ગાંધી આશ્રમથી નીકળ્યા બાદ ખબર પડી કે આજે તો અમાસ છે. તેથી છેલ્લી ઘડીએ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદનો ચાર્જ લેવાનું ટાળ્યુ હતું.

ગુજરાત કોંગ્રેસ પ્લાનિંગ કરવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. આ જ કારણ છે કે, તે લોકોની વચ્ચે જગ્યા બનાવવામાં ફેલ ગયુ છે. વિધાનસભા મોરચે ફેલ ગયા બાદ હવે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવાના હતા. આ માટે રંગેચંગે પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રા તો નીકળી. પરંતુ શક્તિસિંહ ગોહિલે ચાર્જ ન સંભાળ્યો. તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વાત કહી હતી. પરંતુ બાદમાં સામે આવ્યું કે અમાસ હોવાથી શક્તિસિંહ ગોહિલે પદભાર ન સંભાળ્યો.

બધાને જ આશ્ચર્ય લાગ્યુ હતું કે પદયાત્રા બાદ શક્તિસિંહે ચાર્જ કેમ ન સંભાળ્યો. અચાનક કેમ જાહેરાત કરવામાં આવી કે, તેઓ આજે ચાર્જ નહિ સંભાળા. પરંતુ પદયાત્રા કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પહોંચેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને અચાનક જાણ થઈ કે આજે અમાસ છે. આ કારણોસર તેઓએ છેલ્લી ઘડીએ ચાર્જ લેવાનુ ટાળ્યુ હતું. આજે તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :-

આ 7 Seater Car મચાવી રહી છે ધૂમ, વેચાણમાં 184 ટકાનો ઉછાળો

  • આ કંપનીની 7 સીટર કારના વેચાણમાં 184 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ કાર લુક અને ફીચર્સની દ્રષ્ટિએ ફોર્ચ્યુનરથી પણ સારી માનવામાં આવે છે અને માર્કેટમાં ધૂમ મચાવી રહી છે.

ટોયોટા કિર્લોસ્કર મોટર માટે મે 2023 વેચાણના મામલે શાનદાર મહિનો રહ્યો. આ કાર નિર્માતા કંપનીએ ગત માસમાં 19,379 એકમોનું વેચાણ કર્યું. સાથે જ વાર્ષિક ગ્રોથ 89. 6 ટકા નોંધાવ્યો છે. આ કંપનીની 7 સીટર કારના વેચાણમાં 184 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ કાર લુક અને ફીચર્સની દ્રષ્ટિએ ફોર્ચ્યુનરથી પણ સારી માનવામાં આવે છે.

Crysta અને  HyCross :

કંપનીએ થોડા સમય પહેલા જ ઈનોવાના બે નવા વેરિયંટ Crysta અને  HyCross લોન્ચ કર્યા હતા. જૂની ક્રિસ્ટાને કંપની બંધ કરી ચુકી છે. ગત મહિનામાં ક્રિસ્ટાના નવા વેરિંયટના 7,776 એકમોનું વેચાણ થયું હતું. જ્યારે મે 2022માં 2737 એકમો જ વેંચાયા હતા. આ રીતે આ વર્ષમાં ક્રિસ્ટાની સેલમાં 184 ટકાનો ઉછાળો આવ્યો છે. આ કાર 7 અને 8 સીટરના ઓપ્શનમાં આવે છે.

ઈનોવા હાઈક્રોસની વાત કરીએ તો તેની કિંમત 18.55 લાખથી શરુ થાય છે અને 29.99 લાખ રુપિયા સુધી છે. જ્યારે ઈનોવા ક્રિસ્ટાની કિંમત 19.99 લાખ રુપિયાથી 23.43 લાખ રુપિયા સુધી જાય છે.

Toyota Glanza :

કંપનની પ્રીમિયમ હેચબેક કાર Glanza બીજા ક્રમે આવે છે. આ કારના 5,179 એકમોનું વેચાણ ગત મહિનામાં થયું હતું. આ કારના વેચાણમાં પણ 75 ટકાનો ઉછાળો આવ્યો છે.

Toyota Hyryder :

કંપનની આ મિડ સાઈઝ એસયૂવી જે મારુતિ ગ્રેંડ વિટારા પર આધારિત છે તેના 3000 એકમોનું વેચાણ ગત માસમાં થયું હતું.

આ પણ વાંચો :-

આજથી સસ્તા ભાવે ખરીદી શકાશે સોનું, જાણો ક્યાંથી અને કયા ભાવે મળશે ગોલ્ડ

0

From today you can buy gold at a cheap price

  • મોદી સરકાર આજથી સસ્તું સોનું વેચવા જઈ રહી છે. તમારી પાસે 5 દિવસ સુધી આ ચાન્સ છે. સોવરન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB માં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે રોકાણ કરી શકાય છે.

મોદી સરકાર આજથી સસ્તું સોનું વેચવા જઈ રહી છે. તમારી પાસે 5 દિવસ  સુધી આ ચાન્સ છે. સોવરન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB માં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે રોકાણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ઓફ લાઈન ખરીદવા માંગતા હોય તો તેણે સિલેક્ટેડ બેંકની શાખામાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને તમામ જરૂરી ઔપચારિકતા પૂરી કરવાની રહેશે. આ સિવાય ઓનલાઈન રોકાણ કરવા પર આરબીઆઈ અથવા તો અન્ય બેંકોની વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

સરકાર તરફથી ગોલ્ડ બોન્ડ આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવે છે. આરબીઆઈએ તેના વેચાણ માટે પસંદગીની બેંકો અને પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા સ્ટોક એક્સચેન્જ એનએસસી અને બીએસસીને અધિકૃત કર્યા છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા બોન્ડ ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.

કેટલું રોકાણ કરી શકશો :

આરબીઆઈના દિશા નિર્દેશ મુજબ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ 500 ગ્રામ સુધી ખરીદી કરી શકે છે. એક નાણાકીય વર્ષ માટે આ મર્યાદા વધુમાં વધુ ચાર કિલોગ્રામ છે. કેટલીક સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિગ્રા સુધી છે. તેની ચૂકવણી યુપીઆઈ, નેટ બેંકિંગ, કેશ, ચેક અને ડ્રાફ્ટથી થઈ શકે છે. બોન્ડ પાકવાનો સમય આઠ વર્ષ છે.

ગોલ્ડ બોન્ડ વિશે :

આ સરકાર તરફથી બહાર પાડવામાં આવતા રોકાણ પત્ર (ગોલ્ડ બોન્ડ) છે. સોનામાં રોકાણ કરવા માટેનો એક વિકલ્પ છે. તેને સરકાર તરફથી રિઝર્વ બેંક બહાર પાડે છે. તેની ખરીદી મ્યુચ્યુઅલ ફંડની જેમ યુનિટમાં કરાય છે. તેને વેચવા પર સોનું નહીં પરંતુ તે સમયે તેના મૂલ્ય મુજબ રકમ મળે છે. તેમાં ન્યૂનતમ એક ગ્રામ સોના બરાબર રોકાણ કરી શકાય છે. ઓનલાઈન ખરીદી કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે.

આ રીતે કરી શકાય આવેદન :

ઓફલાઈન અરજી માટે સિલેક્ટેડ બેંકમાં જઈને સંબંધિત ફોર્મ ભરવાનું રહેશે.

તેમાં નામ, એડ્રસ, મોબાઈલ નંબર જેવી અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે.

પાન નંબર નોંધાવવો પડશે. કેટલું સોનું લેવા માંગો છો તેની જાણકારી સરકારને આપવી પડશે.

ચૂકવણી કર્યા બાદ બેંક બોન્ડ ઈશ્યું કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

ઓનલાઈન રીતે :

સોવરેન ગોલ્ડ બોન્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

બોન્ડ સંબંધિત જરૂરી નિયમો-શરતોને વાંચ્યા બાદ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે.

તેને ભર્યા બાદ સોનાની માત્રા અને નોમિનીની વિગતો આપવાની રહેશે.

તમામ જાણકારીની ખરાઈ થયા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ત્યારબાદ ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. બેંક ગોલ્ડ બોન્ડ ઈશ્યુ કરશે.

આ પણ વાંચો :-

આ દેશમાં ટાપુ પર રહેવા સરકાર ઘરની સાથે આપશે 75 લાખ રૂપિયા, જાણો વિગત

  • યુરોપના એક દેશે પોતાના ટાપુઓ પર સ્થાયી થવા ઈચ્છતા લોકોને ઘરની સાથે 75 લાખ રૂપિયા આપવાની સ્કીમ શરૂ કરી છે. ઉદ્દેશ્ય ટાપુઓમાં વસ્તી વધારવાનો અને તેમને અર્થતંત્રમાં યોગદાન આપવા સક્ષમ બનાવવાનો છે. આ ટાપુઓમાં બહુ ઓછા લોકો રહે છે.

જો તમે સ્થાયી થવા માટે નવી જગ્યા શોધી રહ્યા છો તો સમજો કે તમારી ઈચ્છા પરમાત્માએ પૂરી કરી છે. વાસ્તવમાં યુરોપનો (Europe) એક દેશ લોકોને તેના એક ટાપુ પર સ્થાયી થવા માટે જોરદાર ઓફર્સ આપી રહ્યો છે. અહીંનું સુંદર વાતાવરણ ન માત્ર તમારા મનને મોહી લેશે.

પરંતુ તમને પૈસા કમાવવાની ઘણી તકો પણ મળશે. આધુનિક જીવનની અરાજકતાથી દૂર દૂરના વિસ્તારમાં પોતાનું જીવન જીવવા માંગતા લોકો માટે ઓફર એક સ્વપ્ન સાકાર થવાથી ઓછી નથી. આ દેશનું નામ આયર્લેન્ડ છે. આયર્લેન્ડ યુનાઈટેડ કિંગડમનો પડોશી દેશ છે. તે ઉત્તરી આયર્લેન્ડ (Northern Ireland) સાથે તેની સરહદ વહેંચે છે. જે યુનાઈટેડ કિંગડમનો ભાગ છે.

20 દ્વીપો પર વસનાર લોકો માટે આ ઓફર :

આયર્લેન્ડે હાલમાં પોતાના પશ્ચિમી કિનારા પર આવેલા 20થી વધુ સુંદર દ્વીપોને લોકોને રહેવા લાયક બનાવવાની યોજનાનો ખુલાસો કર્યો છે. તેમાં ઈનિસ મોર દ્વીપ પણ સામેલ છે. આ દુનિયાના સૌથી સુંદર દ્વીપોમાંથી એક છે. જેને હોલીવુડની ઘણી ફિલ્મોમાં દેખાડવામાં આવ્યો છે. આયર્લેન્ડની સરકારે જાહેરાત કરી છે કે આ દ્વીપો પર રહેલા જૂના ઘરોનું રિનોવેશન કરી તેમાં રહેવા ઈચ્છુક લોકોને 92000 ડોલર (લગભગ 7500000) રૂપિયાની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આયર્લેન્ડમાં જમીનની માલિક સરકાર :

આયર્લેન્ડમાં અચલ સંપત્તિ (જમીન, મકાન) ની ખરીદ પર કોઈ પ્રતિબંધ નથી. અહીં દ્વીપો પર રહેતા લોકોને પણ ખ્યાલ છે કે એક જગ્યાના માલિક હોવાને નાતે તેને કબજો કરવાનો અધિકાર મળતો નથી. સરકારી વેબસાઇટ પર અવર લિવિંગ આયર્લેન્ડ નીતિ અને વર્તમાન રિવાઈવિંગ પ્રોગ્રામ વિશે નવી જાણકારી પ્રકાશિત કરવામાં આવી છે. સરકારની વેબસાઈટ મુજબ આ યોજના ટાપુ પર રહેતા સમુદાયોની લાંબા ગાળાના ટકાઉપણાને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે.

આ યોજનાનો ઈરાદો શું છે :

આ યોજનાનો રણનીતિક ઈરાદો દ્વીપો પર રહેતા લોકોની શંક્યા વધારવા, દ્વીપીય અર્થવ્યવસ્થાની વિવિધતાને પ્રોત્સાહન આપવા સ્વાસ્થ્ય અને કલ્યાણ સેવાઓમાં સુધાર, સ્થાનીય દ્વીપ સમુદાયોને મજબૂત કરવા અને સ્માર્ટ, ટકાઉ ભવિષ્ય બનાવવાનો છે. આ યોજના 2023થી 2026 સુધી લાગૂ રહેશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાંથી હજું સંકટ ટળ્યું નથી !  આ 12 જિલ્લાઓમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ

0
  •  આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડું આફત વરસાવીને આગળ પસાર થઈ ગયું છે. પરંતુ હજુ સુધી તેની અસર ઓછી થઇ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના માથે હજું પણ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી શકે છે.

ખાસ કરીને વાવાઝોડાની સૌથી મોટી અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર હજુ સંકટ ટળ્યુ નથી આજે અને આવતીકાલે 12થી 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

આવતીકાલે પણ વરસાદ મચાવશે કેર  :

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ ગુજરાતમાં હજું વાવાઝોડાની અસર રહેશે. જેના કારણે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદનું જોર યથાવત રહી શકે છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડાના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના માથે આફતરૂપી વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

આ પણ વાંચો :-

૧૯ જૂન / વાણી ઉપર સંયમ રાખવો, લેવડ-દેવડમાં સાવધાની રાખવી, સિંહ સહિત આ રાશિના જાતકોએ આજે રાખવી સાવધાની, જુઓ આજનું રાશિ ભવિષ્ય

19 June / Be careful in speech

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકન‌ું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યાગ્ય રીતે થાય. દાંમ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી, ધંધામાં પ્રગ‌િત.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય.  પરિવારમાં આનંદ, સ્થાપર-જંગમ મિલકતથી લાભ. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું, લીવરની સમસ્યાથી સાચવ‌વું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે.  પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દાંમ્પયત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક ‍વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર  હેરાફેર શકય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટા‍ળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ- બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજીંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલક્તના ખરીદ-વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.