બનાસકાંઠામાં આભ ફાટ્યું, વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાત પર આવ્યું મોટું સંકટ

Share this story

The aura burst in Banaskantha 

  • વાવાઝોડું પસાર થઈ ગયા બાદ પણ વરસાદી સંકટ યથાવત. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે રહેશે ભારે વરસાદ

વાવાઝોડું જતુ રહ્યું છે એવુ નથી. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હજી પણ યથાવત છે. કચ્છ બાદ હવે બિપોરજોય વાવાઝોડાનો કહેર ઉત્તર ગુજરાત પર વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આખુ ગુજરાત હાલ વરસાદના બાનમાં છે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં હાલ વરસાદ જ વરસાદ છે. ખાસ કરીને બનાસકાંઠાની સ્થિતિ વણસી. રાતભર પડેલા વરસાદથી આખું બનાસકાંઠા જળબંબાકાર બન્યુ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તો ભારે તારાજી સર્જાઈ છે. બનાસકાંઠામાં આજે આખો દિવસ ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાત્રિથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ થયા છે તો પાલનપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી ભરાતા અમદાવાદથી પાલનપુર થઈને આબુરોડ જવાનો રસ્તો બ્લોક કરાયો છે અને આબુરોડ જતા વાહનોનું પાલનપુર થી ચંડીસર અને ત્યાંથી વાઘરોણ થઈને ચિત્રાસણી થઈ આબુરોડ તરફ ડાયવજન અપાયું છે.

આબુરોડથી અમદાવાદ તરફ આવતા માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો આ રસ્તે આવવાનું ટાળી રહ્યા છે તો નેશનલ હાઈવે ઉપર ખાડા પડી જતા એક કાર પાણીમાં ફસાઈ હતી.

જોકે કાર ચાલક અને સ્થાનિક લોકોએ અનેક પ્રયત્નો કર્યા છતાં કાર બહાર ન નીકળતા ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા જોકે  હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને હજુ વધુ વરસાદ પડે તો જનજીવન ઉપર ભારે અસર પડી શકે છે.

આ પણ વાંચો :-