દાદરમાં પકડીને સાથી સાંસદે મારી છાતી પર જબરદસ્તી હાથ ફેરવ્યો ! મહિલા સાંસદનો આરોપ

Share this story
  •  મહિલા સાંસદે જણાવ્યું કે સંસદ ભવન હવે સુરક્ષિત જગ્યા રહી નથી. અહીં સાથી સાંસદે જ મારા શરીરે હાથ ફેરવીને મને અડપલાં કર્યાં છે. આ સ્થળ હવે સુરક્ષિત નથી લાગતું. સંસદ ભવનની સીડીમાં મને એકલી જોઈને જબરદસ્તી મને પકડીને એક પાવરફૂલ સાંસદે મને ગંદા અડપલાં કર્યાં !

મહિલા સાંસદના (Woman MP) એક નિવેદન બાદ હડકંપ મચી ગયો. આ મહિલા સાંસદે સંસદ ભવનમાં બધાની હાજરીમાં રડતા રડતા પોતાની આપવીતી જણાવી. મહિલા સાંસદે જણાવ્યું કે, ‘સંસદની સીડીમાં સાથી સાંસદે મને બળજબરી પૂર્વક પકડીને મારા શરીરે બધે હાથ ફેરવ્યો’. મહિલા સાંસદના આ પ્રકારના સનસનીખેજ આરોપ બાદ રાજકારણ ગરમાયું.

આ ઘટના છે ઓસ્ટ્રેલિયાની (Australia). ઓસ્ટ્રેલિયાની સંસદ ભવનમાં એક મહિલા સાંસદે જ્યારે રડતા રડતા આ વાત કરી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા. જોત જોતામાં આ સમાચાર વાયુવેગે દુનિયાભરમાં વાયરલ થઈ ગયાં. ઓસ્ટ્રેલિયન સાંસદનો (Australian MP) આરોપ- સંસદમાં મારી જાતીય સતામણી કરવામાં આવીઃ રડતાં રડતાં કહ્યું- આ જગ્યા મહિલાઓ માટે બિલકુલ સુરક્ષિત નથી

જાતિય સતામણીનો ભોગ બનનાર પીડિત મહિલા સાંસદ લિડિયા થોર્પે સમજાવ્યું કે જાતીય હુમલાનો અર્થ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. તેણે કહ્યું- મને ઓફિસની બહાર નીકળતા પણ ડર લાગતો હતો. બહાર કોઈ છે કે કેમ તે જોવા માટે હું પહેલા થોડો દરવાજો ખોલતી હતી. જ્યારે પણ હું બિલ્ડિંગમાં પ્રવેશતી ત્યારે હું કોઈને મારી સાથે રાખતી હતી.

લિડિયાએ એમ પણ કહ્યું કે તેના જેવા બીજા ઘણા લોકો છે જેમની સાથે આવું બન્યું છે, પરંતુ તેઓ તેમની કારકિર્દી ખતમ થવાના ડરથી આગળ આવી શકતા નથી. કોઈને પોતાની આપવીતી કહી શકતા નથી. જે લોકો જાતીય સતામણી કરે છે તે પોતે પણ સાંસદ છે અને સરકાર પાવરફૂલ હોલ્ડ ધરાવે છે. ન હતા. તે જ સમયે ભૂતપૂર્વ સાંસદ અમાન્ડા સ્ટોકરે પણ લિડિયાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે 3 વર્ષ પહેલા ડેવિડ વેને મને બે વાર ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. તેણે મારા શરીર પર પણ હાથ ફેરવ્યો હતો.

ડેવિડ વેને આરોપોને ફગાવી દીધા :

લિડિયા થોર્પે દ્વારા કરવામાં આવેલા જાતીય હુમલાના આરોપો લિબરલ પાર્ચીના સાંસદ ડેવિડ વેન દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. તેણે કહ્યું- લિડિયાએ મારા વિશે જે પણ કહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. તેના આરોપોની તપાસ થવી જોઈએ. આ સાથે જ ઓસ્ટ્રેલિયામાં વિપક્ષના નેતા પીટર ડટને ડેવિડને પાર્ટી રૂમમાંથી બહાર હાંકી કઢ્યો. તેને તાત્કાલિક ધોરણે સાંસદ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યો.

ઓસ્ટ્રેલિયાની સંસદ 2021થી ઉત્પીડનના મામલામાં ફસાયેલી છે :

ઓસ્ટ્રેલિયાની સંસદ 2021થી જાતીય સતામણીના વિવાદોથી ઘેરાયેલી છે. 2021માં ઓસ્ટ્રેલિયન સરકારી કર્મચારીએ તેના સાથીદાર બ્રુસ લેહરમેન પર દારૂ પીધા પછી 2019 માં ઓફિસના પલંગ પર તેના પર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો.

આ પછી સરકારી પૂછપરછમાં સામે આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સંસદમાં જાતીય સતામણી અને ઉત્પીડનના ઘણા કિસ્સાઓ છે. સંસદમાં કામ કરતા ત્રણમાંથી એક વ્યક્તિએ કહ્યું કે તેમની સાથે આવી ઘટના બની છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ લિડિયા થોર્પના મામલાએ સંસદને ફરીથી 2021ના ડાર્ક પીરિયડમાં લાવી દીધી છે.

આ પણ વાંચો :-