- જાપાનીઝ પોતાની ઉંમર કરતા ખૂબ જ નાના લાગે છે અને ઘડપણના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી. જે ખાન પાન અને લાઈફસ્ટાઈલની આદતો પર નિર્ભર કરે છે.
સમગ્ર વિશ્વમાં જાપાનીઝ (Japanese) સૌથી વધુ ઉંમર સુધી જીવતા હોવાનું માનવામાં આવે છે. તેઓ પોતાની ઉંમર કરતા ખૂબ જ નાના લાગે છે અને ઘડપણના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી. લગભગ તમામ વ્યક્તિ વધુ સમય સુધી યુવા અને આરોગ્યપ્રદ રહેવા માંગે છે. જે ખાન પાન અને લાઈફસ્ટાઈલની આદતો પર નિર્ભર કરે છે.
૧૦૦ વર્ષ પછી પણ રહે છે હેલ્ધી :
જાપાનની લાઈફ એક્સપેક્ટેંસી લગભગ ૮૪ વર્ષની આસપાસ છે. જે ભારતની સરખામણીએ ૧૪ વર્ષ વધુ છે. જાપાનમાં અનેક લોકો એવા છે. જેમની ઉંમર ૧૦૦ કરતા વઘુ છે.
યુવા અને સુંદર દેખાવાનું રહસ્ય :
જાપાનીઝની દવાની અને આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય છે કે તેઓ બેલેન્સ ડાયટ ફોલો કરો છે. જેમાં સીફૂડ, સોયા પ્રોડક્ટ, ફર્મેંટેડ ફૂડ, અનેક પ્રકારના શાકભાજી અને આરોગ્યપ્રદ ચા શામેલ છે.
ભોજનનો આનંદ માણે છે :
જાપાનીઝ ભોજન યોગ્ય પ્રકારે ચાવે છે અને ધીમે ધીમે આનંદ લઈને ખાય છે. સારા પાચન માટે ભોજનને યોગ્ય પ્રકારે ચાવવો જરૂરી છે.
પોર્શન કંટ્રોલ જરૂરી :
જાપાનમાં લોકો પેટ ભરીને ભોજન કરે છે. તેઓ નાની પ્લેટ, બાઉલ અને ચોપ્સ્ટિકનો ઉપયોગ કરે છે, જેથી જરૂર કરતા વધુ ભોજન ના ખાઈ શકાય.
તેલનો ઓછો ઉપયોગ :
જાપાનીઝ તેમનું ભોજન સ્ટીમિંગ, ફ્રર્મેંટિંગ, બોઈલિંગ અને સ્ટિર-ફ્રાઈંગથી પકવે છે. ભોજનમાં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે Gujarat Guardian આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો :-
- ૪૦ હજારની કિંમતનો આ સ્માર્ટફોન ખરીદવો જોઈએ કે નહીં ?
- માત્ર ૩૦,૦૦૦ માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો