- બિપોરજોય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં, અનેક સ્થળે વીજળીનાં થાંભલા પડયાં છે. અનેક જગ્યાએ છાપરાં ઉડી ગયા છે.
કચ્છના નખત્રાણામાં ભારે પવનના કારણે વૃક્ષ જમીનદોસ્ત થયું. વૃક્ષની સાથે વી જતાર પણ નીચે પડ્યાં. વીજ પુરવઠો બંધ હોવાના કારણે જાનહાનિ ટળી છે. પરંતુ જુઓ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી વાવાઝોડાની તબાહીના દ્રષ્યો.
ચક્રવાત બિપોરજોયની અતિ ભારે અસર કચ્છમાં વર્તાઈ હતી. મોડી રાતથી અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાયો છે. સમયાંતરે ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો છે. હજીપણ અતિ ભારે પવન ફૂંકાવાનું યથાવત છે. સાયક્લોન ધીમે ધીમે કચ્છ જિલ્લાથી આગળ વધી રહ્યું છે.
હાલ ચક્રવાત જખૌથી ૪૦ km અને નલિયાથી ૩૦ km દૂર થયું છે. હાલ ચક્રવાત સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની કેટેગરીમાં આવી ગયું છે. તબક્કાવાર તેમાં ઘટાડો થઇ રહ્યો છે. જે આજે મોડી સાંજ સુધીમાં વધુ ઘટાડા સાથે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
ગાંધીધામના આસપાના વિસ્તારોમા તારાજી સર્જાઈ. પેટ્રોલ પંપ વાહનો સહિતની વસ્તુઓની નુકસાન થયેલુ જોવા મળ્યું. હજી પણ ભારે પવન અને વરસાદ ચાલુ છે. જખૌ નજીક નલિયામાં ગઈકાલે રાત્રે ૧ વાગ્યા સુધી માહોલ બિલકુલ શાંત થઈ ચૂક્યો હતો. ત્યારબાદ છેલ્લા બે કલાકથી ફરી પવન સાથે વરસાદ છે. બિપોરજોય વાવાઝોડાની ભારે અસર નલિયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે.
નલિયામાં છેલ્લા બે કલાકથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની ગતિમાં સમયાંતરે વધઘટ થતી જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે નલિયા અને આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થવા, પતરા ઉડી જવા, કાચા મકાનોની દીવાલ પડી જવી, તેમજ ભુજથી નલિયા સુધીની રોડ કનેક્ટિવિટીને નુકસાન પહોંચ્યું છે. ભુજથી નલિયા તરફ આવતા માર્ગોમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા છે.
આ પણ વાંચો :-