દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં આગ લાગતાં બારીમાંથી દોરડાના સહારે કૂદી ગયા વિધાર્થી

Share this story

A student jumped from a window with 

  • દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ બુઝાવવા માટે ૧૧ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી આ ઈમારતમાં 12 વાગે આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે બારી પર લટકી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આગ ત્રીજા માળે ઈલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. જો કે આગ મોટી ન હતી પરંતુ ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા બાદ બાળકો ગભરાઈ ગયા હતા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે આવવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન 4 વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.

આ પણ વાંચો :-