If the transgender activist suddenly removed
- અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ગત અઠવાડિયે રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રાઈડ મંથને લઈને એક સમારોહનું આયોજન કર્યું હતું.
૧૦ જૂને આયોજિત કરેલા આ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોજ મોંટોયા નામની એક ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ટોપલેસ થઈ ગઈ.
રોજ મોંટોયાનો ટોપલેસવાળો વીડિયો વાયરલ થયા પછી અમેરિકાના વ્હાઈટ હાઉસે નિર્ણય કર્યો છે કે હવે તેને કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં નહીં આવે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ટ્રાન્સ જેન્ડર ટોપલેસ થઈ તે વખતે રાષ્ટ્રપતિ બાઈડેન ત્યાં હાજર હતા.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કારાઈન જીન પિયરે ટ્રાન્સજેન્ડરની આ હરકત પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ટ્રાન્સજેન્ડરનો વ્યવહાર બિલકુલ યોગ્ય નહોતો. તેણે અનેક લોકોની સામે એવી હરકત કરી એ પણ એવા સમયે જ્યારે કેટલાય લોકો પોતાના પરિવારવાળાઓ સાથએ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે કહ્યું કે હવે પછીથી ભવિષ્યમાં આવા લોકોને આમંત્રિત કરવામાં નહીં આવે.
This is what happened at the White House pride event. A disgrace to our country. https://t.co/QmXVIdmOPr
— Libs of TikTok (@libsoftiktok) June 13, 2023
રાષ્ટ્રપતિ જો બાઈડેન LGBTQ સમુદાયના લોકો પ્રતિ અમેરિકી સરકારના સમર્થન બતાવવા કાર્યક્રમની યજમાની કરી હતી. થોડા સમય પહેલા જ રિપબ્લિકન નેતાએ તરફથી રાજ્યસ્તરે ડ્રૈગ શો ને પ્રતિબંધિત કરવા અને તે યુવાઓ માટે વિકલ્પોને સીમિત કરવા માટે ભાર મુક્યો હતો જે પોતાનું લીંગ બદલવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-