હનુમાનબારી માર્ગ લપસણો બની જતા ૪૮ મુસાફરો ભરેલી બસ સાઈડે ઉતરી

Share this story

As the Hanumanbari road became slippery

  • વાંસદા તાલુકાના હનુમાનબારી ગામ પાસે સુરતથી શિરડી જતી એસ.ટી.બસ રોડ ઉપર પાકેલા જાંમુ પડતાં રસ્તો ચિકાસ વાળો બની જવાથી બસ સ્લીપ થતા ખાડામાં પડતાં બચી ગઈ હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટના બાદ ક્રેન દ્વારા બસ બહાર કાઢી બસ રવાના કરાતા મુસાફરો હાશકારો અનુભવ્યો હતો.

વાંસદા (Vansda) તાલુકાના હનુમાનબારી ગામ પાસેથી એસ.ટી.બસ નબર જીજે.૧૮. ઝે.૮૪૩૮ સુરતથી સવારે ૯.૧૫ કલાકે ૪૮ મુસાફરોને ભરીને શિરડી તરફ જઈ રહી હતી. આ રસ્તા ઉપર જાંબુના વૃક્ષ ઉપરથી પાકેલા જાંબુ રોડ ઉપર પડતાં વરસાદના ઝાપટાં આવતા રસ્તો ચિકાસવાળો બનતા અનેક ટુ વ્હીલર ચાલકો ચિકાસવાળા રસ્તાને લઈ રોડ ઉપર પટકાયા હતા અને એસ.ટી.બસ આ રસ્તા ઉપરથી નીકળતા ચિકાસવાળા રસ્તાને લઈ બસ ખેંચાતા ડ્રાઈવરે બસને કન્ટ્રોલ કરતા રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. બસનું સંતુલન બગડતા અંદર બેસેલા મુસાફરોએ બુમાબમ કરી હતી.

આ ઘટનાની ખબર હનુમાન બારી ગામના સરપંચ રાકેશ પટેલને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી વાહન વ્યવહારને બીજા રસ્તે શરૂ કરી ક્રેન દ્વારા એસ.ટી.બસને ખેંચી બહાર કાઢી હતી. આ વાતની ખબર પડતાં લોકો જોવામાં ઉમટી પડયા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં એક સારી વાત એ રહી હતી કે બસમાં બેસેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. રસ્તો ચિકાસવાળો બનતા સરપંચ રાકેશ પટેલે પાણીનું ટેન્કર બોલાવી રસ્તા ઉપરનો ચિકાસ દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

સરપંચ રાકેશ પટેલે સામાજિક વનીકરણ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રિકાબેનને સમગ્ર ઘટના અંગે ટેલિફોનિક જાણ કરી રસ્તા નજીકના જાંબુના ઝાડ કાપીને દૂર કરવાની માંગ કરી હતી. કારણ કે વરસાદની સીઝનમાં ઘણા વાહન ચાલકો આ રસ્તા ઉપર ચિકાસ હોવાથી સ્લીપ મારી અકસ્માતનો ભોગ બને છે.

આ પણ વાંચો :-