વાવાઝોડું ટકરાય તે પહેલા જખૌ બંદરની આવી છે સ્થિતિ ! સમગ્ર વિસ્તારમાં ભારે નુકસાન

Share this story

This is the condition of Jakhou port 

  • જખૌ પોર્ટ પર બિપોરજોય વાવાઝોડું ટકરાશે તેને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે એવામાં પોલીસ દ્વારા પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિ પોર્ટ અને તેની પાંચ કિલોમીટર આસપાસ જોવા મળે તો તેને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે.

બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરને ટકરાય તે પહેલા જ તેની ભયંકર અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી છે. તીવ્ર ગતિથી ફુંકાતા પવન અને ભારે વરસાદના કારણે જખૌ પોર્ટથી 500 મીટરના અંતરે આવેલા તમામ મકાનોને નુકસાન પહોંચ્યું છે.

અહીં આવેલા કાચા મકાનોના છાપરા, પતરા ઉડવા લાગ્યા છે. તેમજ નળિયાવાળા મકાનોને પણ ભારે નુકસાન થયું છે. જો કે તંત્ર દ્વારા આ તમામ ઘરોને પહેલાથી જ ખાલી કરાવી દેવાયા હતા. તમામ સ્થાનિકોને નલિયામાં આવેલી મોડલ સ્કૂલ ખાતે ખસેડાયા છે.

વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરુ પણ કરી દીધું છે. નલિયાથી જખૌ પોર્ટ તરફ જવાનો રસ્તો ભયજનક બની ગયો છે. રસ્તા ઉપર આવેલા લાઈટના થાંભલાઓને તીવ્ર ગતિથી ફુંકાતા પવનના કારણે નુકસાન થયું છે. આ સાથે જ પોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે આવેલા લાઈટના થાંભલા નમી ગયા છે. સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોટા પાયે નુકસાન થવાની ભિતી સર્જાઈ છે.

આ પણ વાંચો :-