જુઓ કચ્છથી સીધી તસવીરો, વાવાઝોડાએ સર્જેલી નુકસાની બાદ કામે લાગ્યું એનડીઆરએફ

Share this story

See live pictures from Kutch, NDRAF 

  • બિપોરજોય વાવાઝોડાનું સંકટ ભલે ટળ્યુ હોય. પરંતું વાવાઝોડાએ ચારેતરફ તારાજી સર્જી છે. આ તારાજીમાં એનડીઆરએફની ટીમ અસલી લડવૈયા બનીને મેદાનમાં ઉતરી છે.

બિપોરજોય વાવાઝોડાએ કચ્છમાં સર્જેલી નુકસાની બાદ એનડીઆરએફની ટીમે કામગારી શરૂ કરી છે. ખાસ કરીને કચ્છમાં ટીમ વૃક્ષો હટાવવાની કામગીરીમાં જોડાયુ છે. જુઓ કચ્છથી સીધી તસવીરો.

ફાયરની ટીમે આદેશ અનુસાર ટ્રી કટિંગ અને રેસ્ક્યુ માટે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. કચ્છમાં એનડીઆરએફની ટીમ રેકી માટે બહાર નીકળી છે. નલીયા, લખપત, નખત્રાણા, માંડવી, ગાંધીધામ સહીત વિસ્તારો મા એનડીઆરએફની ટીમ રેકી માટે નીકળી છે. કચ્છમાં ડેપ્યુટ કરવામાં આવેલી ટીમ વિસ્તારની સ્થિતિ જાણવા એનડીઆરએફની ટીમ ફરીને રેકી કરશે.

કચ્છમાં પવનની ગતિ હળવી થતા જ એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોને કાપવાનું શરુ કર્યું છે. એનડીઆરએફ બટાલિયન 6ની ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે. તો નખત્રાણાના મોટા ધાવડા નજીક વૃક્ષો કાપવામાં આવ્યા છે. રસ્તા પર પડેલા વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.

માંડવીમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી માંડવીમાં પણ એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી છે.