જુઓ ગુજરાતમાં વાવાઝોડાએ કેવો વિનાશ સર્જ્યો ! કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન

Share this story

See how the storm caused destruction in Gujarat

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું બિપોરજોય વાવાઝોડું ગઈકાલે રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયું હતું. બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયા બાદ વિનાશક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે.

માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ :

વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં વીજપોલ જમીનદોસ્ત થતા અનેક ગામડાઓમાં રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા ૧૮ કલાકથી વીજળી ગુલ છે.

દ્વારકા જિલ્લામાં ૧૫૦૦થી વધુ વીજપોલ ધરાશાયી :

વાવાઝોડાના લેન્ડફોલ વખતે દ્વારકા જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો. ખંભાળિયામાં વીજપોલ ધરાશાયી થઈને બાઈક પર પડતા બાઈક દબાયું હતું. બિપોરજોય વાવાઝોડાથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે.

જિલ્લામાં ૧૫૦૦થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ૨ પોલ વચ્ચેના તાર તૂટ્યા છે અને ૪૦૦ ટીસીને પણ નુકસાન થયું છે. દરિયાકિનારે આવેલ ગામડાઓના કાચા મકાનોને નુકસાન થયું છે.  જિલ્લામાં PGVCLની ૧૧૭ ટીમ ખડેપગે છે.

દ્વારકામાં વૃક્ષોને વ્યાપક નુકસાન :

દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાથી વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા, ટંકારીયા, નાગેશ્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ટંકારિયામાં નાગેશ્વર મંદિરનું ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે. વાવાઝોડાથી જિલ્લામાં વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે.

કચ્છના અનેક રસ્તાઓ બંધ :

કચ્છમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થયા છે. માતાથી મઢથી ભુજ તરફ જવાનો હાઈવે બંધ થયો છે. વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ થયો છે. ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો :-