Sunday, Jul 13, 2025

બિપોરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, ૯૪૦ ગામડાઓમાં વીજળી ગૂલ, ૨૨ લોકો ઘાયલ

2 Min Read

Biporjoy caused chaos in Gujarat

  • હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય રાત્રે ૨.૩૦ વાગે નલિયાથી ૩૦ કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને ૧૬ જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે.

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય રાત્રે ૨.૩૦ વાગે નલિયાથી ૩૦ કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને ૧૬ જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે. મધરાતે આ ચક્રવાતે ઉત્તર પૂર્વ તરફ મૂવ કર્યું હતું અને જખૌ બંદર, ગુજરાતની નજીક પાકિસ્તાન કાંઠા નજીક સૌરાષ્ટ્ર-કચ્છને પાર કરી ગયું હતું.

આ અગાઉ ગુજરાતના રાહત કમિશનર આલોર પાંડેએ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન જ્યારે કચ્છ પાકિસ્તાનની સરહદને ટચ કરી રહ્યું હતું ત્યારે પવનની ગતિ ૭૮ કિમી પ્રતિ કલાક હતી. અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા ઉખડી જવાથી વીજ પુરવઠો  ખોરવાયો છે. આઈએમડીના પૂર્વાનુમાન મુજબ તોફાન દક્ષિણ રાજસ્થાન પહોંચશે અને ત્યાં વરસાદ પડશે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અલર્ટ કરાયા છે. પૂર આવે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે .

૨૨ લોકો ઘાયલ :

આ સાથે રાહત કમિશનર આલોક શર્માએ એમ પણ કહ્યું કે તોફાનના કારણે લગભગ ૨૨ લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. ૨૩ પશુઓ માર્યા ગયા છે. જ્યારે ૫૪૫ ઝાડ ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે ૯૪૦ ગામોમાં વીજળી નથી.

આ પણ વાંચો :-

 

Share This Article