૮૮ હજાર કરોડની ૫૦૦ની નોટો છપાઈ પણ RBI ને મળી જ નહીં, કોણ ખાઈ ગયું ?

Share this story
  • ભારતીય રિઝર્વ બેંક (RBI) ને ૧૯૯૯-૨૦૧૦ વચ્ચે લોકર્સમાં જમા કરાયેલી એડિશનલ ૩૩૯.૯૫ મિલિયન કરન્સી નોટો મુદ્દે સમસ્યા હતી. જે સરકારી સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસોના આઉટપુટથી વધુ હતી પરંતુ હવે એક સંપૂર્ણ રીતે અલગ મામલો સામે આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ને ૧૯૯૯-૨૦૧૦ વચ્ચે લોકર્સમાં જમા કરાયેલી એડિશનલ ૩૩૯.૯૫ મિલિયન કરન્સી નોટો મુદ્દે  સમસ્યા હતી. જે સરકારી સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસોના આઉટપુટથી વધુ હતી પરંતુ હવે એક સંપૂર્ણ રીતે અલગ મામલો સામે આવ્યો છે. ટંકશાળોએ નવી ડિઝાઈન કરેલી 500 રૂપિયાની ૮૮૧૦.૬૫ મિલિયન નોટ ઈશ્યું કરી પરંતુ આરબીઆઈને ફક્ત ૭૨૬૦ મિલિયન નોટ મળી. મિસિંગ નોટોની કિંમત ૮૮,૦૩૨.૦૫ કરોડ રૂપિયા છે.

રહસ્યમય રીતે ગાયબ થઈ ૫૦૦ રૂપિયાની નોટો :

ધ ફ્રીસ પ્રેસ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ કોઈને ખબર નથી કે રહસ્યમય રીતે ગાયબ થયેલી ૧૭૬૦.૬૫ મિલિયન ૫૦૦ રૂપિયાની નોટ  ક્યાં છે. જેમાં એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬ સુધી નાસિક મિન્ટમાં છપાયેલી ૨૧૦ મિલિયન નોટ સામેલ છે. ગાયબ થનારી નોટોની કિંમત ૮૮,૦૩૨.૦૫ કરોડ રૂપિયા છે. વારંવાર પ્રયત્નો કરવા છતાં ભારતીય રિઝર્વ બેંકના પ્રવક્તાએ રિઝર્વ  બેંક વોલ્ટથી ગાયબ થનારી નોટો પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

અહીં થાય છે નોટનું છાપકામ :

ભારત અધિકૃત નોટનું છાપકામ ૩ સરકારી મિન્ટો- ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ (પી) લિમિટેડ, બેંગ્લુરુ, કરન્સી નોટ પ્રેસ નાસિક, અને બેંક નોટ પ્રેસ દેવાસમાં થાય છે અને  તેમને ભારતીય રિઝર્વ બેંક વોલ્ટમાં મોકલે છે. જે ભારતીય અર્થવ્યવસ્થામાં આગળના વિતરણ માટે હોય છે.

RTI થી થયો ખુલાસો :

RTIના ડેટા અધિકાર હેઠળ જાણકારી મેળવવામાં આવી જે એક્ટિવિસ્ટ મનોરંજન રોયે મેળવી. નાસિક કરન્સી નોટ પ્રેસ દ્વારા ૩૭૫.૪૫૦ મિલિયનની નવી ડિઝાઈન કરાયેલી ૫૦૦ રૂપિયાની નોટ  છાપવામાં આવી પરંતુ રિઝર્વ બેંકના રેકોર્ડમાં ફક્ત ૩૪૫.૦૦૦ મિલિયન નોટ જ મળી છે. જે એપ્રિલ ૨૦૧૫ થી ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં છાપવામાં આવી હતી. ગત મહિને એક અન્ય આરટીઆઈના ઉત્તરમાં નાસિક કરન્સી નોટ પ્રેસે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૧૫-૨૦૧૬ (એપ્રિલ ૨૦૧૫-માર્ચ ૨૦૧૬) માટે ૨૧૦ મિલિયન રૂપિયાની ૫૦૦ નોટ આરબીઆઈને આપૂર્તિ કરાઈ હતી તે સમયે રઘુરામ રાજન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા.

આ પણ વાંચો :-