- હજુ તો બિપોરજોય વાવાઝોડાની અસરમાંથી ગુજરાત મુક્ત નથી થયું ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં દરગાહનું ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા. ગેરકાયદે બનેલી ડિમોલિશનની નોટિસ મળતા ટોળું બેકાબૂ બન્યું.
હજુ તો બિપોરજોય વાવાઝોડાની અસરમાંથી ગુજરાત મુક્ત નથી થયું ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં દરગાહનું ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા. ગેરકાયદે બનેલી ડિમોલિશનની નોટિસ મળતા ટોળું બેકાબૂ બન્યું. પોલીસે તોફાનની આશંકા સાથે પહેલા જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે રોષે ભરાયેલા ટોળાએ હિંસા અને તોફાન કરી એસટીના કાચ તોડયાં. આ સાથે બેકાબૂ બનેલા ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો.
પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત :
પથ્થરમારાના કારણે પાંચ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. 1 DySP, 4 PI સહિતના પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. ખાનગી વાહનો ઉપર પણ ટોળાએ પથ્થરમારો કર્યો. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડયાં. આ મામલે પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
અત્રે જણાવવાનું કે મજેવડી દરવાજા ખાતે થયેલા પથ્થરમારા મામલે વધુ વિગતો જોઈએ તો જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ડિમોલીશન નોટિસ અપાયા બાદ ટોળું એકઠું થયું હતું. મનપા દ્વારા દબાણ દૂર કરવા માટે નોટિસ અપાઈ હતી. ત્યારબાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. રાતે 174 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
ઘર્ષણ બાદ કાર્યવાહી :
આ ઘર્ષણ બાદ પોલીસ પણ હવે આકરા પાણીએ છે તોફાન કરનાર લોકોને કાયદાનું ભાન કરાવ્યું છે અને કાયદો હાથમાં લેનારાને પાઠ ભણાવ્યો છે. તમામ લોકો સામે કડક કલમો લગાવવામાં આવશે. રાઉન્ડ અપ કરેલા લોકોની ગેરકાયદે નિર્માણ કે સંપતિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે રસ્તા પર ગેરરકાયદેસર દરગાહ અંગે નોટિસ હતી જેને 5 દિવસમાં ખાલી કરવાનું કહેવાયું હતું.
શું છે મામલો :
જૂનાગઢ મહાનગર પાલિકા તરફથી ગેરકાયદેસર નિર્માણ બદલ નોટિસ અપાઈ હતી. 14 જૂન 2023ના રોજ નોટિસ મોકલવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે ધાર્મિક સ્થળ બનાવવા બદલ પાલિકાએ નોટિસ આપી હતી. ધાર્મિક સ્થળ હટાવવાની નોટિસ વચ્ચે જૂનાગઢના સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ધર્ષણ થયું.
આ પણ વાંચો :-