એક જ દિવસમાં વાવાઝોડાએ તબાહી મચાવી, શુક્રવારે વરસેલા વરસાદના આંકડા આવી ગયા

Share this story

As the storm wreaked havoc

  • Gujarat Weather Forecast : ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 તાલુકામાં વરસાદ પડયો. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં સાડા 9 ઈંચ વરસાદ ખાબક્યો અને અંજારમાં 8 ઈંચ વરસાદ વરસ્યો.

બિપોરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાત્રે 11.30 વાગ્યે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું હતું. જો કે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદ પડી શકે છે. પરંતુ તે પહેલા શુક્રવારે પડેલા વરસાદનો રિપોર્ટ આવી ગયો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે. કચ્છના ચાર તાલુકામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોઁધાયો. તો સૌથી વધુ વરસાદ કચ્છના અંજાર અને માંડવીમાં 9 ઈંચ વરસ્યો છે. કચ્છના ભચાઉ, ભુજ અને મુન્દ્રામાં 8 ઈંચ કરતાં વધારે વરસાદ પડયો. કચ્છના જ રાપરમાં પોણા આઠ ઇંચ વરસાદ અને નખત્રાણામાં 7 ઇંચ વરસાદ રહ્યો.

હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 19 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો. રાજ્યના 37 તાલુકામાં ત્રણ ઈંચ કરતાં વધારે વરસાદ રહ્યો. રાજ્યના 58 તાલુકામાં બે ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તેમજ રાજ્યના 103 તાલુકામાં એક ઈંચ કરતાં વધારે વરસાદ ચોપેડે રેકોર્ડ થયો.

તો મધ્ય ગુજરાતમાં બિપોરજોય વાવઝોડાની ગઈકાલે વડોદરામાં આખો દિવસ અસર રહી. આખો દિવસ 80 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જેમાં 73 ઝાડ અને એક મકાન દીવાલ ધરાશાઈ થઈ હતી. બે દિવસમાં MGVCLના 260 થાંભલા ધરાશાયી થયા. તો 48 ગામોમાં વીજળી ડૂલ થઈ હતી. દિવાલ ધસી પડવાથી એક મહિલાનું મોત થયું છે. તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો :-