Home Blog Page 1056

એશિયા કપથી આવ્યા મોટા ખબર, ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ…

0

Big news from Asia Cup 

  • એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખબર એશિયા કપ અંગે જ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરાઈ છે.

ભારત – પાકિસ્તાન મેચ રદ્દ થઈ :

હોંગકોંગમાં (Hong Kong) ચાલી રહેલા વિમેન એમર્જિંગ એશિયા કપથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત-એ અને પાકિસ્તાન-એ વચ્ચે રમાનારી મેચ રદ્દ કરાઈ છે. આ મેચ શનિવારે 17 જૂનના રોજ બપોરે 1.30 વાગે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાઈ શક્યો નહીં અને મેચ રદ્દ કરવી પડી. બીસીસીઆઈ વિમેને પોતે આ અંગે ટવીટ કરીને જાણકારી આપી.

સેમીફાઈનલમાં પહોંચી ટીમ :

ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક જ મેચ રમી છે. જ્યારે બે મેચ વરસાદના કારણે રમાઈ નથી. મેજબાન હોંગકોંગ વિરુદધ રમાયેલી પહેલી મેચમાં ભારતે 9 વિકેટથી જીત મેળવીને ટુર્નામેન્ટમાં જીતથી શરૂઆત કરી હતી. ત્યારબાદ નેપાળ અને હવે પાકિસ્તાન સામે રમાનારી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. અત્રે જણાવવાનું કે આ છેલ્લી લીગ સ્ટેજ મેચ હતી. ટીમ ઈન્ડિયાએ 4 અંક સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.

આ ટીમો વચ્ચે ખિતાબ જીતવા માટે જંગ :

આ ટુર્નામેન્ટની ખિતાબી મેચ 21 જૂનના રોજ રમાશે. ગ્રુપ એ માં ભારત અને પાકિસ્તાનની ટીમ ટોપ-2માં છે. જ્યારે ગ્રુપ-2માં બાંગ્લાદેશ અને શ્રીલંકાએ ટોપ-2નમાં જગ્યા બનાવી છે. હવે ભારતનો મુકાબલો સેમીફાઈનલમાં ગ્રુપ-બીની બીજા નંબરની ટીમ શ્રીલંકા સાથે થશે.

જ્યારે પાકિસ્તાન ગ્રુપ-બીની નંબર 1 ટીમ બાંગ્લાદેશ સામે રમશે. આ બંને મેચમાંથી જે ટીમો જીતશે તે ફાઈનલમાં આમને સામને ટકરાશે. આવામાં ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલનું મોટું અનુમાન, આ તારીખ પછી રાજ્યની કેટલીક નદીઓમાં થશે પૂર જેવી

0

Ambalal Patel’s big prediction 

  • અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટક્યું હતું. ભારે પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણું નુકસાન થયું છે. હવે બિપોરજોય વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે હવે પવનની ગતિ ઘટી છે.

ગુજરાત (Gujarat) બાદ બિપોરજોય વાવાઝોડની અસર હવે ઉત્તર ભારતમાં જોવા મળશે. ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું મોટું અનુમાન સામે આવ્યું છે. 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. વાવાઝોડા બાદ હવે ચોમાસું ગતિ પકડવાની પણ તેમણે આગાહી કરી છે.

સાથે જ તેમણે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ થવાનું જણાવ્યું છે. ગુજરાતમાં ચોમાસું એક સપ્તાહ જેટલું મોડું બેસવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે. 25થી 27 તારીખે ગુજરાતમાં ચોમાસું બેસશે.

27થી 30 તારીખે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ થવાની આગાહી પણ કરી છે. રાજ્યની દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવશે અને પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.

આ પણ વાંચો :-

એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ, ઢીચણ સમાં પાણી ભરાયા, જુઓ તસ્વીરો

0
  • ધોધમાર વરસાદને કારણે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો. પાટણના ચારણકામાં બનેલા સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સુધી ભરાયા પાણી. કરોડોના નુકસાનનો અંદાજ.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં (North Gujarat) હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પાટણમાં પણ વરસાદથી તારાજી સર્જાઈ છે. આવામાં સાંતલપુર, રાધનપુર (Radhanpur) તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ (Solar plant) બેટમાં ફેરવાયો છે.

સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ચારણકા ભેલ કંપની ૧૫ મેગા વોલ્ટ માં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં તાં સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાની નુકસાની થવાનો અંદાજ છે.

પાટણ શહેર સહીત જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે દિવસ થી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે. જેને લઈ જન જીવન પ્રભાવિત બનવા પામ્યું છે. સતત વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. તો પાટણ માં વરસાદને લઈ ખાલકશા પીર વિસ્તારના નીચાણવાળો હોવાથી પાણી ભરાઈ જતા આ વિસ્તારની 20 થી વધુ સોસાયટીના લોકો ને અવર જવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે.

આ પણ વાંચો :-

 

 

 

સુરતમાં ભારે પવનથી છત પરથી પાણીની ટાંકી રાહદારીની માથે ધડામ દઈને પડી

0

In Surat, a water tank fell from the roof  

  • સુરત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. તેમ છતાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે પતરા ઉડવાની સાથે સાથે મકાનની છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ પણ ફંગોળાઈને નીચે પડી.

ભેસ્તાન (Bhestan) વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા યુવક પર પાણીની ખાલી ટાંકી પડતાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ (Hospital) લઈ જવાયો હતો.

યુવકને ઈજા બાળકી બચી ગઈ :

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે.. આ કહેવત એક બાળકી માટે ચરિતાર્થ થઈ હતી. બાળકી અને યુવક સામ સામે રસ્તા પરથી ચાલ્યા જતાં હતાં. એ દરમિયાન જ ભસ્તાન આવાસની ટેરેસ પર રહેલી પાણીની ખાલી ટાંકી ઉપરથી જાણે આફત આવી રહી હોય તે રીતે યુવકના માથા પર પડી હતી. જ્યારે બાળકી થોડી આગળ જતી રહી હોવાથી તે બચી ગઈ હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ :

શુક્રવારે સાંજે સર્જાયેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં કેસરી કલરનો શર્ટ પહેરેલો યુવક શાંતિથી ચાલ્યો હતો. તે દરમિયાન ભારે પવનના કારણે ટેરેસ પરથી પાણીની ખાલી ટાંકી ધડામ દઈને યુવકના માથા પર પડી હતી. જેથી યુવક ત્યાં જ પાણીના ટાંકા નીચે પડી ગયો હતો. બાદમાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ પણ વાંચો :-

વિરાટની નવી ઘડિયાળ પર અટકી ગઈ સૌની નજર, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ !

0

Everyone’s eyes are stuck on Virat’s new watch 

  • વિરાટ કોહલી પોતાના લુક અને સ્ટાઈલને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. વિરાટ કોહલી પાસે સૌથી મોંઘી ઘડિયાળોનું કલેક્શન છે. આ ઘડિયાળોની કિંમત લાખોમાં છે. વિરાટ કોહલી હવે બીજી એક લેટેસ્ટ લક્ઝરી ઘડિયાળ પહેરીને જોવા મળ્યો.

વિરાટ કોહલીએ (Virat Kohli) હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં વિરાટ સેન્ટોસ ડી કાર્ટીયર ગ્રીન ડાયલ ઘડિયાળ (Santos de Cartier Green Dial Watch) પહેરેલો જોવા મળ્યો.

વિરાટ કોહલીએ પહેરેલી ઘડિયાળની કિંમત લગભગ 7,95,000 રૂપિયા છે. આ પહેલા વિરાટ કોહલી પાટેક ફિલિપ નોટિલસ ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો. તેની કિંમત લગભગ 57 લાખ રૂપિયા હતી.

વિરાટ કોહલી પાસે બ્લેક ડાયલ Daytona ઘડિયાળ પણ છે. જેની કિંમત 20 લાખ રૂપિયા છે. વિરાટ પાસે Patek Philippe Aquanaut ઘડિયાળ છે. જેની બજારમાં કિંમત 30 થી 35 લાખ રૂપિયા છે.

વિરાટ કોહલીના ઘડિયાળના કલેક્શનમાં Rolex DayDate 40 પણ સામેલ છે. આ ઘડિયાળની કિંમત લગભગ 27 લાખ રૂપિયા છે. વિરાટ કોહલી હાલમાં લાંબા બ્રેક પર છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં એક્શનમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

૮૮ હજાર કરોડની ૫૦૦ની નોટો છપાઈ પણ RBI ને મળી જ નહીં, કોણ ખાઈ ગયું ?

0
  • ભારતીય રિઝર્વ બેંક (RBI) ને ૧૯૯૯-૨૦૧૦ વચ્ચે લોકર્સમાં જમા કરાયેલી એડિશનલ ૩૩૯.૯૫ મિલિયન કરન્સી નોટો મુદ્દે સમસ્યા હતી. જે સરકારી સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસોના આઉટપુટથી વધુ હતી પરંતુ હવે એક સંપૂર્ણ રીતે અલગ મામલો સામે આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ને ૧૯૯૯-૨૦૧૦ વચ્ચે લોકર્સમાં જમા કરાયેલી એડિશનલ ૩૩૯.૯૫ મિલિયન કરન્સી નોટો મુદ્દે  સમસ્યા હતી. જે સરકારી સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસોના આઉટપુટથી વધુ હતી પરંતુ હવે એક સંપૂર્ણ રીતે અલગ મામલો સામે આવ્યો છે. ટંકશાળોએ નવી ડિઝાઈન કરેલી 500 રૂપિયાની ૮૮૧૦.૬૫ મિલિયન નોટ ઈશ્યું કરી પરંતુ આરબીઆઈને ફક્ત ૭૨૬૦ મિલિયન નોટ મળી. મિસિંગ નોટોની કિંમત ૮૮,૦૩૨.૦૫ કરોડ રૂપિયા છે.

રહસ્યમય રીતે ગાયબ થઈ ૫૦૦ રૂપિયાની નોટો :

ધ ફ્રીસ પ્રેસ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ કોઈને ખબર નથી કે રહસ્યમય રીતે ગાયબ થયેલી ૧૭૬૦.૬૫ મિલિયન ૫૦૦ રૂપિયાની નોટ  ક્યાં છે. જેમાં એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬ સુધી નાસિક મિન્ટમાં છપાયેલી ૨૧૦ મિલિયન નોટ સામેલ છે. ગાયબ થનારી નોટોની કિંમત ૮૮,૦૩૨.૦૫ કરોડ રૂપિયા છે. વારંવાર પ્રયત્નો કરવા છતાં ભારતીય રિઝર્વ બેંકના પ્રવક્તાએ રિઝર્વ  બેંક વોલ્ટથી ગાયબ થનારી નોટો પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

અહીં થાય છે નોટનું છાપકામ :

ભારત અધિકૃત નોટનું છાપકામ ૩ સરકારી મિન્ટો- ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ (પી) લિમિટેડ, બેંગ્લુરુ, કરન્સી નોટ પ્રેસ નાસિક, અને બેંક નોટ પ્રેસ દેવાસમાં થાય છે અને  તેમને ભારતીય રિઝર્વ બેંક વોલ્ટમાં મોકલે છે. જે ભારતીય અર્થવ્યવસ્થામાં આગળના વિતરણ માટે હોય છે.

RTI થી થયો ખુલાસો :

RTIના ડેટા અધિકાર હેઠળ જાણકારી મેળવવામાં આવી જે એક્ટિવિસ્ટ મનોરંજન રોયે મેળવી. નાસિક કરન્સી નોટ પ્રેસ દ્વારા ૩૭૫.૪૫૦ મિલિયનની નવી ડિઝાઈન કરાયેલી ૫૦૦ રૂપિયાની નોટ  છાપવામાં આવી પરંતુ રિઝર્વ બેંકના રેકોર્ડમાં ફક્ત ૩૪૫.૦૦૦ મિલિયન નોટ જ મળી છે. જે એપ્રિલ ૨૦૧૫ થી ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં છાપવામાં આવી હતી. ગત મહિને એક અન્ય આરટીઆઈના ઉત્તરમાં નાસિક કરન્સી નોટ પ્રેસે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૧૫-૨૦૧૬ (એપ્રિલ ૨૦૧૫-માર્ચ ૨૦૧૬) માટે ૨૧૦ મિલિયન રૂપિયાની ૫૦૦ નોટ આરબીઆઈને આપૂર્તિ કરાઈ હતી તે સમયે રઘુરામ રાજન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા.

આ પણ વાંચો :-

 

બનાસકાંઠામાં આભ ફાટ્યું, વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાત પર આવ્યું મોટું સંકટ

0

The aura burst in Banaskantha 

  • વાવાઝોડું પસાર થઈ ગયા બાદ પણ વરસાદી સંકટ યથાવત. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે રહેશે ભારે વરસાદ

વાવાઝોડું જતુ રહ્યું છે એવુ નથી. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હજી પણ યથાવત છે. કચ્છ બાદ હવે બિપોરજોય વાવાઝોડાનો કહેર ઉત્તર ગુજરાત પર વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આખુ ગુજરાત હાલ વરસાદના બાનમાં છે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં હાલ વરસાદ જ વરસાદ છે. ખાસ કરીને બનાસકાંઠાની સ્થિતિ વણસી. રાતભર પડેલા વરસાદથી આખું બનાસકાંઠા જળબંબાકાર બન્યુ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તો ભારે તારાજી સર્જાઈ છે. બનાસકાંઠામાં આજે આખો દિવસ ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાત્રિથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ થયા છે તો પાલનપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી ભરાતા અમદાવાદથી પાલનપુર થઈને આબુરોડ જવાનો રસ્તો બ્લોક કરાયો છે અને આબુરોડ જતા વાહનોનું પાલનપુર થી ચંડીસર અને ત્યાંથી વાઘરોણ થઈને ચિત્રાસણી થઈ આબુરોડ તરફ ડાયવજન અપાયું છે.

આબુરોડથી અમદાવાદ તરફ આવતા માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો આ રસ્તે આવવાનું ટાળી રહ્યા છે તો નેશનલ હાઈવે ઉપર ખાડા પડી જતા એક કાર પાણીમાં ફસાઈ હતી.

જોકે કાર ચાલક અને સ્થાનિક લોકોએ અનેક પ્રયત્નો કર્યા છતાં કાર બહાર ન નીકળતા ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા જોકે  હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને હજુ વધુ વરસાદ પડે તો જનજીવન ઉપર ભારે અસર પડી શકે છે.

આ પણ વાંચો :-

વાવાઝોડાની દહેશત વચ્ચે અચાનક જુનાગઢમાં શું થયું ? DySP સહિત અનેક પોલીસકર્મી ઘાયલ

0
  • હજુ તો બિપોરજોય વાવાઝોડાની અસરમાંથી ગુજરાત મુક્ત નથી થયું ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં દરગાહનું ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા. ગેરકાયદે બનેલી ડિમોલિશનની નોટિસ મળતા ટોળું બેકાબૂ બન્યું.

હજુ તો બિપોરજોય વાવાઝોડાની અસરમાંથી ગુજરાત મુક્ત નથી થયું ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં દરગાહનું ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા. ગેરકાયદે બનેલી ડિમોલિશનની નોટિસ મળતા ટોળું બેકાબૂ બન્યું. પોલીસે તોફાનની આશંકા સાથે પહેલા જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે રોષે ભરાયેલા ટોળાએ હિંસા અને તોફાન કરી એસટીના કાચ તોડયાં. આ સાથે  બેકાબૂ બનેલા ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો.

પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત :

પથ્થરમારાના કારણે પાંચ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. 1 DySP, 4 PI સહિતના પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. ખાનગી વાહનો ઉપર પણ ટોળાએ પથ્થરમારો કર્યો. ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડયાં. આ મામલે પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.

અત્રે જણાવવાનું કે મજેવડી દરવાજા ખાતે થયેલા પથ્થરમારા મામલે વધુ વિગતો જોઈએ તો જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ડિમોલીશન નોટિસ અપાયા બાદ ટોળું એકઠું થયું હતું. મનપા દ્વારા દબાણ દૂર કરવા માટે નોટિસ અપાઈ હતી. ત્યારબાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. રાતે 174 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ઘર્ષણ બાદ કાર્યવાહી :

આ ઘર્ષણ બાદ પોલીસ પણ હવે આકરા પાણીએ છે તોફાન કરનાર લોકોને કાયદાનું ભાન કરાવ્યું છે અને કાયદો હાથમાં લેનારાને પાઠ ભણાવ્યો છે. તમામ લોકો સામે કડક કલમો લગાવવામાં આવશે. રાઉન્ડ અપ કરેલા લોકોની ગેરકાયદે નિર્માણ કે સંપતિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે રસ્તા પર ગેરરકાયદેસર દરગાહ અંગે નોટિસ હતી જેને 5 દિવસમાં ખાલી કરવાનું કહેવાયું હતું.

શું છે મામલો :

જૂનાગઢ મહાનગર પાલિકા તરફથી ગેરકાયદેસર નિર્માણ બદલ નોટિસ અપાઈ હતી. 14 જૂન 2023ના રોજ નોટિસ મોકલવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે ધાર્મિક સ્થળ બનાવવા બદલ પાલિકાએ નોટિસ આપી હતી. ધાર્મિક સ્થળ હટાવવાની નોટિસ વચ્ચે જૂનાગઢના સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ધર્ષણ થયું.

આ પણ વાંચો :-

એક જ દિવસમાં વાવાઝોડાએ તબાહી મચાવી, શુક્રવારે વરસેલા વરસાદના આંકડા આવી ગયા

0

As the storm wreaked havoc

  • Gujarat Weather Forecast : ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 તાલુકામાં વરસાદ પડયો. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં સાડા 9 ઈંચ વરસાદ ખાબક્યો અને અંજારમાં 8 ઈંચ વરસાદ વરસ્યો.

બિપોરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાત્રે 11.30 વાગ્યે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું હતું. જો કે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદ પડી શકે છે. પરંતુ તે પહેલા શુક્રવારે પડેલા વરસાદનો રિપોર્ટ આવી ગયો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે. કચ્છના ચાર તાલુકામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોઁધાયો. તો સૌથી વધુ વરસાદ કચ્છના અંજાર અને માંડવીમાં 9 ઈંચ વરસ્યો છે. કચ્છના ભચાઉ, ભુજ અને મુન્દ્રામાં 8 ઈંચ કરતાં વધારે વરસાદ પડયો. કચ્છના જ રાપરમાં પોણા આઠ ઇંચ વરસાદ અને નખત્રાણામાં 7 ઇંચ વરસાદ રહ્યો.

હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 19 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો. રાજ્યના 37 તાલુકામાં ત્રણ ઈંચ કરતાં વધારે વરસાદ રહ્યો. રાજ્યના 58 તાલુકામાં બે ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તેમજ રાજ્યના 103 તાલુકામાં એક ઈંચ કરતાં વધારે વરસાદ ચોપેડે રેકોર્ડ થયો.

તો મધ્ય ગુજરાતમાં બિપોરજોય વાવઝોડાની ગઈકાલે વડોદરામાં આખો દિવસ અસર રહી. આખો દિવસ 80 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જેમાં 73 ઝાડ અને એક મકાન દીવાલ ધરાશાઈ થઈ હતી. બે દિવસમાં MGVCLના 260 થાંભલા ધરાશાયી થયા. તો 48 ગામોમાં વીજળી ડૂલ થઈ હતી. દિવાલ ધસી પડવાથી એક મહિલાનું મોત થયું છે. તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો :-

આદિપુરુષ ફિલ્મ ફરી વિવાદમાં, ડાયલોગ્સ સાંભળી ભડક્યા લોકો..

Adipurush film in controversy again

  • ફિલ્મ રિલીઝ થયાની સાથે જ લોકોની ઉત્સુકતા ગુસ્સામાં બદલી ગઈ. પ્રભાસના ચાહકો પણ ફિલ્મ જોઈને નાખુશ જોવા મળ્યા. અભિનયની દ્રષ્ટિએ ફિલ્મ કદાચ લોકોને સારી પણ લાગે પરંતુ ફિલ્મના ડાયલોગે બાજી બગાડી દીધી.

આદિપુરુષ ફિલ્મને (Adipurush movie) લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. પરંતુ તેમ છતાં ફિલ્મ ચાહકોને ફિલ્મથી ઘણી બધી આશાઓ હતી. ખાસ કરીને પ્રભાસને શ્રીરામના (Shree Ram) પાત્રમાં જોવા માટે લોકો ઉત્સુક હતા. પરંતુ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ લોકોની ઉત્સુકતા ગુસ્સામાં બદલી ગઈ. પ્રભાસના ચાહકો પણ ફિલ્મ જોઈને નાખુશ જોવા મળ્યા. અભિનયની દ્રષ્ટિએ ફિલ્મ કદાચ લોકોને સારી પણ લાગે પરંતુ ફિલ્મના ડાયલોગે બાજી બગાડી દીધી.

ફિલ્મ રિલીઝ થયાની સાથે જ દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની અને ફિલ્મમાંથી કેટલાક આપત્તિજનક દ્રશ્યો દૂર કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી છે. ફિલ્મ વિરુદ્ધમાં અરજી હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે ફળના પાત્ર મહાકાવ્ય રામાયણમાં વર્ણિત પાત્રો કરતાં સાવ અલગ છે. સાથે જ તેમને સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે નિર્ણયને પણ પડકાર્યો છે.

જનહિતની અરજી કરી ગુપ્તાએ ફિલ્મ પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે ફિલ્મમાં ધાર્મિક ચરિત્રોને ખોટી રીતે અને અનુચિત રીતે દેખાડવામાં આવ્યા છે જેના કારણે હિન્દુ સમુદાયની ભાવના આહત થઈ છે. તેમણે કહ્યું છે કે ફિલ્મોમાં જે રીતે રામ સીતા હનુમાન અને રાવણના પાત્રને દેખાડવામાં આવ્યા છે તે મહર્ષિ વાલ્મિકી અને સંત તુલસીદાસ રચિત મહાકાવ્યના પાત્રોથી વિરુદ્ધ છે.

ફિલ્મમાં રાવણ અને હનુમાનના પાત્રનું ચિત્રણ પણ ભારતીય સંસ્કૃતિથી વિપરીત છે. ફિલ્મ રાવણને દાઢી સાથે દેખાડવામાં આવ્યો છે જે તદ્દન ખોટું છે. રાવણ બ્રાહ્મણ હતો અને તેને ફિલ્મમાં ખોટી રીતે અને ભયાનક રૂપમાં દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના ડાયલોગ પણ મહાકાવ્ય રામાયણના પાત્રોને શોભે તેવા નથી. આ બાબતોને લઈને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-