એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ, ઢીચણ સમાં પાણી ભરાયા, જુઓ તસ્વીરો

Share this story
  • ધોધમાર વરસાદને કારણે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો. પાટણના ચારણકામાં બનેલા સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સુધી ભરાયા પાણી. કરોડોના નુકસાનનો અંદાજ.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં (North Gujarat) હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પાટણમાં પણ વરસાદથી તારાજી સર્જાઈ છે. આવામાં સાંતલપુર, રાધનપુર (Radhanpur) તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ (Solar plant) બેટમાં ફેરવાયો છે.

સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ચારણકા ભેલ કંપની ૧૫ મેગા વોલ્ટ માં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં તાં સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાની નુકસાની થવાનો અંદાજ છે.

પાટણ શહેર સહીત જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે દિવસ થી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે. જેને લઈ જન જીવન પ્રભાવિત બનવા પામ્યું છે. સતત વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. તો પાટણ માં વરસાદને લઈ ખાલકશા પીર વિસ્તારના નીચાણવાળો હોવાથી પાણી ભરાઈ જતા આ વિસ્તારની 20 થી વધુ સોસાયટીના લોકો ને અવર જવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે.

આ પણ વાંચો :-