In Surat, a water tank fell from the roof
- સુરત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. તેમ છતાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે પતરા ઉડવાની સાથે સાથે મકાનની છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ પણ ફંગોળાઈને નીચે પડી.
ભેસ્તાન (Bhestan) વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા યુવક પર પાણીની ખાલી ટાંકી પડતાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ (Hospital) લઈ જવાયો હતો.
યુવકને ઈજા બાળકી બચી ગઈ :
કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે.. આ કહેવત એક બાળકી માટે ચરિતાર્થ થઈ હતી. બાળકી અને યુવક સામ સામે રસ્તા પરથી ચાલ્યા જતાં હતાં. એ દરમિયાન જ ભસ્તાન આવાસની ટેરેસ પર રહેલી પાણીની ખાલી ટાંકી ઉપરથી જાણે આફત આવી રહી હોય તે રીતે યુવકના માથા પર પડી હતી. જ્યારે બાળકી થોડી આગળ જતી રહી હોવાથી તે બચી ગઈ હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ :
શુક્રવારે સાંજે સર્જાયેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં કેસરી કલરનો શર્ટ પહેરેલો યુવક શાંતિથી ચાલ્યો હતો. તે દરમિયાન ભારે પવનના કારણે ટેરેસ પરથી પાણીની ખાલી ટાંકી ધડામ દઈને યુવકના માથા પર પડી હતી. જેથી યુવક ત્યાં જ પાણીના ટાંકા નીચે પડી ગયો હતો. બાદમાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ પણ વાંચો :-