- આ કંપનીની 7 સીટર કારના વેચાણમાં 184 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ કાર લુક અને ફીચર્સની દ્રષ્ટિએ ફોર્ચ્યુનરથી પણ સારી માનવામાં આવે છે અને માર્કેટમાં ધૂમ મચાવી રહી છે.
ટોયોટા કિર્લોસ્કર મોટર માટે મે 2023 વેચાણના મામલે શાનદાર મહિનો રહ્યો. આ કાર નિર્માતા કંપનીએ ગત માસમાં 19,379 એકમોનું વેચાણ કર્યું. સાથે જ વાર્ષિક ગ્રોથ 89. 6 ટકા નોંધાવ્યો છે. આ કંપનીની 7 સીટર કારના વેચાણમાં 184 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ કાર લુક અને ફીચર્સની દ્રષ્ટિએ ફોર્ચ્યુનરથી પણ સારી માનવામાં આવે છે.
Crysta અને HyCross :
કંપનીએ થોડા સમય પહેલા જ ઈનોવાના બે નવા વેરિયંટ Crysta અને HyCross લોન્ચ કર્યા હતા. જૂની ક્રિસ્ટાને કંપની બંધ કરી ચુકી છે. ગત મહિનામાં ક્રિસ્ટાના નવા વેરિંયટના 7,776 એકમોનું વેચાણ થયું હતું. જ્યારે મે 2022માં 2737 એકમો જ વેંચાયા હતા. આ રીતે આ વર્ષમાં ક્રિસ્ટાની સેલમાં 184 ટકાનો ઉછાળો આવ્યો છે. આ કાર 7 અને 8 સીટરના ઓપ્શનમાં આવે છે.
ઈનોવા હાઈક્રોસની વાત કરીએ તો તેની કિંમત 18.55 લાખથી શરુ થાય છે અને 29.99 લાખ રુપિયા સુધી છે. જ્યારે ઈનોવા ક્રિસ્ટાની કિંમત 19.99 લાખ રુપિયાથી 23.43 લાખ રુપિયા સુધી જાય છે.
Toyota Glanza :
કંપનની પ્રીમિયમ હેચબેક કાર Glanza બીજા ક્રમે આવે છે. આ કારના 5,179 એકમોનું વેચાણ ગત મહિનામાં થયું હતું. આ કારના વેચાણમાં પણ 75 ટકાનો ઉછાળો આવ્યો છે.
Toyota Hyryder :
કંપનની આ મિડ સાઈઝ એસયૂવી જે મારુતિ ગ્રેંડ વિટારા પર આધારિત છે તેના 3000 એકમોનું વેચાણ ગત માસમાં થયું હતું.
આ પણ વાંચો :-