19 June / Be careful in speech
મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યાગ્ય રીતે થાય. દાંમ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી, ધંધામાં પ્રગિત.
વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ, સ્થાપર-જંગમ મિલકતથી લાભ. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું, લીવરની સમસ્યાથી સાચવવું.
મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.
કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દાંમ્પયત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.
સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.
કન્યાઃ
મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરાફેર શકય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.
તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.
વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ- બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.
ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજીંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલક્તના ખરીદ-વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.
મકરઃ
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.
કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.
મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.