કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું ! આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો

Share this story
  • નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવો ચાર્જ સંભાળવાના હતા. પરંતુ બાદમાં તે કેન્સલ કરાયુ હતું.

જેમાં તેઓએ એવુ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનો સોમવારે 18 જુનના રોજ જન્મદિવસ હોઈ તેઓ આ દિવસે જ ચાર્જ લેશે. પરંતુ હવે શક્તિસિંહ ગોહિલના રવિવારે  ચાર્જ ન લેવાની સાચી માહિતી સામે આવી ગઈ છે. કોંગ્રેસે અહી પણ કાચુ કાપ્યુ હતું. ગાંધી આશ્રમથી નીકળ્યા બાદ ખબર પડી કે આજે તો અમાસ છે. તેથી છેલ્લી ઘડીએ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદનો ચાર્જ લેવાનું ટાળ્યુ હતું.

ગુજરાત કોંગ્રેસ પ્લાનિંગ કરવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. આ જ કારણ છે કે, તે લોકોની વચ્ચે જગ્યા બનાવવામાં ફેલ ગયુ છે. વિધાનસભા મોરચે ફેલ ગયા બાદ હવે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવાના હતા. આ માટે રંગેચંગે પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રા તો નીકળી. પરંતુ શક્તિસિંહ ગોહિલે ચાર્જ ન સંભાળ્યો. તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વાત કહી હતી. પરંતુ બાદમાં સામે આવ્યું કે અમાસ હોવાથી શક્તિસિંહ ગોહિલે પદભાર ન સંભાળ્યો.

બધાને જ આશ્ચર્ય લાગ્યુ હતું કે પદયાત્રા બાદ શક્તિસિંહે ચાર્જ કેમ ન સંભાળ્યો. અચાનક કેમ જાહેરાત કરવામાં આવી કે, તેઓ આજે ચાર્જ નહિ સંભાળા. પરંતુ પદયાત્રા કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પહોંચેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને અચાનક જાણ થઈ કે આજે અમાસ છે. આ કારણોસર તેઓએ છેલ્લી ઘડીએ ચાર્જ લેવાનુ ટાળ્યુ હતું. આજે તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :-