Home Blog Page 1054

દિવસે નહીં પણ ભારતમાં અહીં રાતે આવે છે ફરવાની મજા !

0
  • આ સ્થળો ચાંદની રાતમાં ખીલી જાય છે. એક વાખત અવશ્ય મુલાકાત લો. અહીં નાઈટ આઉટના શોખીન પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. અહીંનો રાત્રિનો નજારો અહીંના આહલાદક મૌસમની મજા માણવા માટે સહેલાણીઓ દોડી આવે છે.

હરવા ફરવાના શોખીનો માટે આ સમાચાર ખુબ મહત્ત્વના છે. ઘણાં લોકોને શિયાળામાં ફરવાનો શોખ હોય તો ઘણાં લોકોને ગરમીમાં ટૂર પર જવાનું પસંદ હોય છે. વળી કેટલાંક લોકો એવા પણ હોય છે કે તેમને ચોમાસામાં વરસાદની મજા માણવાનં પસંદ હોય છે. પણ આમાંથી મોટાભાગના લોકો એવા જ હોય છે કે જે હરવા ફરવા માટે દિવસનો સમય પસંદ કરે છે. પણ કેટલાંક એવા પણ હોય છે જેમને રાત્રિ દરમિયાનનો પ્રવાસ વધારે પસંદ આવે છે. એવા લોકો માટે આ જગ્યાઓ છે સ્વર્ગ સમાન.

જો તમને દિવસ કરતા રત્રિના સમયે ફરવાનો વધુ શોખ છે તો આ જગ્યા પર તમારે જરૂર જવું જોઈએ. આ સ્થળો તમને એક અલગ જ અનુભવ આપશે. ચાંદની રાતમાં આ સ્થળોની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં નાઈટ આઉટના શોખીન પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. અહીંનો રાત્રિનો નજારો અહીંના આહલાદક મૌસમની મજા માણવા માટે સહેલાણીઓ દોડી આવે છે.

ઉદેયપુર :

ઉદયપુરના તળાવો અને મહેલો રાત્રે વધુ સુંદર લાગે છે. તેના પર લાગેલી લાઈટો સોને પે સુહાગા જેવુમ કામ કરે છે. મહેલો પર લાગેલી લાઈટ જીલના પાણી પડે છે જેનો નજારો અતિસુંદર છે.

વિક્ટોરિયા મેમોરિયલ :

કોલકત્તામાં આવેલું વિક્ટોરિયા મેમોરિયલ રાતના સમયે ખૂબ જોરદાર લાગે છે. વિક્ટોરિયા મેમોરિયલના નિચેના ભાગમાં કરવામાં આવેલી લાઈ સિલવર કલરની હોવાથી મેમોરિયલનો ભાગ જાણે ચાંદીનો બનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે. ઉપરના ગુમ્મજ પર કરવામાં આવેલી લીલા રંગની લાઈટ ગુમ્મજને અતિ અદ્ભુત બનાવે છે.

મરિન ડ્રાઈવ :

મુંબઈમાં મરીન ડ્રાઈવનો નજારો પણ રાત્રે ખૂબ જ ખાસ હોય છે. રાત્રે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ. દરિયાકિનારાના રસ્તા પાસેનો આ રોડ રાતના સમયે લાઈટિંગમાં ખૂબ અદ્ભુત લાગે છે.

આ પણ વાંચો :-

અમેરિકા જવાનો મોહ પડી શકે છે મોંઘો, અમદાવાદી યુવકને નગ્ન કરી પીઠમાં બ્લેડના ઘા માર્યા ને પછી….

0
  • Ahmedabad News : ગુજરાતીઓનો અમેરિકાનો મોહ છૂટતો ન હોય એવો વધુ એક કિસ્સો આવ્યો છે. એમાં અમેરિકા જવાના મોહમાં એક દંપતી ઈરાનમાં કિડનેપ થયું હોવાનું સામે આવ્યું છે.

વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતી પરિવારો મોતના મુખમાં ધલેકાઈ રહ્યાના કિસ્સા છેલ્લા એક વર્ષથી સામે આવ્યા છે. ગાંધીનગરના ડિંગુચાનો પરિવાર અને મહેસાણા (Mehsana) જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર મોતને ભેટ્યાના કિસ્સા સામે જ છે.

આમ છતાં ગુજરાતીઓનો અમેરિકાનો (America) મોહ છૂટતો ન હોય એવો વધુ એક કિસ્સો આવ્યો છે. એમાં અમેરિકા જવાના મોહમાં એક દંપતી ઈરાનમાં (Iran) કિડનેપ થયું હોવાનું સામે આવ્યું છે.

કિડનેપ દંપતીના પરિવારને વીડિયો મોકલીને ખંડણીસ્વરૂપે રૂપિયાની માગણી કરવામાં આવી છે. આવો જ એક વીડિયો અમને મળ્યો છે. પરંતુ એ વીડિયોની પુષ્ટિ અમે કરતું નથી. મોકલાયેલા વીડિયોમાં બ્લેડના અસંખ્ય ઘા મારતાં યુવક લોહીલુહાણ થઈ જાય છે. એટલું જ નહીં લોહીથી લથપથ હાલતમાં કણસતો યુવક કહી રહ્યો છે. માગે એટલા રૂપિયા આપી દો. છતાં બેરહેમ કિડનેપર્સ તેની પર દયા ખાતા નથી. યુવકને તેની અમેરિકા જવાની ઘેલછા તેને મોતના મુખમાં ધકેલી દે છે.

યુવકના અપહરણની પોલીસને અરજી મળી :

આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ અમરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવકને અમેરિકા જવા માટેની ડીલ નક્કી થઈ હતી. પરંતુ તેને ત્રણથી 11 તારીખ સુધી હૈદરાબાદ રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી ઈરાન લઈ જવામાં આવ્યો હોય એવું હાલ લાગી રહ્યું છે. પરંતુ અમે તપાસ કરી રહ્યા છે. હાલ અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

પીઠ પર બ્લેડના ઘા :

સામે આવેલા વીડિયોની અંદર યુવકને ઊંધો સૂવડાવી દેવામાં આવ્યો છે અને એક વ્યક્તિ તેના પીઠ ઉપર બ્લેડ વડે સંખ્યાબંધ વાર ઈજા પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ લોહીથી ખરડાઈ જાય જાય છે અને દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરી રહ્યો છે. જો આ યુવકનું અપહરણ થયું હોય તો અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક યુવક ફસાયો હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે.

અમેરિકા જવા એજન્ટ સાથે ડીલ થઈ હતી :

અમદાવાદના નવા નરોડામાં રહેતા સંકેત પટેલનાં ભાઈ-ભાભી ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. જોકે સંકેત પટેલના કહેવા પ્રમાણે એજન્ટને એડવાન્સમાં એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.

તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

 

Video: ફિઝિક્સના તમામ નિયમો અહીં ફેલ, શું તમે જોયો ક્રિકેટ ઈતિહાસનો શ્રેષ્ઠ કેચ?

0
  • Vitality Blast : બ્રાડ કુરીએ ટાઇમલ મિલ્સની બોલ પર અદભૂત કેચ લીધો. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી ક્રિકેટના ઈતિહાસમાં શ્રેષ્ઠ કેચ જોયો નથી.

સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો ઈંગ્લેન્ડની ટૂર્નામેન્ટ (Tournament of England) વાઈટાલિટી બ્લાસ્ટનો છે. આ મેચ દરમિયાન એક ખેલાડીએ એવો કેચ પકડયો, જેના પછી બેટસમેન અને ફિલ્ડિંગ ટીમના તમામ ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈને તેમની આંખો પર વિશ્વાસ ન હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બ્રાડ કુરીએ ટાઈમલ મિલ્સ પર હવામાં ઉડતો અકલ્પનીય કેચ લીધો :

હકીકતમાં ઈંગ્લેન્ડની ટૂર્નામેન્ટ વાઇટાલિટી બ્લાસ્ટમાં, બ્રાડ કુરીએ ટાઇમલ મિલ્સની બોલ પર આશ્ચર્યજનક કેચ પકડયો હતો. બ્રાડ કુરીએ હવામાં ઉડતી વખતે શ્રેષ્ઠ કેચ લીધો હતો. તે જ સમયે આ કેચ પછી મેદાનમાં મેચ જોઈ રહેલા પ્રશંસકો સિવાય, બેટસમેન, બોલર અને ફિલ્ડર બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ…!

તે જ સમયે સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે ક્રિકેટના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેચ છે. આ સિવાય ફેન્સ સતત બ્રાડ કુરીના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં બ્રાડ કુરીએ ટાઈમલ મિલ્સમાંથી હવામાં ઉડતો અકલ્પનીય કેચ લીધો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી ક્રિકેટના ઈતિહાસમાં શ્રેષ્ઠ કેચ જોયો નથી.

આ પણ વાંચો :-

કેદારનાથ ધામના ગર્ભગૃહમાં રૂપિયાની નોટો ઉડાડતી મહિલા વિરૂદ્ધ FIR નોંધાઈ

0

An FIR was registered against

  • Uttarakhand News: કેદારનાથ મંદિરમાં ભક્તોની ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડનારાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે હવે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા બાદ પોલીસે સોમવારે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું હતું કે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) તરફથી અરજી મળી છે.

આપેલ અરજીના આધારે કોતવાલી સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડનારાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે ટૂંક સમયમાં તપાસ પૂરી કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ, વીડિયો સામે આવ્યા બાદ BKTC પ્રમુખ અજેન્દ્ર અજયે ગર્ભગૃહમાં પંડિતોની હાજરીમાં એપિસોડ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી અને સત્તાવાળાઓ પાસેથી ખુલાસો માંગ્યો હતો.

શિવલિંગ પર રૂપિયાની નોટો ઉડાડતી મહિલા :

અજેન્દ્ર અજયે આ સંબંધમાં રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે પણ વાત કરી અને દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. વાયરલ વીડિયોમાં એક મહિલા બાબા કેદારનાથના શિવલિંગ પર નોટો ઉડાડતી જોવા મળી રહી છે જ્યારે એક પૂજારી પૂજા કરતા જોવા મળે છે. તેના બેકગ્રાઉન્ડમાં ‘ક્યા કભી અંબર સે સૂર્ય બિછરતા હૈ’ ગીત સંભળાઈ રહ્યું છે.

બીકેટીસી દ્વારા દાતાની પવિત્ર ભાવના અનુસાર,” કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો પર સોનાનો ઢોળ ચડાવવાની પરવાનગી આપવામાં આવી હતી. ગર્ભગૃહને સુવર્ણમય બનાવવાનું કાર્ય દાતાએ પોતે, પોતાના સ્તરે કર્યું છે. દાતા વતી જ્વેલર્સ દ્વારા પોતાના સ્તરેથી તાંબાની પ્લેટ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર સોનાના થર ચઢાવવામાં આવ્યા હતા. દાતાએ તેમના જ્વેલર્સ દ્વારા આ પ્લેટો મંદિરમાં સ્થાપિત કરાવી હતી.

આ પણ વાંચો :-

Rathyatra 2023 : જાણો શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત

0
  • આજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠયું છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી.

જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી. પહિંદ વિધિ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. જાણો શું છે આ પહિંદ વિધિ અને તેનું મહત્વ, કયારથી તેની શરૂઆત થઈ.

શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત?

અમદાવાદ (Ahmedabad) થી જે રથયાત્રા (Rath Yatra) નીકળે છે તેમાં છેલ્લા 30 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ (Pahind Vidhi) કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી (Jagannath) ના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ (Pahind Vidhi) કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?

રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ (Pahind Vidhi) કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા (Rath Yatra) પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ (Pahind Vidhi) તરીકે ઓળખવામાં આવે છે.

પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?

સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

આ પણ વાંચો :-

નીતા અંબાણીના પર્સની કિંમતમાં ખરીદી શકો છો આલીશાન બંગલો

You can buy a luxurious bungalow

  • નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં ફલોરલ વાઈટ પેન્ટ અને પ્રખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્નાનું જેકેટ પહેર્યું હતું. નીતા અંબાણીએ પોતાના લોકોને મીનિમલ મેકઅપ સાથે પૂરો કર્યો હતો.

નીતા અંબાણી (Nita Ambani) જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તેની સ્ટાઈલ અને ફેશન હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે. તે પોતાની ફેશન આઉટિંગથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. કોઈપણ ઈવેન્ટ હોય તે સૌથી અલગ તરી આવે છે. તેના કપડા હોય, ફુટવેર હોય કે પછી પર્સ બધું જ સૌથી અલગ અને સૌથી ખાસ હોય છે. ખાસ કરીને જ્યારથી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (Nita Mukesh Ambani Cultural Centre) લોન્ચ થયું છે.

ત્યારથી નીતા અંબાણીનો લુક મીડિયામાં હંમેશા છવાયેલો રહે છે. આ કલ્ચરલ સેન્ટરમાં એક કોફી ટેબલ બુક લોન્ચ થઈ હતી. આ ઈવેન્ટ માટે નીતા અંબાણી પણ અહીં પહોંચ્યા હતા.

નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં ફલોરલ વાઈટ પેન્ટ અને પ્રખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્નાનું (Anamika Khanna) જેકેટ પહેર્યું હતું. નીતા અંબાણીએ પોતાના લોકોને મીનિમલ મેકઅપ સાથે પૂરો કર્યો હતો. જોકે આ ઇવેન્ટમાં લોકોનું ધ્યાન તેના હાથમાં રહેલા પર્સ પર પડ્યું. આ પર્સ દેખાવમાં એકદમ સુંદર અને નાનકડું છે પરંતુ તેની કિંમત એટલી છે કે તમે તમારા શહેરમાં આલિશાન બંગલો ખરીદી શકો.

નીતા અંબાણીનો 3.2 કરોડનું પર્સ :

નીતા અંબાણીએ પોતાના લુકને કમ્પ્લીટ કરતું વાઈટ મેટ એલિગેટર હેન્ડબેગ સાથે રાખ્યું હતું. આ હેન્ડબેલ Hermes Birkin બ્રાન્ડનું હતું. તેની ડિઝાઈન ખૂબ જ ખાસ છે. આ પર એક ઇમારતની આકૃતિ છે અને તેમાં ઓરેન્જ કલરની હેંગિંગ વિન્ડો પર્સના હેન્ડલ પર દેખાય છે. પર્સના બહારના ભાગને અલગ અલગ લેટર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પર્સની કિંમત 3.2 કરોડ ભારતીય રૂપિયા છે.

શા માટે છે આ પર્સ છે મોંઘું ?

આ બ્રાંડની બેગ ખરીદવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેનું કારણ તેની કિંમત જ નહીં પરંતુ આ બ્રાન્ડ ખૂબ સિલેક્ટિવ લોકો માટે જ બેગ ડિઝાઈન કરે છે. એક બેગ તૈયાર કરવા માટે ઓર્ડર મળે ત્યારબાદ તેનો વેઈટિંગ પીરિયડ 1 વર્ષ સુધીનો હોય છે. જણાવી દઈએ કે નીતા અંબાણીને હેલ્ડ બેગ્સનો શોખ છે અને તેના કલેકશનમાં દુનિયાની મોંઘી મોંઘી બ્રાંડની બેગ્સ છે.

આ પણ વાંચો :-

૨૦ જૂન / લેવડ-દેવડમાં સાચવવું, પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નો ઉકેલાશે, તો આ રાશિના જાતકોએ આજે સંઘર્ષથી દૂર રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

20 June / Saving in transactions

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવાર ના સભ્યો સાથે આનંદ નું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દુર રહેવું.

કર્કઃ
બપોરબાદ આવકનું પ્રમાણ વધેે આથી પ્રસન્નતા નો અનુભવ થાય. પરિવાર માં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવેે. દામ્પત્ય જીવનમાં આનંદ ની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્ય નો સાથ મળતો જણાય.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથા ના દુઃખાવા ની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંંતિથી કામ લેવું. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્ય માં સફળતા મળે. સંતાનો નો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહ ના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાની માંથી મુત્સદ્દી પણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકા ના રોગો, માથા નો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસી થી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

ભારતનાં આ શહેરમાં બટેટા- ડુંગળીના ભાવે અહીં મળે છે કાજુ

0

In this city of India 

  • મોટા ભાગના સ્થળોએ ઉંચા ભાવે મળતા કાજુ ભારતના જ એક શહેરમાં સાવ સસ્તા ભાવે વેચાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ ભારતીય બજારમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા કાજુ આ શહેરમાં માત્ર 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

ઝારખંડ (Jharkhand) રાજ્યના જામતારા જિલ્લામાં (Jamtara District) કાજુ તે બટાકા, ડુંગળી અને અન્ય શાકભાજીની સમાન કિંમતે મળે છે. હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે અહીં આટલા સસ્તા કાજુ મળવા પાછળનું કારણ શું છે ? કાજુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રાયફ્રુટસમાં (Dryfruits) કાજુ એક એવું જ ડ્રાયફ્રૂટ છે. જે લગભગ બધાને પસંદ હોય છે. જ્યારે તમે બજારમાંથી કાજુ ખરીદો છો.

ત્યારે તમને તે રૂ.800 અથવા રૂ.1000 પ્રતિ કિલોના ભાવે મળે છે. આ જ કારણ છે કે ઘણા આર્થિક રીતે નબળા લોકો કાજુ ખાવાથી વંચિત રહે છે. તમને કદાચ ખબર નહીં હોય કે મોટા ભાગના સ્થળોએ ઉંચા ભાવે મળતા કાજુ ભારતના જ એક શહેરમાં સાવ સસ્તા ભાવે વેચાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ ભારતીય બજારમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા કાજુ આ શહેરમાં માત્ર 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

જાણો આ શહેરમાં કેમ મળે છે કાજુ આટલા સસ્તા છે :

હકીકતમાં ઝારખંડમાં દર વર્ષે હજારો ટન કાજુનું ઉત્પાદન થાય છે. જામતારા જિલ્લા મુખ્યાલયથી લગભગ ચાર કિલોમીટર દૂર લગભગ 49 એકરની વિશાળ કૃષિ જમીન પર કાજુની ખેતી કરવામાં આવે છે. અહીં ડ્રાયફ્રુટસના મોટા બગીચા છે. અહીં કામ કરતા લોકો આ ડ્રાયફ્રૂટસને ખૂબ જ સસ્તા ભાવે વેચે છે.

નવાઈની વાત એ છે કે આમ છતાં આપણને કાજુ મોંઘા ભાવે મળે છે. કાજુના ઊંચા ભાવને કારણે ખેડૂતો મોટાભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રાયફ્રૂટસની ખેતી કરવા માગે છે. તેમના ઝુકાવનું કારણ તેમની વધતી કિંમત છે. જ્યારથી લોકોને ખબર પડી કે અહીં કાજુ બટાકા અને ડુંગળીના ભાવે મળે છે. ત્યારથી લોકો અહીં આવવા-જવા લાગ્યા.

આ પણ વાંચો :-

મોદી સરનેમ ! રાહુલ કોર્ટમાં હાજર નહીં રહે તો થઈ શકે છે ધરપકડ

0
  • મોદી સરનેમ પર ટિપ્પણી કરવી એ રાહુલ ગાંધી માટે ગળાનું હાડકું બની ગઈ છે. સુરત કોર્ટે સજા આપ્યા બાદ રાહુલની સદસ્યતા તો જતી રહી છે. હવે રાંચીમાં થયેલા કેસમાં ધરપકડ થવાના ભણકારા છે. મોદી સરનેમ પર અપમાનજનક ટીપ્પણી કરવાના કેસમાં રાંચીની કોર્ટે વારંવાર સમન્સ આપવા છતાં રાહુલ ગાધી હાજર ના થતાં કોર્ટે છેલ્લું સમન્સ આપીને રાહુલને ૪ જુલાઈએ રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.

મોદી સરનેમ (Modi surname) પર ટિપ્પણી કરવા પર રાહુલ ગાંધીને (Rahul Gandhi) સુરત કોર્ટે સજા આપ્યા બાદ રાહુલની સદસ્યતા તો જતી રહી છે પણ હવે રાંચીમાં થયેલા કેસમાં ધરપકડ થવાના ભણકારા છે. મોદી સરનેમ પર અપમાનજનક ટીપ્પણી કરવાના કેસમાં રાંચીની કોર્ટે (Court of Ranchi) વારંવાર સમન્સ આપવા છતાં રાહુલ ગાધી હાજર ના થતાં કોર્ટે છેલ્લું સમન્સ આપીને રાહુલને ૪ જુલાઈએ રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.

કોર્ટનું આ છેલ્લું સમન્સ છે અને હવે રાહુલ આ વખતે પણ હાજર નહીં થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. આમ કોઈ પણ સંજોગોમાં રાંચીની કોર્ટમાં રાહુલે હાજર થવા માટે આવવું પડશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ જીતી ગઈ છે પણ લોકસભા સમયે ચૂંટણી સભામાં ઉચ્ચારેલા શબ્દો રાહુલને ભારે પડી રહ્યાં છે.

રાંચીમાં પ્રદીપ મોદી નામની વ્યક્તિએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાંચીની એમપી-એમએલએ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગ કરતી અરજી કોર્ટ પહેલાં જ ફગાવી ચૂકી છે. કોર્ટે અરજી ફગાવતાં રાહુલ ગાંધીના વકીલે કોર્ટ પાસે ૧૫ દિવસનો સમય માંગ્યો હતો.

એ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં રાહુલ હાજર ના થતાં પ્રદીપ મોદીના વકીલે કરેલી રજૂઆતના પગલે કોર્ટે રાહુલ ગાંધીને છેલ્લું સમન્સ આપ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત કેસમાં 23 માર્ચ-2023ના રોજ સુરતની CJM કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને લોકસભામાં સાંસદ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ મામલામાં રાહુલ ગાંધી પર અનેક કોર્ટમાં કેસ થયા છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું – બધા ચોરોની અટક મોદી કેમ છે…. આ નિવેદન બાદ સુરતના ભાજપના નેતા પૂર્ણેશ મોદી એ સુરતમાં રાહુલ પર તમામ મોદી અટકવાળા લોકોને બદનામ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.

પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, રાહુલે પોતાના રાજકીય ફાયદા માટે મોદી સરનેમ ધરાવતા 13 કરોડ લોકોને ‘ચોર’ કહ્યા છે. આ જ કેસમાં સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના બીજા જ દિવસે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા ખતમ કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

રાહુલ પાસે તે સમયે માફી માગવનો સમય હતો પણ રાહુલે આ બાબતને અવગણી હતી. ગુજરાતમાં આ કેસ હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. રાહુલે સજા સામે અપીલ કરી છે. જો ચૂકાદો રાહુલની વિરુદ્ધમાં આવ્યો તો 8 વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી નહીં શકે. હવે રાંચીની કોર્ટમાં આ મામલો આગળ વધ્યો છે. જે આગળ જતાં રાહુલ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

Jasprit Bumrah Comeback : જસપ્રિત બુમરાહના ફેન્સ માટે સારા સમાચાર આ સીરિઝ પહેલા કરી શકે છે વાપસી..

0

Jasprit Bumrah Comeback 

  • Jasprit Bumrah : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યો છે. હવે એશિયા કપ 2023 પહેલા તેની વાપસી અંગે સારા સમાચાર આવ્યા છે.

ભારતીય ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ 2023 પહેલા વાપસી કરી શકે છે. અહેવાલો અનુસાર બુમરાહ ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે રમાનારી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી દ્વારા ટીમમાં વાપસી કરી શકે છે. ફાસ્ટ બોલરે તેની છેલ્લી મેચ સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

બુમરાહે માર્ચમાં કમરની સર્જરી કરાવી હતી. આ દિવસોમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ‘ન્યૂઝ18’ અનુસાર, આયર્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન બુમરાહને એશિયા કપ અને વર્લ્ડ કપ 2023 રમવા માટે થોડો જરૂરી સમય મળશે. આયર્લેન્ડ સામેની ત્રણ T20I મેચોની સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરથી એશિયા કપ રમશે.

બુમરાહનું આયર્લેન્ડ શ્રેણીમાં વાપસી લગભગ નિશ્ચિત છે :

બીસીસીઆઈના એક અધિકારી જેમણે બુમરાહની રિકવરી જોઈ છે. તેણે ન્યૂઝ 18ને જણાવ્યું, “જસપ્રીત બુમરાહ આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી આયર્લેન્ડ શ્રેણી માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ એક મોટું પ્રોત્સાહન હશે. ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ બુમરાહને પણ ક્રિઝ પર સમય પસાર કરવાની તક મળશે. જો બધું બરાબર રહ્યું તો બુમરાહ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.

બુમરાહ દેખરેખ હેઠળ છે :

જણાવી દઈએ કે એનસીએમાં આવ્યા બાદ જસપ્રીત બુમરાહ ચેરમેન વીવીએસ લક્ષ્મણ અને સ્પોર્ટસ સાયન્સ એન્ડ મેડિસિન વિભાગના અધ્યક્ષ નીતિન પટેલની દેખરેખમાં છે. નીતિન પટેલ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને ભારતીય ક્રિકેટ ટીમ માટે ચીફ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. NCAમાં તેને ફાસ્ટ બોલર સાથે નજીકથી કામ કરવાની તક મળી.

વીવીએસ લક્ષ્મણ અને નીતિન પટેલ ઉપરાંત ફિઝિયો એસ રજનીકાંત બોલર સાથે નજીકથી કામ કરી રહ્યા છે તેની ખાતરી કરવા માટે કે તેની રિકવરી યોજના મુજબ આગળ વધી રહી છે. એસ રજનીકાંત દિલ્હી કેપિટલ્સની સપોર્ટ ટીમનો ભાગ હતા. તે જ સમયે તેણે ભૂતકાળમાં શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા અને મુરલી વિજય જેવા ખેલાડીઓને ઈજાઓમાંથી બહાર આવવામાં મદદ કરી છે.

આ પણ વાંચો :