Home Blog Page 1053

ગીતા રબારીના આ સ્ટાઈલિશ લુક સામે સુપર મોડલ પણ ફેલ, આખા લંડનને ઘેલું લગાડ્યું

  • હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીની ઈમેજ આવે એટલે કચ્છી પહેરવેશ આવે. કચ્છની આ કોયલ હાલ ઈન્ટરનેશનલ ટુર પર છે.

ગુજરાતી ગાયિકા ગીતા રબારી (Gujarati singer Geeta Rabari) હાલ લંડનમાં (London) છે અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. હાલ તેમણે એક લહેંગા ચોલી (Lehenga Choli) સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે. સ્ક્રોલ કરીને નીચે જુઓ તસવીરો.

આ પણ વાંચો :-

સુરતમાં પરિણીતાને ફ્લાઈંગ કિસ કરી બે યુવકોના અડપલા, ઠપકો આપવા જતા પતિને માર માર્યો

  • સુરતમાં બે યુવકોએ મર્યાદા ઓળંગીને મહિલાની છેડતી અને અડપલાં કર્યા હતાં. લિંબાયત ખાતે રહેતી પરિણીતા સાથે ઈધર દેખો ઓર ઈધર આઓ કહી ફ્લાઈંગ કિસ કરી છેડતી કરી હતી.

પરિણીતાએ (Married) ઠપકો આપવા જતાં બન્ને યુવકોએ અડપલાં પણ કર્યા હતાં. સાથે જ ઘટના સ્થળે આવી ગયેલા પતિને પણ માર માર્યો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગંદા ઈશારા કર્યા :

લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાએ નજીકમાં રહેતા ગુલામ મુસ્તુફા અને સમાધાન ગાવટી નામના બે ઈસમો વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપી છે. જે મુજબ મહિલા આ વિસ્તારમાંથી જઈ રહી હતી ત્યારે ગુલામ મુસ્તફા અને સમાધાન ગાવટીએ મહિલાને આંખોથી અને હાથથી ગંદા ઈશારા કર્યાં હતાં. જેથી ફરિયાદીએ નજર અંદાજ કરીને આગળ ચાલતી પકડી હતી ત્યારે બન્ને જણાએ ઈધર દેખ ઓર ઈધર આઓ તેમ કહી મહિલાને પોતાની પાસે બોલાવી હતી.

પતિને માર માર્યો :

મહિલાએ જ્યારે પાછળ જોયું તો બન્નેએ ફ્લાઈંગ કીસ આપી હતી. જેથી મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમને ઠપકો આપવા ગઈ હતી. ત્યારે મહિલા સાથે ગુલામ મુસ્તફાએ શારીરિક અડપલાં અને સમાધાને હાથ પકડીને ઝપાઝપી કરી હતી. એટલીવારમાં મહિલાનો પતિ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બન્નેએ મહિલાના પતિ સાથે ઝપાઝપી કરી મારવા જતા તેણે બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો દોડી આવતા બન્ને યુવકો ભાગી ગયા હતાં. આ અંગે મહિલાની ફરિયાદ લઈ લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગણદેવીના દુવાડાની પરિણીતાને ગળે ટૂંપો આપી હત્યા, મૃતદેહ મળતા ખળભળાટ

0
  • નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામે વડ ફળિયામાં રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકા ગત રોજ સવારે નજીકના કછોલી ગામે આવેલા પોતાના પિયર ગઈ હતી. ત્યાંથી સાંજે 4 વાગ્યા આસપાસ પરત દુવાડા આવવા નીકળી હતી.

ગણદેવીના (Gandevi) દુવાડા ગામે શ્રીરામ ક્વોરીની સામેની ખુલ્લી જગ્યામાંથી આજે સવારે ગામની પરિણીતાનો ગળે ઓંધણીથી ટુંપો આપી હત્યા કરી અર્ધનગ્ન (half naked) હાલતમાં ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ માથામાં બોથડ પદાર્થથી વાર કરી તેનો ચહેરો બગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસ સાથે જિલ્લા પોલીસ વડા (District Police Chief) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યારાઓનું પગેરૂ મેળવવાના પ્રયાસો આરંભ્યા છે.

નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામે વડ ફળિયામાં રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકા ગત રોજ સવારે નજીકના કછોલી ગામે આવેલા પોતાના પિયર ગઈ હતી. ત્યાંથી સાંજે 4 વાગ્યા આસપાસ પરત દુવાડા આવવા નીકળી હતી. પરંતુ હીના પોતાના ઘરે પહોંચી ન હતી અને આજે સવારે ગામની શ્રી રામ ક્વોરી સામે આવેલી ચીમન પટેલના ખેતરની ખુલ્લી જગ્યામાંથી અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કવોરી નજીક જ રહેતા હીનાના સંબંધીઓએ તેનો મૃતદેહ જોતા અર્જુન અને ગામના આગેવાનોને જાણ કરી હતી.

સાથે જ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ગણદેવી પોલીસે મૃતદેહ તપાસતા તેના ગળે મરૂન રંગની ઓઢણી બાંધી ગળે ટુંપો આપી હત્યા કરી હતી. સાથે જ હત્યારાએ કોઈ બોથડ પદાર્થ કે પથ્થર વડે તેના માથામાં તેમજ કપાળ અને ડાબી આંખ ઉપર વાર કરી ચહેરો બગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યારે હિનાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હતો.

હીનાની હત્યા પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે હીના છેલ્લા 4 વર્ષોથી કછોલી ગામે રહેતા પોતાના પતિ ધર્મેશ હળપતિને છોડીને દુવાડા ગામે રહેતા અને વહાણમાં મચ્છીમારી કરવા જતા અર્જુન નાયકા સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. જેમાં ધર્મેશનું બે વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ થયુ હતું. હીનાને ધર્મેશથી 8 વર્ષનો એક પુત્ર અને અર્જુંનથી 3 વર્ષનો એક પુત્ર છે.

જ્યારે હીના દેશી દારૂ પીવાની આદત ધરાવતી હોવાની પણ ગામમાં ચર્ચા છે. જેથી કદાચ ગત રોજ સાંજે હીના દારૂના નશામાં હોય અને એને કોઈએ રોકીને તેની સાથે બળજબરી કરવાના પ્રયાસમાં તેને મોતને ઘાટ ઉતારી હોવાની પણ થિયરી પોલીસ વિચારી રહી છે.

જેથી પોલીસે શ્રી રામ કવોરી અને નજીકમાં જ ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મજૂરો મળીને અત્યાર સુધીમાં 20 લોકોની પૂછપરછ કરી છે. જ્યારે પતિ અર્જુન સાથે પણ ઝઘડા થતા હોવાની માહિતી મળતા એને પણ શંકાના દાયરામાં રાખી તપાસને વેગ આપવામાં આવ્યો છે. પોલીસે LCB, SOG અને ગણદેવી પોલીસની 3 – 4 ટીમો બનાવી હત્યારાને પકડવાની મથામણ આરંભી છે.

આ પણ વાંચો :-

Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી

0

If you are using a credit card

  • Credit Card News : જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે.

જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે. માહિતી આપતા આવકવેરા વિભાગે કહ્યું છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચ પર TCS ચાર્જ વસૂલવામાં આવે છે. તો તે કાર્ડ ઈશ્યૂ કરનાર બેંકને નિર્ધારિત સમયગાળામાં યોગ્ય માહિતી આપવાની જોગવાઈ કરવા પર વિચાર કરી રહ્યું છે.

RBIએ આપી માહિતી  :

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં આવકવેરા વિભાગ યોગ્ય વ્યવસ્થા કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય હિતધારકો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. આ તબક્કે ચર્ચા ચાલી રહી છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચનો હેતુ ઇશ્યુ કરનાર બેંકને નિશ્ચિત સમયમાં આપવામાં આવે.

TCSનો કેટલો ખર્ચ થશે?

જો વિદેશમાં ખર્ચવામાં આવેલી રકમ શિક્ષણ અથવા તબીબી સારવાર માટે છે. તો તેના પર 5 ટકા TCS લેવામાં આવશે. જ્યારે 20 ટકા TCS અન્ય હેતુઓ માટે ખર્ચ પર લેવામાં આવશે. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર 1 જુલાઈથી TCS લાદવાની જોગવાઈ લાગુ થવા જઈ રહી છે. આવકવેરા વિભાગ વિવિધ હેડ હેઠળ થતા વિદેશી ચલણ ખર્ચ પર વસૂલવામાં આવતા TCS ચાર્જીસ સંબંધિત પ્રક્રિયા સંબંધિત પ્રશ્નો અને જવાબોની વિગતવાર યાદી પણ ઈશ્યૂ કરશે.

20 ટકા ફી લેવામાં આવશે :

આગામી મહિનાથી જો વિદેશમાં ક્રેડિટ કાર્ડ પર ખર્ચ રૂ. 7 લાખથી વધુ થશે તો 20 ટકા ફી વસૂલવામાં આવશે. જો કે જો શિક્ષણ અને દવા સંબંધિત ખર્ચ હશે તો આ ફી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે. વિદેશમાં શિક્ષણ માટે લોન લેનારાઓ માટે સાત લાખ રૂપિયાથી વધુની રકમ પર 0.5 ટકા ફી વસૂલવામાં આવશે.

આ પણ વાંચો :-

૨૧ જૂન / વાહન ચલાવવામાં કાળજી રાખજો, જીવનસાથી સાથે ખટરાગ, આ રાશિના જાતકો બુધવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

‌મિથુન
મનોબળ મજબૂત બને. કેલા કાર્ય સફળ થતા જણાય. આ‌ર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

‌સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યા
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉદ્રવ થાય.

ધન
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરિયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

 

અયોધ્યામાં ભગવાન રામના દર્શન પ્રાણ પ્રતિષ્ઠાથી લઈ રામ મંદિર દર્શનની ટાઈમ લાઈન

0
  • ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે. તેના પર સોનાની કોતરણી હશે.

રામ મંદિરના દરવાજા જનતા માટે ક્યારે ખુલશે તે પ્રશ્નના જવાબને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે “15 જાન્યુઆરી, 2024 થી 24 જાન્યુઆરી, 2024 ની વચ્ચે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય છે.”

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શું કહ્યું :

નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે 24-25 જાન્યુઆરી, 2024 સુધી સામાન્ય ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. તેમણે કહ્યું કે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં જીવનની પ્રતિષ્ઠા જોવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે :

તેમણે કહ્યું કે ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાથી મઢવામાં આવશે, તેના પર સોનાની કોતરણી હશે. તેમણે કહ્યું કે મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર પણ સોનાનો ઢોળ ચડાવવામાં આવશે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના મનમાં હતું કે તેઓ ત્યારે જ અયોધ્યા જશે જ્યારે મંદિરનો શિલાન્યાસ થશે. તેથી જ તેઓ 5 ઓગસ્ટ, 2021ના રોજ અહીં આવ્યા હતા.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદી આનાથી 20 વર્ષ પહેલા સુધી અહીં આવ્યા ન હતા. તેઓ અયોધ્યાની આસપાસ ઘણી વખત આવ્યા. પરંતુ અહીં આવ્યા નહીં.

ડિસેમ્બર 2023થી અયોધ્યામાં ઉજવણી શરૂ થશે :

રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી, સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે રામ મંદિર જાન્યુઆરી 2024 ના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદઘાટનની ઉજવણી ડિસેમ્બર 2023માં જ શરૂ થશે. ઓગસ્ટ 2020માં રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ પ્રથમ વખત મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર અયોધ્યા શહેરમાં ભવ્ય રામનવમીની ઉજવણીનું આયોજન કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે 2019માં ચુકાદો આપ્યો હતો :

સુપ્રીમ કોર્ટે 2019ના અંતમાં ચુકાદો આપતાં એક આદેશમાં મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ પછી દાયકાઓથી ચાલી રહેલું રામમંદિર આંદોલન ખતમ થઈ ગયું. 1996 થી રામ મંદિર નિર્માણને હંમેશા ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

અષાઢી બીજના શુભ મુર્હૂતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાહનોની ધૂમ ખરીદી

0
  • લોકોમાં રથયાત્રાના દિવસે જ વાહનની ડ‌િલિવરી લેવાનું ચલણ અષાઢી બિજનો પવિત્ર દિવસ અને રથયાત્રાના તહેવારના લીધે પણ વધ્યું છે.

લોકોમાં રથયાત્રાના (Rath Yatra) દિવસે જ વાહનની ડ‌િલિવરી લેવાનું ચલણ અષાઢી બિજનો (Ashadi Bij) પવિત્ર દિવસ અને રથયાત્રાના તહેવારના લીધે પણ વધ્યું છે. આથી ઓટો કંપનીઓએ આકર્ષક સ્કીમો બહાર પાડી રહી છે.

મોટરકારના (Motorcar) શો-રૂમને પણ રથયાત્રાના દિવસે ખાસ સજાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ શુભ મુહૂર્તમાં વાહનની ડ‌િલિવરી લેવા માટેની પણ માહિતી આપવામાં આવી રહી છે. શો-રૂમ ખાતે જ વાહનની પૂજા કરવા માટેનું આયોજન પણ કરાયું છે.

રથયાત્રાના દિવસે નવાં વાહન સહિત નવી વસ્તુઓ ખરીદવાની માન્યતા છે. ચાલુ વર્ષે પણ આ દિવસે વાહનની ધૂમ ખરીદી થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે કાર અને બાઇકની ધૂમ ખરીદી થઈ છે. રાજકોટ શહેરમાં 4000 બાઈક અને 1200 થી વધારે કારનું એક જ દિવસમાં વેચાણ થયું છે. સૌથી વધુ લો બજેટની કારનું વેચાણ જોવા મળ્યું છે.

ચોમાસા પહેલા જ સારો વરસાદ થતાં અને સારા વર્ષની આશાએ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ ધૂમ ખરીદી નીકળી છે. આજના દિવસે લોકો પરિવાર સાથે શુકનવંતું મુહૂર્તા સાચવવા માટે કાર અને બાઈકની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

આલિયા ભટ્ટના ગ્લેમરસ લૂક પર ફિદા થયા ફેન્સ, ફોટોમાં જુઓ સ્ટાઈલીશ અંદાજ

  • બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની સુંદરતા અને એક્ટિંગના કરોડો ફેન્સ દીવાના છે. તે જ સમયે, અભિનેત્રી હંમેશા તેના ચાહકો માટે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આલીયાએ રેડ કાર્પેટના ફોટોઝ શેર કર્યા છે.

આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. આલિયા તેની શાનદાર એક્ટિંગની સાથે સુંદરતા માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ આ ગ્રીન આઉટફિટમાં (Green outfit) ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર નેટફ્લિક્સ ઈવેન્ટ (Netflix event) દરમિયાનની તસવીરો શેર કરી છે. આ ઈવેન્ટ બ્રાઝિલમાં (Brazil) હતી.

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તાજેતરમાં નેટફ્લિક્સની એક ખાસ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. ગ્રીન ફિશ શેપ ગાઉન સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા.

આલિયાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું- ઓબ્રિગાન્ડો (થેન્ક્સ) બ્રાઝિલ, આટલો પ્રેમ આપવા બદલ શુક્રીયા. તમે મારું દિલ જીતી લીધુ..

આ તસવીરોમાં એક્ટ્રેસને જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા છે.  ફેન્સ આ ફોટોઝને ખુબ પસંદ કરી રહ્યા છે..

આ પણ વાંચો :-

સુરતમાં મોબાઈલ સ્નેચરનો આંતક યથાવત રસ્તા પર ઉભેલા આધેડનો ફોન લૂંટી બાઈકચાલક ફરાર

0
  • સુરતમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે મોબાઈલ સ્નેચર્સે ફરી આંતક ડભોલી વિસ્તારમાં મચાવ્યો હતો.

ડભોલી પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં રસ્તા પર ઉભેલા આધેડનો મોબાઈલ ફોન લૂંટીને બાઈકર્સ ફરાર થઈ ગયાં હતા. જેને લઈને પોલીસની પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી સામે સવાલો ઉભા થયાં છે.

સતત બીજા દિવસે સ્નેચીંગ :

ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિંગણપોર ચાર રસ્તા પર એક આધેડ વયની વ્યક્તિ ઉભા હતાં. એ દરમિયાન જ તેમનો ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. ગતરોજ પણ એક વ્યક્તિનો ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. બાદમાં આજે પણ મોર્નિંગ વોક પર લોકો નીકળ્યા હતાં. એ દરમિયાન એક આધેડ રસ્તા પર ઉભા હતાં એ દરમિયાન તેમના હાથમાંથી ફોન લૂંટી લેવામાં આવ્યો હતો.

ઘટના સીસીટીવીમાં કેદ થઈ :

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં આધેડનો ફોન ઝૂંટવીને બાઈક પર આવેલા બે વ્યક્તિ તાત્કાલિક નાસી ગયાં હતાં. આધેડના હાથમાંથી ફોન લઈ બાઈકર્સ નાસી જતાં આધેડ માથુ ખંજવાળતા રહી ગયાં હતાં. સમગ્ર ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-

ભૂલથી પણ ખાલી પેટ ઈંડાનો સફેદ ભાગ ન ખાવો, નહીં તો…, જાણો શું છે તેની અસરો

  • ઈંડાનો સફેદ ભાગ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ભૂખ્યા પેટે ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.

અનેક લોકોને ઈંડાને (Egg) સફેદ ભાગ પસંદ હોય છે. જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ભૂખ્યા પેટે ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. અહીંયા અમે તમને ઈંડાના સફેદ ભાગની આડઅસર વિશે જાણકારી આપી રહ્યા છીએ.

ઈંડા અને ઈંડાનો સફેદ ભાગ :

ઈંડામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો, પ્રોટીન, વિટામીન અને ખનિજ રહેલા છે. ઈંડાના બે ભાગ હોય છે- ઈંડાનો પીળો ભાગ અને સફેદ ભાગ. ઈંડાના પીળા ભાગમાં ભરપૂર માત્રામાં વિટામીન અને આયર્ન હોય છે. ઈંડાનો સફેદભાગ મુખ્યરૂપે પ્રોટીનથી બનેલ હોય છે.

ઈંડાના સફેદ ભાગમાં રહેલ પોષણ અને કેલરી :

ઈંડાનો સફેદ પ્રોટીનનો એક મુખ્ય સ્ત્રોત છે. ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી એમિનો એસિડની આપૂર્તિ થાય છે. 33 ગ્રામ ઈંડાના સફેદ ભાગમાં મુખ્યરૂપે 17 કેલરી, 4 ગ્રામ પ્રોટીન તથા ન્યૂનતમ માત્રામાં હેલ્ધી ફેટ અને કાર્બોહાઈટ પ્રદાન કરે છે. ઈંડાના સફેદ ભાગમાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોય છે આ કારણોસર જીમ ટ્રેનર અથવા ફિટનેસ ટ્રેનર સવારના નાસ્તામાં ઈંડાના સફેદ ભાગનું સેવન કરે છે.

એલર્જી થઈ શકે છે :

ઈંડાના સફેદ ભાગનું વધુ સેવન કરવાથી ખાસ પ્રકારની એલર્જી થઈ શકે છે. જેના કારણે ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ અને એનાફિલેક્સિસ જેવી એલર્જી થઈ શકે છે. ઈંડાના સફેદ ભાગથી જે એલર્જી થાય તેનાથી સાવચેત રહેવું.

સાલ્મોનેલા બેક્ટેરિયાનું જોખમ વધે છે :

ઈંડાના સફેદ ભાગમાં સાલ્મોનેલા બેક્ટેરિયા હોય છે. કાચા ઈંડા અથવા અધકચરા ઈંડાનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ તઈ શકે છે. આ કારણોસર બાફેલા ઈંડાનું સેવન કરવું જોઈએ.

પાચન સંબંધિત સમસ્યા :

ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી સોજો, ગેસ અથવા પેટમાં પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. ઈંડાના સફેદ ભાગમાં રહેલ પ્રોટીનનું પાચન કરવામાં શરીરને મુશ્કેલી થઈ શકે છે. જે લોકો પાચન સંબંધિત સમસ્યા હોય તે લોકોને આ સમસ્યા વધુ થઈ શકે છે.

(DISCLAIMER : આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે ગુજરાત ગાર્ડિયાન જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 આ પણ વાંચો :-