If you are using a credit card
- Credit Card News : જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે.
જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ બેંકને ખર્ચવામાં આવેલા નાણાંની સંપૂર્ણ વિગતો આપવી પડશે. માહિતી આપતા આવકવેરા વિભાગે કહ્યું છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચ પર TCS ચાર્જ વસૂલવામાં આવે છે. તો તે કાર્ડ ઈશ્યૂ કરનાર બેંકને નિર્ધારિત સમયગાળામાં યોગ્ય માહિતી આપવાની જોગવાઈ કરવા પર વિચાર કરી રહ્યું છે.
RBIએ આપી માહિતી :
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં આવકવેરા વિભાગ યોગ્ય વ્યવસ્થા કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય હિતધારકો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. આ તબક્કે ચર્ચા ચાલી રહી છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચનો હેતુ ઇશ્યુ કરનાર બેંકને નિશ્ચિત સમયમાં આપવામાં આવે.
TCSનો કેટલો ખર્ચ થશે?
જો વિદેશમાં ખર્ચવામાં આવેલી રકમ શિક્ષણ અથવા તબીબી સારવાર માટે છે. તો તેના પર 5 ટકા TCS લેવામાં આવશે. જ્યારે 20 ટકા TCS અન્ય હેતુઓ માટે ખર્ચ પર લેવામાં આવશે. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર 1 જુલાઈથી TCS લાદવાની જોગવાઈ લાગુ થવા જઈ રહી છે. આવકવેરા વિભાગ વિવિધ હેડ હેઠળ થતા વિદેશી ચલણ ખર્ચ પર વસૂલવામાં આવતા TCS ચાર્જીસ સંબંધિત પ્રક્રિયા સંબંધિત પ્રશ્નો અને જવાબોની વિગતવાર યાદી પણ ઈશ્યૂ કરશે.
20 ટકા ફી લેવામાં આવશે :
આગામી મહિનાથી જો વિદેશમાં ક્રેડિટ કાર્ડ પર ખર્ચ રૂ. 7 લાખથી વધુ થશે તો 20 ટકા ફી વસૂલવામાં આવશે. જો કે જો શિક્ષણ અને દવા સંબંધિત ખર્ચ હશે તો આ ફી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવશે. વિદેશમાં શિક્ષણ માટે લોન લેનારાઓ માટે સાત લાખ રૂપિયાથી વધુની રકમ પર 0.5 ટકા ફી વસૂલવામાં આવશે.
આ પણ વાંચો :-