- આ સ્થળો ચાંદની રાતમાં ખીલી જાય છે. એક વાખત અવશ્ય મુલાકાત લો. અહીં નાઈટ આઉટના શોખીન પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. અહીંનો રાત્રિનો નજારો અહીંના આહલાદક મૌસમની મજા માણવા માટે સહેલાણીઓ દોડી આવે છે.
હરવા ફરવાના શોખીનો માટે આ સમાચાર ખુબ મહત્ત્વના છે. ઘણાં લોકોને શિયાળામાં ફરવાનો શોખ હોય તો ઘણાં લોકોને ગરમીમાં ટૂર પર જવાનું પસંદ હોય છે. વળી કેટલાંક લોકો એવા પણ હોય છે કે તેમને ચોમાસામાં વરસાદની મજા માણવાનં પસંદ હોય છે. પણ આમાંથી મોટાભાગના લોકો એવા જ હોય છે કે જે હરવા ફરવા માટે દિવસનો સમય પસંદ કરે છે. પણ કેટલાંક એવા પણ હોય છે જેમને રાત્રિ દરમિયાનનો પ્રવાસ વધારે પસંદ આવે છે. એવા લોકો માટે આ જગ્યાઓ છે સ્વર્ગ સમાન.
જો તમને દિવસ કરતા રત્રિના સમયે ફરવાનો વધુ શોખ છે તો આ જગ્યા પર તમારે જરૂર જવું જોઈએ. આ સ્થળો તમને એક અલગ જ અનુભવ આપશે. ચાંદની રાતમાં આ સ્થળોની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં નાઈટ આઉટના શોખીન પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. અહીંનો રાત્રિનો નજારો અહીંના આહલાદક મૌસમની મજા માણવા માટે સહેલાણીઓ દોડી આવે છે.
ઉદેયપુર :
ઉદયપુરના તળાવો અને મહેલો રાત્રે વધુ સુંદર લાગે છે. તેના પર લાગેલી લાઈટો સોને પે સુહાગા જેવુમ કામ કરે છે. મહેલો પર લાગેલી લાઈટ જીલના પાણી પડે છે જેનો નજારો અતિસુંદર છે.
વિક્ટોરિયા મેમોરિયલ :
કોલકત્તામાં આવેલું વિક્ટોરિયા મેમોરિયલ રાતના સમયે ખૂબ જોરદાર લાગે છે. વિક્ટોરિયા મેમોરિયલના નિચેના ભાગમાં કરવામાં આવેલી લાઈ સિલવર કલરની હોવાથી મેમોરિયલનો ભાગ જાણે ચાંદીનો બનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે. ઉપરના ગુમ્મજ પર કરવામાં આવેલી લીલા રંગની લાઈટ ગુમ્મજને અતિ અદ્ભુત બનાવે છે.
મરિન ડ્રાઈવ :
મુંબઈમાં મરીન ડ્રાઈવનો નજારો પણ રાત્રે ખૂબ જ ખાસ હોય છે. રાત્રે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ. દરિયાકિનારાના રસ્તા પાસેનો આ રોડ રાતના સમયે લાઈટિંગમાં ખૂબ અદ્ભુત લાગે છે.
આ પણ વાંચો :-