- ઈંડાનો સફેદ ભાગ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ભૂખ્યા પેટે ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.
અનેક લોકોને ઈંડાને (Egg) સફેદ ભાગ પસંદ હોય છે. જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ભૂખ્યા પેટે ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. અહીંયા અમે તમને ઈંડાના સફેદ ભાગની આડઅસર વિશે જાણકારી આપી રહ્યા છીએ.
ઈંડા અને ઈંડાનો સફેદ ભાગ :
ઈંડામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો, પ્રોટીન, વિટામીન અને ખનિજ રહેલા છે. ઈંડાના બે ભાગ હોય છે- ઈંડાનો પીળો ભાગ અને સફેદ ભાગ. ઈંડાના પીળા ભાગમાં ભરપૂર માત્રામાં વિટામીન અને આયર્ન હોય છે. ઈંડાનો સફેદભાગ મુખ્યરૂપે પ્રોટીનથી બનેલ હોય છે.
ઈંડાના સફેદ ભાગમાં રહેલ પોષણ અને કેલરી :
ઈંડાનો સફેદ પ્રોટીનનો એક મુખ્ય સ્ત્રોત છે. ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી એમિનો એસિડની આપૂર્તિ થાય છે. 33 ગ્રામ ઈંડાના સફેદ ભાગમાં મુખ્યરૂપે 17 કેલરી, 4 ગ્રામ પ્રોટીન તથા ન્યૂનતમ માત્રામાં હેલ્ધી ફેટ અને કાર્બોહાઈટ પ્રદાન કરે છે. ઈંડાના સફેદ ભાગમાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોય છે આ કારણોસર જીમ ટ્રેનર અથવા ફિટનેસ ટ્રેનર સવારના નાસ્તામાં ઈંડાના સફેદ ભાગનું સેવન કરે છે.
એલર્જી થઈ શકે છે :
ઈંડાના સફેદ ભાગનું વધુ સેવન કરવાથી ખાસ પ્રકારની એલર્જી થઈ શકે છે. જેના કારણે ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ અને એનાફિલેક્સિસ જેવી એલર્જી થઈ શકે છે. ઈંડાના સફેદ ભાગથી જે એલર્જી થાય તેનાથી સાવચેત રહેવું.
સાલ્મોનેલા બેક્ટેરિયાનું જોખમ વધે છે :
ઈંડાના સફેદ ભાગમાં સાલ્મોનેલા બેક્ટેરિયા હોય છે. કાચા ઈંડા અથવા અધકચરા ઈંડાનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ તઈ શકે છે. આ કારણોસર બાફેલા ઈંડાનું સેવન કરવું જોઈએ.
પાચન સંબંધિત સમસ્યા :
ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી સોજો, ગેસ અથવા પેટમાં પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. ઈંડાના સફેદ ભાગમાં રહેલ પ્રોટીનનું પાચન કરવામાં શરીરને મુશ્કેલી થઈ શકે છે. જે લોકો પાચન સંબંધિત સમસ્યા હોય તે લોકોને આ સમસ્યા વધુ થઈ શકે છે.
(DISCLAIMER : આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે ગુજરાત ગાર્ડિયાન જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો :-
- દિવસે નહીં પણ ભારતમાં અહીં રાતે આવે છે ફરવાની મજા !
- અમેરિકા જવાનો મોહ પડી શકે છે મોંઘો, અમદાવાદી યુવકને નગ્ન કરી પીઠમાં બ્લેડના ઘા માર્યા ને પછી….