- સુરતમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે મોબાઈલ સ્નેચર્સે ફરી આંતક ડભોલી વિસ્તારમાં મચાવ્યો હતો.
ડભોલી પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં રસ્તા પર ઉભેલા આધેડનો મોબાઈલ ફોન લૂંટીને બાઈકર્સ ફરાર થઈ ગયાં હતા. જેને લઈને પોલીસની પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી સામે સવાલો ઉભા થયાં છે.
સતત બીજા દિવસે સ્નેચીંગ :
ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિંગણપોર ચાર રસ્તા પર એક આધેડ વયની વ્યક્તિ ઉભા હતાં. એ દરમિયાન જ તેમનો ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. ગતરોજ પણ એક વ્યક્તિનો ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. બાદમાં આજે પણ મોર્નિંગ વોક પર લોકો નીકળ્યા હતાં. એ દરમિયાન એક આધેડ રસ્તા પર ઉભા હતાં એ દરમિયાન તેમના હાથમાંથી ફોન લૂંટી લેવામાં આવ્યો હતો.
ઘટના સીસીટીવીમાં કેદ થઈ :
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં આધેડનો ફોન ઝૂંટવીને બાઈક પર આવેલા બે વ્યક્તિ તાત્કાલિક નાસી ગયાં હતાં. આધેડના હાથમાંથી ફોન લઈ બાઈકર્સ નાસી જતાં આધેડ માથુ ખંજવાળતા રહી ગયાં હતાં. સમગ્ર ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો :-