Tuesday, Apr 22, 2025

સુરતમાં પરિણીતાને ફ્લાઈંગ કિસ કરી બે યુવકોના અડપલા, ઠપકો આપવા જતા પતિને માર માર્યો

2 Min Read
  • સુરતમાં બે યુવકોએ મર્યાદા ઓળંગીને મહિલાની છેડતી અને અડપલાં કર્યા હતાં. લિંબાયત ખાતે રહેતી પરિણીતા સાથે ઈધર દેખો ઓર ઈધર આઓ કહી ફ્લાઈંગ કિસ કરી છેડતી કરી હતી.

પરિણીતાએ (Married) ઠપકો આપવા જતાં બન્ને યુવકોએ અડપલાં પણ કર્યા હતાં. સાથે જ ઘટના સ્થળે આવી ગયેલા પતિને પણ માર માર્યો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગંદા ઈશારા કર્યા :

લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાએ નજીકમાં રહેતા ગુલામ મુસ્તુફા અને સમાધાન ગાવટી નામના બે ઈસમો વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપી છે. જે મુજબ મહિલા આ વિસ્તારમાંથી જઈ રહી હતી ત્યારે ગુલામ મુસ્તફા અને સમાધાન ગાવટીએ મહિલાને આંખોથી અને હાથથી ગંદા ઈશારા કર્યાં હતાં. જેથી ફરિયાદીએ નજર અંદાજ કરીને આગળ ચાલતી પકડી હતી ત્યારે બન્ને જણાએ ઈધર દેખ ઓર ઈધર આઓ તેમ કહી મહિલાને પોતાની પાસે બોલાવી હતી.

પતિને માર માર્યો :

મહિલાએ જ્યારે પાછળ જોયું તો બન્નેએ ફ્લાઈંગ કીસ આપી હતી. જેથી મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમને ઠપકો આપવા ગઈ હતી. ત્યારે મહિલા સાથે ગુલામ મુસ્તફાએ શારીરિક અડપલાં અને સમાધાને હાથ પકડીને ઝપાઝપી કરી હતી. એટલીવારમાં મહિલાનો પતિ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બન્નેએ મહિલાના પતિ સાથે ઝપાઝપી કરી મારવા જતા તેણે બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો દોડી આવતા બન્ને યુવકો ભાગી ગયા હતાં. આ અંગે મહિલાની ફરિયાદ લઈ લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article