મોદી સરનેમ ! રાહુલ કોર્ટમાં હાજર નહીં રહે તો થઈ શકે છે ધરપકડ

Share this story
  • મોદી સરનેમ પર ટિપ્પણી કરવી એ રાહુલ ગાંધી માટે ગળાનું હાડકું બની ગઈ છે. સુરત કોર્ટે સજા આપ્યા બાદ રાહુલની સદસ્યતા તો જતી રહી છે. હવે રાંચીમાં થયેલા કેસમાં ધરપકડ થવાના ભણકારા છે. મોદી સરનેમ પર અપમાનજનક ટીપ્પણી કરવાના કેસમાં રાંચીની કોર્ટે વારંવાર સમન્સ આપવા છતાં રાહુલ ગાધી હાજર ના થતાં કોર્ટે છેલ્લું સમન્સ આપીને રાહુલને ૪ જુલાઈએ રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.

મોદી સરનેમ (Modi surname) પર ટિપ્પણી કરવા પર રાહુલ ગાંધીને (Rahul Gandhi) સુરત કોર્ટે સજા આપ્યા બાદ રાહુલની સદસ્યતા તો જતી રહી છે પણ હવે રાંચીમાં થયેલા કેસમાં ધરપકડ થવાના ભણકારા છે. મોદી સરનેમ પર અપમાનજનક ટીપ્પણી કરવાના કેસમાં રાંચીની કોર્ટે (Court of Ranchi) વારંવાર સમન્સ આપવા છતાં રાહુલ ગાધી હાજર ના થતાં કોર્ટે છેલ્લું સમન્સ આપીને રાહુલને ૪ જુલાઈએ રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.

કોર્ટનું આ છેલ્લું સમન્સ છે અને હવે રાહુલ આ વખતે પણ હાજર નહીં થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. આમ કોઈ પણ સંજોગોમાં રાંચીની કોર્ટમાં રાહુલે હાજર થવા માટે આવવું પડશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ જીતી ગઈ છે પણ લોકસભા સમયે ચૂંટણી સભામાં ઉચ્ચારેલા શબ્દો રાહુલને ભારે પડી રહ્યાં છે.

રાંચીમાં પ્રદીપ મોદી નામની વ્યક્તિએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાંચીની એમપી-એમએલએ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગ કરતી અરજી કોર્ટ પહેલાં જ ફગાવી ચૂકી છે. કોર્ટે અરજી ફગાવતાં રાહુલ ગાંધીના વકીલે કોર્ટ પાસે ૧૫ દિવસનો સમય માંગ્યો હતો.

એ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં રાહુલ હાજર ના થતાં પ્રદીપ મોદીના વકીલે કરેલી રજૂઆતના પગલે કોર્ટે રાહુલ ગાંધીને છેલ્લું સમન્સ આપ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત કેસમાં 23 માર્ચ-2023ના રોજ સુરતની CJM કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને લોકસભામાં સાંસદ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ મામલામાં રાહુલ ગાંધી પર અનેક કોર્ટમાં કેસ થયા છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું – બધા ચોરોની અટક મોદી કેમ છે…. આ નિવેદન બાદ સુરતના ભાજપના નેતા પૂર્ણેશ મોદી એ સુરતમાં રાહુલ પર તમામ મોદી અટકવાળા લોકોને બદનામ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.

પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, રાહુલે પોતાના રાજકીય ફાયદા માટે મોદી સરનેમ ધરાવતા 13 કરોડ લોકોને ‘ચોર’ કહ્યા છે. આ જ કેસમાં સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના બીજા જ દિવસે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા ખતમ કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

રાહુલ પાસે તે સમયે માફી માગવનો સમય હતો પણ રાહુલે આ બાબતને અવગણી હતી. ગુજરાતમાં આ કેસ હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. રાહુલે સજા સામે અપીલ કરી છે. જો ચૂકાદો રાહુલની વિરુદ્ધમાં આવ્યો તો 8 વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી નહીં શકે. હવે રાંચીની કોર્ટમાં આ મામલો આગળ વધ્યો છે. જે આગળ જતાં રાહુલ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-