Home Blog Page 1041

તંત્રની બેદરકારી સામાન્ય માણસોને ભારે પડી રહી છે / ઊંડા ખાડામાં ચાલક સાથે આખેઆખી રિક્ષા પડી, લોકોમાં કુતુહલ

0
  • બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતું. શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

 વડોદરાના નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાતા ખાબોચિયા ભરાઇ ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરમાં કોર્પોરેશન દ્વારા એક દસેક ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવ્યો હતો. પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા તંત્રએ આ ખાડો ખોદ્યો હતો. જેમાં બુધવારે રાતે એક રિક્ષાચાલકને આ ખાડો ન દેખાતા રિક્ષા લઈને તે ખાડામાં અંદર પડ્યો હતો. રિક્ષા ચાલકને ઈજા પહોંચવાની પણ પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.

 ખાડાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા પડી રહી છે.

નોંધનીય છે કે શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વડોદરાના નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે દર્દીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાતા ખાબોચિયા ભરાઈ ગયા હતા. ખાડાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા પડી રહી છે. તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે દર્દીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

 

પેશાબ કાંડના પીડિતની મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ માંગી માફી, શિવરાજે પગ ધોઈને આપ્યું સન્માન

0
  • મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં સીએમ હાઉસમાં દશમત રાવત સાથે મુલાકાત કરી હતી અને તેમના પગ ધોયા હતા.

એક વાયરલ વીડિયોમાં આરોપી પ્રવેશ શુકલા રાવત પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, “મને તે વીડિયો જોઈને દુ:ખ થયુ, હું તમારી માફી માંગું છું, લોકો મારા માટે ભગવાન જેવા છે.” શિવરાજ સિંહ ચૌહાણે પીડિતના પગ ધોઈને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ.

મુખ્યમંત્રી પીડિતને મળ્યા :

શિવરાજ સિંહ ચૌહાણે પીડિત સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ પૂછ્યુ કે બાળકો ભણી રહ્યાં છે, શિષ્યવૃતિ મળે છે, કોઇ મુશ્કેલી હોય તો મને જણાવજો, દીકરી લાડલી લક્ષ્મી છે. પત્નીને લાડલી બહેનાનો લાભ મળી રહ્યો છે. આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે.

સીએમે કહ્યુ કે દીકરીને ભણાવવી છે. દીકરીને આગળ વધારવી છે. દશમતે મુખ્યમંત્રીને જણાવ્યું કે તે છૂટક મજૂરી કરે છે. મુખ્યમંત્રીએ પીડિતને કહ્યું કે, મને ઘણુ દુ:ખ થયુ, હું તમારી માફી માંગુ છું, મારી માટે જનતા ભગવાન સમાન છે. શિવરાજ સિંહે દશમતને સુદામા કહેતા કહ્યુ કે તમે હવે મારા મિત્ર છો.

મહત્વપૂર્ણ છે કે મધ્ય પ્રદેશના સીધીમાં ભાજપ નેતા પ્રવેશ શુકલાનો દશમત રાવત ઉપર પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો. તે બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ આ ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને તેના ઉપર એનએસએની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીના ઘરને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-

આખો દહાડો AC ચાલુ રાખશો તો પણ અડધું આવશે લાઈટ બિલ !

0
  • કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો. વીજળીનું બિલ અડધું થઈ શકે છે અને આ માટે તમારે કંઈ ખાસ કરવાની પણ જરૂર નથી. તમારે ફક્ત તમારી દિનચર્યા થોડી બદલવી પડશે.

ઉનાળામાં સૌથી વધુ ટેન્શન વીજળીના બિલમાં વધારાનું છે. તેનું મુખ્ય કારણ એર કંડિશનરનું ચાલવું છે. ઘણા લોકો વીજળીના ઊંચા બિલને કારણે પરેશાન થાય છે અને એસી ઓછું ચલાવે છે. પરંતુ પછી તેમને ગરમી સહન કરવી પડે છે. પરંતુ કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો. વીજળીનું બિલ અડધું થઈ શકે છે અને આ માટે તમારે કંઈ ખાસ કરવાની પણ જરૂર નથી. તમારે ફક્ત તમારી દિનચર્યા થોડી બદલવી પડશે.

Inverter AC :

જો તમારા ઘરમાં સામાન્ય એર કંડિશનર હોય તો તમારે તેને ઈન્વર્ટર AC વડે બદલવું પડશે. ઈન્વર્ટર એર કંડિશનરની મદદથી તમારું વીજળીનું બિલ ઘણું ઓછું આવશે. આ ઉપરાંત તમારે ઠંડકના મામલે પણ વધુ ચિંતા કરવાની જરૂર નથી. એર કંડિશનર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દાવો કરે છે કે ઈન્વર્ટર એસીનો ઉપયોગ કર્યા પછી, તમે તમારા વીજળીના બિલમાં 15-25% સુધી બચાવી શકો છો.

Electricity Saver :

તમને બજારમાં ઘણા ઈલેક્ટ્રિસિટી સેવર પણ મળશે. જેને તમે વીજળીના મીટર સાથે જોડી શકો છો. જ્યારે વીજળી બચાવવાની વાત આવે છે ત્યારે આનો ઘણો ફાયદો છે. આ સેવર તમારા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમને આશ્ચર્ય થશે કે તમારે તેને મીટર સાથે જોડવા માટે કોઈ ખાસ પ્રયત્નો કરવાની જરૂર નથી. તમારે તેને મીટર સાથે સરળતાથી કમ્બાઈન કરવું પડશે.

AC ની સર્વિસ કરાવવી :

ઉનાળામાં હંમેશા યાદ રાખો કે એર કન્ડીશનરને સર્વિસ કરાવ્યા વિના ચાલુ કરવું એ ખરાબ આદત હોઈ શકે છે. હંમેશા ખાતરી કરો કે તમે તમારા AC ને ચાલુ કરો તે પહેલા તેની સર્વિસ કરવામાં આવી છે. આનાથી તમને બે ફાયદા થશે – પ્રથમ, તમારું AC વધુ સારી રીતે ઠંડક આપશે અને બીજું તે તમને ઘણી વીજળી બચાવવામાં મદદ કરશે. વીજળી બચાવવા માટે આ એક સરળ રીત હોઈ શકે છે.

આ પણ વાંચો :-

જલેબીમાંથી નીકળી જીવાત : નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીને થયો કડવો અનુભવ 

0
  • તાપીના વ્યારામાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીએ મંગાવેલ જલેબીમાંથી જીવાત નીકળતા બેકરીમાં દેકારો બોલી ગયો હતો.

નાસ્તાની દુકાનો અને લારીઓમાં નીતિ નિયમને નેવે મૂકી અને આડેધડ ખોરાક પીરસવામાં આવે છે. જેમાં અમુક કિસ્સાઓમાં સ્વચ્છતા બાબતે ઉદાસીનતા જોવા મળતી હોય છે. ભૂતકાળમાં આવી ઘટનાના બોલતા પુરાવારૂપ અનેક કિસ્સાઓ  સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો તાપીના વ્યારામાં સામે આવ્યો છે. જેમાં નાસ્તો કરવા ગયેલા ધારાશાસ્ત્રીએ મંગાવેલ જલેબીમાંથી જીવાત નીકળતા તેને કડવો અનુભવ થયો હતો.

તાપી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ સામે સવાલ :

આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત એવી છે કે તાપીના વ્યારામાં આવેલી ભારત સ્વીટ નામની દુકાન નાસ્તા માટે પ્રખ્યાત છે. જેમાં એક એડવોકેટ નાસ્તો કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે જલેબી સહિતની વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર આવતાની સાથે જ જલેબી હાથમાં લેતા જલેબીમાંથી જીવાત નીકળી હતી.

જેને લઈને એડવોકેટ ચોંકી ગયા હતા અને તેમણે આ મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી. જોકે જલેબીમાંથી આ પ્રકારે જીવાત નીકળવાની ઘટનાને પગલે તાપી જિલ્લાના ફૂડ સેફટી વિભાગે સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું હોય તેવું ધારાશાસ્ત્રીએ આક્ષેપ લગાવ્યા હતા.

આ પણ વાંચો :-

મોંઘીદાટ સાયકલ ચોરતી ટોળકી દબોચાઈ, આ રાજ્યમાં વેચવાનો હતો પ્લાન

0
  • સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સાયકલો ચોરી કરી ઓડિશા ખાતે વેચવાની ફિરાકમાં રહેલા ત્રણ આરોપીઓને સુરત એસઓજી દ્વારા અમરોલી કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડી ચોરીની 42 જેટલી સાયકલો સહીત એક ઓટો રીક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ રાત્રી દરમ્યાન ઓટો રિક્ષામાં નીકળતા હતા. મોંઘીદાટ સહિતની સાયકલોની ચોરી કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓ પાસેથી એસઓજી દ્વારા 2.64 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. આ મામલે શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં સાયકલ ચોરીની અનેક ફરિયાદો પણ નોંધાઈ છે. જે ફરિયાદોના પગલે શહેર એસઓજીની ટીમ દ્વારા સાયકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ભારે કમર કસવામાં આવી હતી.

જે અંતર્ગત સુરત એસઓજીની ટીમ દ્વારા અંદાજીત 450 જેટલા સીસીટીવી ફૂટેજના આધારે સાયકલ ચોરી કરતી ગેંગનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. સુરત એસઓજી ની તપાસમાં કેટલાક શંકમંદ ઈસમો કેદ થયા હતા. સુરત એસઓજીની ટીમે આ શંકમંદ ઈસમોને સુરતના અમરોલી કોસાડ આવાસ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જે આરોપીઓની આકરીઢબે પૂછપરછ કરતા સાયકલ ચોરીના એક બાદ એક ગુના ઉકેલાતા ગયા હતા.

સુરત એસઓજી ની તપાસમાં ચોકાવનારી હકીકતે સામે આવી હતી કે આરોપીઓ દ્વારા હમણાં સુધી 42 જેટલી સાયકલો ચોરી કરવામાં આવી હતી. જે સાયકલો શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ તમામ સાયકલો એક સ્થળે એકત્ર કરી ઓડિશા ખાતે વેચવાની ફિરાકમાં હતા. સુરત એસઓજીની તપાસમાં રાંદેર, અમરોલી, સિંગણપોર, ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓના ભેદ ઉકલાઈ ગયા હતા.

મૂળ ઓડિશા ગંજામ જિલ્લાના વતની પંચું સુદર્શન સુબુધી, સનિયા સુદર્શન સ્વાઈ અને ગૌતમ ઉર્ફે રામ અમૂલ્યપ્રધાનની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ રાત્રિના સમયે ઓટો રીક્ષા લઇ શહેરના જુદા જુદા વિસ્તારમાં રેકી કરી સાયકલોની ચોરી કરતા હતા. જેમાં મુખ્યત્વે મોંઘીદાટ કિંમતની સાયકલોની ચોરી કરવામાં આ ગેંગ વધુ માહિર હોવાનું બહાર આવ્યું છે.

હાલ તો આ તમામ આરોપીઓ પાસેથી 2.64 લાખથી વધુ ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી 42 જેટલી ચોરીની સાયકલને લઈ અલગ અલગ પોલીસ મથકોમાં આગામી દિવસોમાં ફરિયાદ દાખલ કરવા અંગેની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સિરીઝ માટે ટીમ જાહેર, હાર્દિક કેપ્ટન, જાણો કોને મળી તક

0
  • વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી છે. આ સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત અનેક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

સીનિયર પુરૂષ પસંદગી સમિતિએ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝ માટે યશસ્વી જાયસવાલ અને તિલક વર્માને જગ્યા આપવામાં આવી છે.

ભારતીય ટી20 ટીમ : ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), સંજૂ સેમસન, હાર્દિક પંડયા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.

અજીત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિએ પસંદ કરી ટીમ :

તો આ પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકરની આગેવાનીમાં પસંદ કરવામાં આવેલી પ્રથમ ટીમ છે. હકીકતમાં બુધવારે અજીત અગરકરને બીસીસીઆઈ પસંદગી સમિતિના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા હતા. હવે આ પસંદગી સમિતિએ પોતાની પ્રથમ ટીમ પસંદ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે ટેસ્ટ મેચ સિવાય ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમશે. ટેસ્ટ અને વનડે માટે ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :-

પોસ્ટ ઓફિસની આ ૩ નાની બચત યોજનાના વ્યાજ દરમાં કરાયો વધારો

0
  • પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં અનેક લોકો પૈસા રોકતા હોય છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રૂપિયા ડુબવાની કોઈ ચિંતા હોતી નથી અને વ્યાજ પણ સારું મળે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ જેને પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવાય છે તેનું વ્યાજ બેંક એફડી કરતા પણ વધારે હોય છે.

સરકારે જુલાઈથી સપ્ટેમ્બર માસ માટેની કેટલીક સ્મોલ સેવિંગ સ્કીમમાં વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જેમાં પોસ્ટ ઓફિસની એક અને બે વર્ષની ટાઈમ ડિપોઝિટ અને પાંચ વર્ષની રિકરીંગ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવામાં આવ્યો છે. સરકારે પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસપત્ર, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામા વ્યાજમાં કોઈ ફેરફાર કર્યા નથી.

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં અનેક લોકો પૈસા રોકતા હોય છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રૂપિયા ડુબવાની કોઈ ચિંતા હોતી નથી અને વ્યાજ પણ સારું મળે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ જેને પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવાય છે તેનું વ્યાજ બેંક એફડી કરતા પણ વધારે હોય છે.

ભારતનો કોઈપણ વયસ્ક નાગરિક પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકે છે. બાળકના નામ પર માતા પિતા પણ આ એકાઉન્ટ ખોલી શકે છે. આ ખાતામાં ઓછામાં ઓછા હજાર રૂપિયા જમા કરાવવા પડે છે વધુમાં વધુ રકમ જમા કરવા માટે કોઈ જ મર્યાદા નથી.

પોસ્ટ ઓફિસની આ યોજના પર વ્યાજ દર 6.8% થી વધારી 6.9% કરવામાં આવ્યું છે. એટલે કે તમે હવે આ યોજનામાં એક વર્ષ માટે 10,000 રૂપિયા લગાવો છો તો મેચ્યોરિટી પછી તમને 10,708 મળશે.

સાથે જ પોસ્ટ ઓફિસની બે વર્ષીય ટાઈમ ડિપોઝિટ પર પણ વ્યાજ દરમાં વધારો થયો છે. આ યોજના પર હવે 6.9% ને બદલે 7% વ્યાજ મળશે. એટલે કે જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં 10000 રૂપિયા લગાવે છે તો તેને મેચ્યોરિટી પર 11,489 મળશે.

પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર પણ વ્યાજ વધારવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ માં 6.2% થી વધારી વ્યાજદર 6.5 ટકા કરવામાં આવ્યું છે. જોકે ત્રણ વર્ષીય ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટમાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. જો તમે ત્રણ વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટમાં 10,000 જમા કરો છો તો એફડી મેચ્યોર થશે ત્યારે તમને 12,314 રૂપિયા મળશે.

આ પણ વાંચો :-

સુરતમાં કડાકા ભડાકા વચ્ચે વીજળી પડતાં એપાર્ટમેન્ટમાં આગ, મચી અફડાતફડી

0
  • ત્રણ દિવસના વિરામ બાદ ગઈ કાલે સુરતમાં સવારના સમયે બે ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હતો. આ વરસાદની સાથે સાથે ભારે કડાકા ભડાકા સાથે વીજળી પણ પડી હતી.

કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપોરમાં આસમાની આફસ સમી વીજળી એક એપાર્ટમેન્ટ પર પડી હતી. જેથી અફડાતફડી મચી ગઈ હતી.

સિંગણપોર વિસ્તારમાં આવેલી બ્લુ કેન્ડલ નામની હાઈરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી. બ્લુ કેન્ડલની બિલ્ડિંગ બી વિંગમાં વીજળી પડતાં આગ લાગી ગઈ હતી. વાયરો બળીને ખાક થયા હોવાથી ધુમાડો ઉંચે ઉઠયો હતો. જેથી બિલ્ડીંગના રહિશોની સાથેસાથે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો.

વરસાદી કાળા ડિંબાગ વાદળો વચ્ચે પડેલી વીજળીના કારણે એપાર્ટમેન્ટના ઈન્ટરનેટ સહિતના વાયરો સળગી ગયાં હતાં. જેથી ધુમાડો ઉંચે સુધી ઉઠયો હતો. સ્થાનિકોએ કહ્યું કે ભારે કડાકાના અવાજ સાથે વીજળી પડતાં અમે ધ્રુજી ઉઠયાં હતાં.

આ પણ વાંચો :-

૬ જુલાઈ / આર્થિક સંકડામણ ઓછી થશે. વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ, આ રાશિના જાતકનો ગુરુવાર સારો જશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. બપોર પછી થોડો થાક વર્તાય. આવકમાં વધારો થાય. પરિવારમાં શાંતિ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના રહે.

વૃષભઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. નાણાંનું પ્રમાણ વધતું જણાય. પરંતુ નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી. પરિવારમાં મનમેળ રહે. સભ્યોની પ્રગતિથી આનંદ રહે. ગેસ ટ્રબલ, પેટની તકલીફો રહે.

મિથુનઃ
સ્વભાવ ઉગ્ર રહે. આવક માટે સામાન્ય દિવસ. કુટુંબમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકત માટે સામાન્ય દિવસ. સંતાન સુખ સારું. થાક લાગે. ભાગ્ય સારું. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય.

કર્કઃ
બપોર પછી ઉદાસીનતાનો અનુભવ થાય. ભાઈ-બહેનો સાથે મતભેદ થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. અગત્યના નિર્ણયો ટાળવા. જીવનસાથી સાથે આનંદ. ભાગ્ય સારું રહે.

સિંહઃ
આક્રમક સ્વભાવ રહે. આવકમાં વધારો જણાય. કુટુંબમાં સુખશાંતિ. કરેલા રોકાણોથી લાભ મળે. સંતાનો તરફથી ચિંતા. શરીરમાં ગરમી, એસીટીડીનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય.

કન્યાઃ
સરળ સ્વભાવ રહે. પૈસાનું આયોજન યોગ્ય રીતે કરવું શક્ય બને. કરેલા રોકાણોથી ધારેલું ફળ ન મળે. હૃદયમાં અસંતોષ રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે.

તુલાઃ
આરામ કરવાની ઈચ્છા થાય. નાણાંકીય ફાયદો મળે. કરેલા કાર્યની સફળતા અંગે અસંતોષ જણાય. માતાપિતાનું આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. સ્વાસ્થ્ય સારું રહે.

વૃષિકઃ
આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક અંગે અસંતોષ રહે. છતાં બપોર પછી આવક વધતી જણાય. પરિવારમાં મનમેળ રહેશે. આરોગ્ય સારું રહેશે. દામ્પત્યસુખ સારું મળશે.

ધનઃ
‌દિવસ દરમિયાન જુસ્સો અનુભવી શકાય. નાણાંની પ્રાપ્તિ સહજ બને. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ. ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે.

મકરઃ
ખેડૂતોને લાભ, ખોળ-કપાસિયાથી ફાયદો. બાગ-બગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, માન-સન્માનમાં વધારો થાય. સંતાન તરફથી આનંદ. હાડકામાં દુઃખાવો રહે. અેકંદરે આરોગ્ય જળવાય.

કુંભઃ
આનંદ-ઉત્સાહથી દિવસની શરૂઆત થાય. પરિવારમાં ગુસ્સાવાળું વાતાવરણ રહે. જમીન-મિલકત, રોકાણથી લાભ. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

મીનઃ
ધાર્મિક ભાવના તથા બીજાને મદદ કરવાની ઈચ્છા પ્રબળ થાય. ભાઈ-બહેનો સાથે ઉગ્રતા વર્તાય. પરિવારમાં આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ. સંતાનો તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપી સેવા

  • પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા અમૃતસરના સુવર્ણ મંદિર ગયા હતા. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં કપલ ગુરુદ્વારામાં સેવા આપતા જોવા મળે છે.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા અમૃતસરના સુવર્ણ મંદિર ગયા હતા. જે બાદ કપલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે પરિણીતી અને રાઘવનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં કપલ ગુરુદ્વારામાં સેવા આપતા જોવા મળે છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ગુરુદ્વારામાં એકસાથે વાસણો ધોતા જોવા મળે છે.

પરિણીતી ચોપરા અને રાઘવે સુવર્ણ મંદિરમાં સેવા આપી !

પરિણીતી ચોપરા વિડિયો અને રાઘવ ચઢ્ઢાનો એક નવો વિડિયો તાજેતરમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા તેમના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પરિણીતી અને રાઘવ અન્ય ભક્તો સાથે ગુરુદ્વારામાં પૂજા કર્યા બાદ સેવા કરતા જોવા મળે છે.

વીડિયોમાં પરિણીતી અને રાઘવ લંગરના વાસણો ધોતા જોઈ શકાય છે. સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચેલા પરિણીતી અને રાઘવ એકદમ સિમ્પલ અંદાજમાં જોવા મળ્યા હતા. જ્યારે પરિણીતીએ ઓફ-વ્હાઈટ સૂટ પહેર્યો હતો. ત્યારે રાઘવે સફેદ કુર્તા પાયજામા સાથે ગ્રે જેકેટ પહેર્યું હતું.

પરિણીતીએ કહ્યું ગોલ્ડન ટેમ્પલની મુલાકાત ખાસ !

અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરના તળાવની સામે જોવા મળી રહી છે. પરિણીતિની આ તસવીર પાછળથી ક્લિક કરવામાં આવી છે. ફોટોમાં અભિનેત્રી અને રાઘવ હાથ જોડીને માથું ઢાંકેલા જોવા મળે છે.

પરિણીતી ચોપરાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું – આ વખતે મુલાકાત વધુ ખાસ હતી કારણ કે તે મારી સાથે હતી. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ મે ૨૦૨૩માં ધૂમધામથી સગાઈ કરી હતી.

આ પણ વાંચો :-