Home Blog Page 1042

પ્યાર કે લિયે કુછ ભી કરેગા ! જેતપુરનો હિન્દુ યુવાન ધર્મ પરિવર્તન કરીને સુન્નત કરાવવા ગયો અને…

0
  • બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે આશીષે તેની સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે.

રાજકોટના જેતપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હિન્દૂ યુવક બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી માટે ધર્મપરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ અને સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો 22 વર્ષયી હિન્દૂ બાવાજી યુવક આશિષ ગોસ્વામીને બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી. બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી સાથે આશીષે તેની સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે.

પિતાએ આરોપ લગાવ્યો છે કે યુવક યુવતી સાથે લગ્ન કરવા તૈયાર છે. યુવક આખો દિવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો. જ્યાં તે રોજ પાંચ સમયની નમાજ અદા કરે છે. બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીએ હિન્દૂ યુવક આશિષ ગોસ્વામીનું બ્રેઈન વોશ કરતા તેણે ધર્મ પરિવર્તન અને લગ્ન કરવાની તૈયારી કરી લીધી હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે. જેનાં માટે તેણે પોતાનું નામ બદલીને શેખ મોહમ્મદ અલી સમીર કરી નાખ્યું છે. સમગ્ર ઘટના અને મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હિન્દૂ યુવક આશિષ સરકારી હોસ્પિટલમાં સુન્નત કરાવવા માટે ગયો. યુવક યુવતી સાથે નિકાહ કરવા તૈયાર છે.

આશિષના માતા પિતાને સમગ્ર વાતની જાણ હતી પરંતુ તેમનો પુત્ર ઘરેથી ભાગી જશે અથવા કોઈ પગલું ભરસે તેના માટે ચિંતિત હતા. ત્યારે આજે યુવક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સુન્નત માટે ગયો હતો અને તેઓ તાત્કાલિક યુવક આશિષ પાસે ગયા હતા અને તેને સમજાવવું પ્રયાસ શરૂ કર્યા હતા.

સાથે વિશ્વ હિન્દુ પરિષદ પણ સામેલ થઈ હતી અને આશિષને સમજાવવા પ્રયાસ શરૂ કર્યા અને સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં ગયો છે. જ્યાં તમામ હિન્દૂ આગેવાનો દ્વારા અશિષનો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

આ પણ વાંચો :-

૬૦ વર્ષની ઉંમરે પણ Nita Ambani પોતાને આ રીતે રાખે છે ફિટ, આ છે તેમની દિનચર્યા

0
  • મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ૬૦ વર્ષની ઉંમરે પણ સુપર ફિટ છે. આ પાછળનું રહસ્ય શું છે? નીતા અંબાણી પોતાનું જીવન ખૂબ જ સાદગીથી જીવે છે.

દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખૂબ જ સુંદર અને સ્વસ્થ છે. ૬૦ વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ ફિટ છે. આ પાછળનું રહસ્ય છે તેમનું સાદું જીવન અને ખાવાની આદતો. નીતા અંબાણીના જીવનમાં કસરતનું પણ ઘણું મહત્વ છે. આના વિના તેમનો દિવસ પણ શરૂ થતો નથી. આવો જાણીએ કે નીતા અંબાણી આટલા ફિટ રહેવા માટે કેવી રીતે પોતાનું જીવન મેનેજ કરે છે.

આ રીતે નીતા અંબાણી સ્વસ્થ જીવનશૈલી જીવે છે :

આ વર્ષે નીતા અંબાણી ૧ નવેમ્બરે ૬૦ વર્ષના થશે. નીતા અંબાણી પોતાની ઉંમર પ્રમાણે ખાસ ડાયટ ફોલો કરે છે. તે યોગ અને કાર્ડિયો દ્વારા તેની ત્વચાને સ્વસ્થ અને જુવાન રાખે છે. હેલ્ધી ડાયટના કારણે તેણે પોતાનું વજન ૧૮ કિલો ઘટાડ્યું હતું. તે સમયની વાત છે જ્યારે તેણે પુત્ર અનંત અંબાણીને વજન ઘટાડવા માટે પ્રેરિત કર્યા હતા.

નીતા અંબાણી સાદું ખાવાનું પસંદ કરે છે :

નીતા અંબાણી માંસ અને માછલીને હાથ પણ લગાડતા નથી. તે વેજીટેરિયન છે.તે દરેક પ્રકારની મોસમી શાકભાજી ખાવાનું પસંદ કરે છે. તે દારૂ અને સિગારેટથી અંતર રાખે છે. બપોરના ભોજન માટે તે લીલા શાકભાજી ખાય છે અથવા સૂપ પીવે છે.

જે તેમની ચમકતી ત્વચાનું રહસ્ય છે. આ પછી તેઓ સાંજે ફળો ખાવાનું પસંદ કરે છે.તે આખો દિવસ પાણી વધુ પીવાનું રાખે છે. આ પછી નીતા અને મુકેશ અંબાણીને ડિનરમાં સાદું ખાવાનું પસંદ છે. તેઓ રાત્રે દાળ અને રોટલી ખાય છે. જે તેમને ગુજરાતી શૈલીમાં પીરસવામાં આવે છે.

આ પણ વાંચો :-

રહેણાંક વિસ્તારમાં 3 ફૂટથી લાંબી અને 4 કિલોની ચંદન ઘો દેખાતા ભયનો માહોલ

0
  • સુરતમાં વરસાદી માહોલ વચ્ચે કુતૂહલ સાથે ડરનો માહોલ પેદા કરતું સરીસૃપ ચંદન ઘો રહેણાંક વિસ્તારમાં દેખાઈ હતી. અડાજણ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચંદન ઘો (મોનીટર લિઝારડ) જોવા મળ્યું હતું.

બનાવની જાણ પ્રયાસ જીવદયાને કરવામાં આવતા પ્રયાસ જીવદયાની ટીમ ઘટન સ્થળે દોડી આવી હતી. ૦૩ ફૂટથી વધુ લાંબી અને ૦૪ કિલોની ચંદન ઘોનું રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યાએ છોડી દીધું હતું.

ચોમાસાની ઋતુમાં જાનવરો બહાર નીકળી આવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ પહેલા એક મોપેડમાં સાપ ઘુસી ગયો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો. ત્યારે પ્રયાસ જીવદયાની ટીમને બપોરે એક કોલ મળ્યો હતો કે અડાજણમાં શ્રીરામ પેટ્રોલપંપ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં કંઈક અલગ દેખાતું જાનવર ઘરમાં ઘુસી ગયુ છે. બીજી તરફ બનાવની જાણ થતા પ્રયાસ જીવદયાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રયાસ જીવદયાની ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા ચંદન ઘોને પકડી લઈને લોકોને ભયમુક્ત કર્યાં હતાં.

પ્રયાસ જીવદયાના તીર્થ શેઠે કહ્યું હતું કે કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી. ચંદન ઘો (મોનીટર લિઝારડ) રહેણાંક વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. ચંદન ઘોનું રેસ્ક્યુ કરાયું હતું. ચંદન ઘો હેલ્ધી અને મોટી હતી. તે ત્રણ ફૂટ જેટલી લાંબી હતી. તેનું વજન અંદાજીત ૦૪ કિલો જેટલું હતું. ચંદન ઘોનું રેસ્ક્યુ થાય છે. પરંતુ આટલી મોટી સાઈઝમાં તે રહેણાંક વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. ટીમે તેનું રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે છોડી દીધું હતું.

આ પણ વાંચો :-

 

આદિવાસી યુવક પર પેશાબ કરનાર ભાજપ કાર્યકર્તા પકડાયો, ડરી ગયેલા પીડિતનો ફરિયાદથી ઈનકાર

0
  • મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે આદિવાસી યુવક પર પેશાબ કરનાર આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ પીડિત આદિવાસી યુવકે ઘટનાના વીડિયોને નકલી ગણાવ્યો છે.

વાસ્તવમાં મંગળવારે એક ખૂબ જ અમાનવીય અને શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રવેશ શુક્લા નામનો વ્યક્તિ જે ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનો પ્રતિનિધિ હોવાનું કહેવાય છે. તે આદિવાસી યુવક પર પેશાબ કરતો જોઈ શકાય છે. આ વીડિયો વાયરલ થતાં મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

એક તરફ ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનું કહેવું છે કે પ્રવેશ શુક્લા તેમના પ્રતિનિધિ નથી. દરમિયાન અખબારની એક ન્યૂઝ ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં પ્રવેશ શુક્લા ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હોવાના સમાચાર છે. આ ક્લિપિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે સીધીના ધારાસભ્ય કેદારનાથ શુક્લાએ મધ્યપ્રદેશ ઈસ્ટ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીમાં પ્રવેશ શુક્લાને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે કેદારનાથ શુક્લા પણ નિશાને આવ્યા છે.

આ દરમિયાન આરોપી પ્રવેશ શુક્લા સામે NSA લગાવવામાં આવ્યો છે. પ્રવેશ શુક્લાને ભારતીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. ASP અંજુ લતા પટલેએ જણાવ્યું કે આરોપી પ્રવેશ શુક્લાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. આ મામલે આગોતરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

૬ દિવસ જૂનો વિડિયો :

આ અંગે રીવા રેન્જના ડીઆઈજી મિથલેશ શુક્લાએ જણાવ્યું કે આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરનાર વ્યક્તિ ભાજપના ધારાસભ્યનો પ્રતિનિધિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મામલાને ગંભીરતાથી લઈને કેસ નોંધ્યો છે.

તેમણે જણાવ્યું કે સીધીના ધારાસભ્ય કેદારનાથ શુક્લાના ધારાસભ્ય પ્રતિનિધિ પ્રવેશ શુક્લા બહરીના રહેવાસી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બહરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્યના પ્રતિનિધિ પીડિત પર પેશાબ કરતા જોવા મળે છે. આરોપી અને પીડિત બંને એક જ ગામના રહેવાસી છે.

ડીઆઈજી મિથલેશ શુક્લાએ જણાવ્યું કે આ વીડિયો છ દિવસ જૂનો છે. પરંતુ પોલીસને આ વીડિયો આજે સાંજે ૪ વાગ્યે મળ્યો હતો. જેના પછી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પીડિત કોલસા મજૂર છે અને તે માનસિક રીતે અસ્વસ્થ નથી.

આ મામલે પોલીસે આરોપી પ્રવેશ શુક્લા વિરુદ્ધ સિધીના બહરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૨૯૪, ૫૦૬ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચો :-

સુરતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા રિક્ષા ફસાઈ

0
  • છેલ્લા ત્રણેક દિવસના ભારે બફરાં અને વરસાદી વિરામ બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે.

છેલ્લા ત્રણેક દિવસની ભારે બફરાં અને વરસાદી વિરામ બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત શહેરમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે નીચાણવાળા વિસ્તાર સહિત ગરનાળામાં પાણી ભરાતા રિક્ષા ફસાઈ હતી.

શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સુરત શહેરના વરાછા, કતારગામ, પાલ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારે વરસાદ શરૂ થતા સ્કૂલ-કોલેજ તેમજ નોકરી, ધંધે જતા લોકોને રેઈનકોટ તેમજ છત્રીનો સહારો લેવાની ફરજ પડી હતી.

વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ રેલવે ગરનાળુ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.Untitled

અહીં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત ગરનાળામાં એક રિક્ષા પણ બંધ પડી ગઈ હતી. વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

જુલાઈની આ તારીખોએ કંઈક મોટું થશે, અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલની આગાહી

0
  • અષાઢી પૂનમે જોવામાં આવતાં હાંડા પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદનો વરતારો કાઢ્યો. જાણો શું નીકળ્યુ પરિણામ.

હવામાન વિભાગ દ્વારા વરસાદ, ચોમાસું કે ગરમી-ઠંડીની આગાહી કરવામાં આવે છે. પરંતું ભારતમા વરસાદની આગાહી કરવાની અનેક પારંપરિક રીતો છે જેને વરસાદનો વરતારો કહેવાય છે. આવા અનેક નિષ્ણાતો છે, જેઓ પવનની દિશા જોઈને વાતાવરણની આગાહી કરે છે.

અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલનું અનુમાન :

ગઈકાલે અષાઢી પૂનમનો ચંદ્ર એટલે કે હાંડો જોવામાં આવ્યો હતો. જેના પરથી આગામી દિવસોમાં વરસાદનો અનુમાન લગાવવામાં આવતો હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાંડોને જોઈને આગામી (Gujarat Rain Forecast) સમયમાં વરસાદની સ્થિતિ અંગે અનુમાન લગાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂનમનો હાંડો કેટલો ભેજ છે તે દર્શાવે છે. પૂનમમાં મોટી ભરતી હોય છે. મોટી ભરતીમાં વરાળમાંથી ભેજ કેટલો ઊંચો ચડ્યો છે તે બતાવે છે. કાલે વાદળો આછા હતા. આ આછા વાદળો દર્શાવે છે કે સાંજના સમયે સામાન્ય વરસાદ થાય તે બરાબર છે.

પરંતુ અતિભારે વરસાદ હજુ થોડા દિવસ મોડો છે. છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેવાની છે. ઉપરાંત સુરત, નવસારી, ડાંગ સહિત દક્ષિણના ભાગોમાં વરસાદ રહેશે. હાંડોને જોતાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરાળ ઓછી થઈ છે. એટલે કે વરસાદ થોડો મોડો થશે.

આવતીકાલથી વરસાદ ધમરોળશે :

આવતીકાલથી ૩ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ૬, ૭ અને ૮ જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં ૭ અને ૮ જુલાઈએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

પહાડ પરથી આવ્યું મોત અને ૦૩ સેકન્ડમાં ગાડીઓનો ભુક્કો બોલી ગયો, લેન્ડસ્લાઈડનો ડરામણો વિડીયો

0
  • નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે મંગળવારેના રોજ ભૂસ્ખલનને કારણે પર્વત પરથી પડેલા વિશાળ ખડકથી રસ્તા પર પાર્ક કરેલી એક કાર લગભગ સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી.

જે કાર પર પહેલા પથ્થર પડ્યો હતો. તેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો પાંચ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો હેરાન કરે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર પોલીસે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ શોક વ્યક્ત કર્યો :

આ ભયાનક ઘટના રોડ પર પાછળ ઉભેલા અન્ય વાહનના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક ટવિટમાં તેમણે કહ્યું કે, “આજે સાંજે લગભગ 5 વાગ્યે દીમાપુર અને કોહિમા વચ્ચે નેશનલ હાઈવે પર ખડકો પડતાં ગંભીર નુકસાન થયું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.” આ સ્થળ હંમેશા ‘પાકાલા પહાડ’ તરીકે ઓળખાય છે જે ભૂસ્ખલન અને ખડકોના પડવા માટે જાણીતું છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરશે :

અન્ય એક ટવિટમાં મુખ્ય પ્રધાન રિયોએ કહ્યું, “રાજ્ય સરકાર કટોકટી સેવાઓ પ્રદાન કરવા માટે તમામ પગલાં લઈ રહી છે.” દરેક મૃતકના નજીકના સંબંધીઓને ૦૪-૦૪ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે અને ઘાયલોને જરૂરી તબીબી સહાય અને મદદ પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

પોલીસની નિષ્ક્રિયતા કે ગુનેગારો બેફામ બન્યાં ? હાથમાં તલવાર લઈને ભયનો માહોલ પેદા કરતાં શખ્સનો વીડિયો વાયરલ

0
  • પોલીસની નિષ્ક્રિયતાથી જ ગુનેગારો માથુ ઊંચકતા હોય છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો ફરી બેફામ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક શખ્સ તલવાર લઈને રૌફ પેદા કરતો હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક ટપોરીઓને પોલીસનો જ કોઈ જ ડર ન રહ્યો હોય તે રીતે એક માથાભારે ઈસમ તલવાર લઈને જાહેરમાં ડરનો માહોલ પેદા કરતો હોવાનું સામે આવ્યું છે.

વીડિયોમાં આ શખ્સની ગુંડાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે આ પ્રકારના અસામાજિક તત્વો સામે આકરામાં આકરા પગલાં લેવાની માંગ સાથે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

ખુલ્લેઆમ તલવાર સાથે નીકળીને પોતાની દાદાગીરી બતાવનારા આ શખ્સને પોલીસ તેનો પાવર બતાવે તેવી માંગ પણ સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ કરીને કરી રહ્યાં છે. આ પ્રકારે જો લોકો હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવશે તો કાયદા વ્યવસ્થાનું શું થશે તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે.

આ પણ વાંચો :-

અજીત અગરકર બન્યો ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર, બીસીસીઆઈએ કરી જાહેરાત

0
  • પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકરની અખિલ ભારતીય સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. બીસીસીઆઈએ આ જાહેરાત કરી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બની ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરી છે. અગરકર, અશોક મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) ની સાથે વર્ચુઅલ ઈન્ટરવ્યૂમાં સામેલ થયા.

ત્યારબાદ તેની વરિષ્ઠ પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષના રૂપમાં નિમણૂંકને મંજૂરી મળી ગઈ. નોંધનીય છે કે ચેતન શર્માના રાજીનામા બાદ ચીફ સિલેક્ટરનું પદ ખાલી હતું. બોર્ડે હાલમાં અરજી મંગાવી હતી. અગરકરે જ્યારે આ પદ માટે અરજી કરી. ત્યારે તેમને રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા હતા.

અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. અગરકર 1998થી 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 349 વિકેટ ઝડપી હતી અને આ દરમિયાન 1855 રન બનાવ્યા હતા. અગરકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી પણ નોંધાયેલી છે.

અગરકર આ પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પરંતુ થોડા દિવસો પહેલા અગરકરે દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે. આવતા મહિને રમાનારી એશિયા કપ પહેલા અજીત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને લઈને અજીત અગરકરની ભૂમિકા મહત્વની રહેશે.

પગારમાં વધારો :

એવા પણ અહેવાલ હતા કે પસંદગીકારના ઓછા પગારને કારણે કોઈ મોટો ખેલાડી આ પદ માટે અરજી કરવા માંગતો નથી. એવું પણ જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગે તેના ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકાર બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી.

આ બાબતોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ દ્વારા મુખ્ય પસંદગીકારની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરને બીસીસીઆઈ તરફથી વાર્ષિક એક કરોડ રૂપિયા મળશે. બાકીના પસંદગીકારોના પગારમાં પણ બીસીસીઆઈ તરફ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

રિલાયન્સનો મોટો ધમાકો : ૯૯૯ રૂપિયા લોન્ચ કર્યો ૪જી ફોન, પ્લાન પણ મજેદાર

0
  • રિલાયન્સ જીઓ દ્વારા ૯૯૯ ની કિંમતના ૪જી મોબાઈલ લોન્ચ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અનેક સુવિધાથી ભરપુર છે.

રિલાયન્સ જીઓએ માત્ર ૯૯૯ ની કિંમતનો એક મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે 2જી મુક્ત ભારતના પગલે આ ૪જી મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઈલની સાથે જીઓના બે નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનને જીઓ ભારત ફોન એવું નામ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ બેઝિક ફીચર ફોન છે. પરંતુ તેમાં ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકાશે.

ફોનની સાથે જીઓ ના પ્લાન લેવા પડશે. જેની શરૂઆતની કિંમત ૧૨૩ રૂપિયા પર મહિના રાખવામાં આવી છે. ૧૨૩ રૂપિયામાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ૧૪ જીબી ડેટા મળશે .એન્યુઅલ પ્લાન મુજબ યુઝર્સને ૧૨૩૪ રૂપિયા આપવા પડશે. જેમાં ૧૬૮ જીબી ડેટા મળી શકશે. રિલાયન્સ કંપનીના જણાવ્યા અનુસાર જીઓ ભારત ફોનનું ૭ જુલાઈથી બીટા ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. તે પ્રથમ ૬૫૦૦ તાલુકાઓમાં શરૂ કરવામાં આવશે.રિલાયન્સ જીઓ દ્વારા ભારતીય હેડ સેટ મેકર કાર્બન કંપની સાથે પાર્ટનરશીપ કરી અને આ ફોનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જીઓ સિનેમા, જીઓ સાવન અને એફએમ રેડીયો પણ સપોર્ટ કરાશે :

વધુમાં જીઓ ભારત ફોનમાં યુપીઆઈ પેમેન્ટ સપોર્ટ પણ હશે. પરંતુ જીઓ પે માટે જ હશે એટલે કે જીઓ પેથી જ પેમેન્ટ કરી શકાશે. અન્ય યુપીઆઈમાં ટ્રાન્સ્ફર થઇ શકશે કે નહીં તે મામલે સ્પષ્ટતા કરાઈ નથી. આ ફોનમાં કેમેરા ઉપરાંત જીઓ સિનેમા, જીઓ સાવન અને એફએમ રેડીયો પણ સપોર્ટ કરાશે.

૪.૫ cm ની ડિસ્પ્લે અને ૧૦૦૦ એમએએચની બેટરી તથા ૦.૩ મેગા પિક્સલ કેમેરા તથા ફ્લેશ ટોર્ચ અને ૧૨૮ gb એસડી કાર્ડ લગાવવા સુધીની મર્યાદા અપાઈ છે. સાથે સાથે ૭૧ ગ્રામ વજન અને ૩.૫ છે એમ એમ હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-