Home Blog Page 1043

મેઘો ફરી બોલાવશે ધબધબાટી ! અમદાવાદ સહિત ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદ

0
  • ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ બે દિવસ બાદ ફરીથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી ૨ દિવસ ખાસ વરસાદ નહીં. ત્યારે આગામી ૬ ,૭, અને ૮ જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે. પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં ૭ અને ૮ જુલાઈએ ભારે વરસાદ આવી શકે છે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.

આ કારણોસર ૪ થી ૭ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ૭ જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.

રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં ૫ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી ૫ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી ૬ તારીખથી વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૬ જુલાઈએ અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ૭ જુલાઈએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે ૭ થી ૧૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ ૨૫ જુલાઈથી ૮ ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે. આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે.

આ પણ વાંચો :-

૦૫ જુલાઈ / નવા રોકાણ માટેનો બેસ્ટ સમય પણ બુધવાર ખાસ આટલું ધ્યાન રાખજો, આ રાશિના જાતકોનો ઉગ્યો ભાગ્યનો સૂરજ, જુઓ રાશિ ભવિષ્ય

મેષ:
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઈ શકાય. સ્વગૃહી શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ:
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભ‍વે. સ્વાસ્થ્ય સારું રહેતું અનુભવાય.

મિથુન:
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક:
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ થોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભફળ મળે. સાાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહ:
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉબા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા:
પુત્ર-પૌત્રાદી તરફતી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા:
આનંદ-ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃ‌‌શ્ર્ચ‌િક:
મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓચી થતી જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે.

ધન:
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર:
ગુરૂ-ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ:
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન:
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન-મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

લગ્ન કર્યા વગર મા બની ચૂકી છે આ બોલિવૂડ એક્ટ્રેસીસ, બીજું નામ ઘણું ચોંકાવનારું છે

  • ફિલ્મી દુનિયાના સિતારા પોતાની ચમકદાર લાઈફને લઈને અવારનવાર લોકોમાં ચર્ચામાં રહે છે.

લગ્નની સિઝનમાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ લગ્ન વગર જ માતા બની ગઈ છે. આ લિસ્ટમાં એવા ઘણા નામ છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

નીના ગુપ્તા :

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડસનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું હતું. આ પછી નીનાએ લગ્ન વગર જ દીકરી મસાબાને જન્મ આપ્યો.

નેહા ધૂપિયા :

૨૦૧૮માં પણ નેહા ધૂપિયાએ તેના બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે નેહા લગ્ન પહેલા ગર્ભવતી હતી.

શ્રીદેવી :

કહેવાય છે કે શ્રીદેવી પણ લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. જો અહેવાલનું માનીએ તો બોની કપૂર સાથેના લગ્ન સમયે શ્રીદેવી સાત મહિનાની ગર્ભવતી હતી.

દિયા મિર્ઝા :

દિયા મિર્ઝા પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. બાદમાં બિઝનેસમેન વૈભવ રેખી સાથેના લગ્નના ચાર મહિના બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.

એમી જેક્સન :

ન્યુઝ રિપોર્ટ અનુસાર બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન પણ લગ્ન વગર માતા બની હતી. અભિનેત્રી અને તેના બોયફ્રેન્ડ જ્યોર્જ પનાયીયોટોઉ એક પુત્રના માતા-પિતા છે.

આ પણ વાંચો :-

શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર થયો શાહરૂખ ખાન, કરાવવી પડી સર્જરી

  • બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો સિક્કો ફરી એકવાર ચાલ્યો છે. તેણે ‘પઠાણ’થી કમબેક કર્યું છે. તેમની ફિલ્મની કમાણી સામે કોઈ હિન્દી ફિલ્મ ટકી શકી નથી.

પઠાણે વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. હવે તેના ચાહકોની નજર તેના આગામી પ્રોજેક્ટ પર છે. આ દરમિયાન શાહરૂખ અકસ્માતનો શિકાર બન્યો છે.

શાહરૂખ ખાન હાલમાં જ લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન શાહરૂખ સાથે અકસ્માત થયો હતો. જેના કારણે તેને ઈજા થઈ હતી. જોકે આ ઈજા બહુ મોટી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર શાહરૂખ ખાન પર એક નાની સર્જરી કરવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે કિંગ ખાન જ્યારે તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેના નાક પર ઈજા થઈ હતી. જે બાદ અભિનેતાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું.

ત્યાં હાજર ટીમ તરત જ શાહરૂખ ખાનને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં ડોક્ટરે અભિનેતાની ટીમને કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. પરંતુ નાકમાંથી વહેતું લોહી રોકવા માટે શાહરૂખ પર એક નાની સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ શાહરૂખ ખાન જ્યારે બહાર આવ્યો ત્યારે તેના નાક પર પાટો બાંધવામાં આવ્યો હતો. હવે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો છે. શાહરૂખના ચાહકો તેની અપકમિંગ ફિલ્મના અપડેટ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

માનવામાં આવે છે કે આ મહિને ‘જવાન’ની ઝલક જોવા મળી શકે છે. મેકર્સ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી શકે છે. તે જ સમયે જવાન સિવાય શાહરૂખ પાસે ઘણા મોટા બજેટ પ્રોજેક્ટ છે. જેમાં ડાંકી પણ સામેલ છે. ડાંકીમાં શાહરૂખની સાથે વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

 

પબજી રમતા રમતા થઈ ગયો પ્રેમ, પાકિસ્તાની મહિલા ૦૪ છોકરા લઈને ભારત આવી….

0
  • નોઈડામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જ્યારે એક પાકિસ્તાની મહિલા તેના બોયફ્રેન્ડને મળવા ભારત આવી અને તેની સાથે ગેરકાયદેસર રીતે રહેવા લાગી.

નોઈડા પોલીસે પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદર અને તેના બોયફ્રેન્ડ સચિનની સોમવારે મથુરાથી ધરપકડ કરી હતી. સચિનના પ્રેમમાં પડોશી દેશમાંથી સીમા અહીં આવી હતી અને સુરક્ષા એજન્સીઓને તેની ખબર પણ ન પડી.

આ અંગે પોલીસને જાણ થતાં યુવક-યુવતીઓ ભાગી ગયા હતા. આખરે ઘણા દિવસોની શોધખોળ બાદ નોઈડા પોલીસે તેને મથુરામાંથી શોધી કાઢ્યો છે. તપાસ અને સુરક્ષા એજન્સીઓ બંનેની પૂછપરછ કરી રહી છે.

પબજી ગેમ દ્વારા મિત્રતા થઈ હતી :

ગ્રેટર નોઈડા પોલીસના એડીસીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, “રબુપુરા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે રબુપુરામાં એક પાકિસ્તાની મહિલા ૦૪ બાળકો સાથે ફરી રહી છે. આ માહિતી મળતાની સાથે જ તરત જ એક પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. સ્થાનિક ગુપ્તચર, ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને બીટ પોલીસની મદદથી, રબુપુરા પોલીસ દ્વારા સોમવારે મથુરાથી મહિલાને ટ્રેસ કરવામાં આવી છે.

કરાંચીથી કાઠમંડુ થઈને દિલ્હી પહોંચી હતી :

મળતી માહિતી મુજબ સચિન નામનો વ્યક્તિ ગ્રેટર નોઈડાના રબુપુરા ટાઉનનો રહેવાસી છે. તે રાબુપુરા અનાજ બજારમાં કામ કરે છે. ૨૦૨૦માં સચિને PUBG રમતી વખતે સીમા સાથે મિત્રતા કરી. આ પછી બંનેએ મોબાઈલ નંબર શેર કર્યા અને વાતચીત શરૂ થઈ. સીમાએ સચિનને ​​જણાવ્યું કે તેનો પતિ દુબઈમાં નોકરી કરે છે.

પરંતુ તેનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે. સચિન અને સીમા પહેલીવાર કાઠમંડુમાં મળ્યા હતા. જે બાદ સીમા કરાચી પરત ફરી અને સચિન નોઈડા પરત ફર્યો. સચિન-સીમા કાઠમંડુમાં જ ઘણી વાર ફરી મળ્યા. આ પછી સીમા ૧૨ મેના રોજ કરાચીથી કાઠમંડુ પહોંચી અને ૧૩ મેના રોજ દિલ્હી થઈને રબુપુરા આવી.

મહિલા હિન્દુ તરીકે રહેતી હતી :

અહીં સચિને રાબુપુરા નગરમાં ભાડે મકાન લીધું હતું. મકાનમાલિકને કહ્યું કે તેની પત્ની ત્રણ-ચાર દિવસ પછી આવવાની છે. જ્યારે સીમા બાળકો સાથે અહીં આવી તો તે ઘરમાં રહેવા લાગી. સીમા હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે સાડી પહેરતી ગળામાં મંગળસૂત્ર પહેરતી. કોઈક રીતે નોઈડા પોલીસને આ વાતની જાણ થઈ. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો સીમા અને સચિનને ​​આ અંગે સુરાગ મળતા જ નાસી છૂટ્યા હતા. જેઓ હવે સોમવારે મથુરામાંથી ઝડપાયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતનું અનોખું મંદિર જ્યાં માતાજીને પ્રસાદીરૂપે ચઢાવાય છે ગાંઠિયા ? દૂર દૂરથી દર્શને આવે છે લોકો

0
  • ભારતએ હજારો વર્ષો પુરાણો દેશ છે. અહીં લોકોને ઈશ્વરીય આરાધના અને દૈવિય શક્તિમાં ખુબ મોટી આસ્થા છે. પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં પણ એ વાત કહેવામાં આવી છે કે ભગવાનના વિવિધ અવતારો પણ ભારતની ધન્યધરા પર અવતર્યા હોવાનો ઉલ્લેખ છે. ત્યારે હજારો વર્ષોથી આ દેશ અને અહીંની ધરતી આસ્થાનું કેન્દ્રબિંદુ રહી છે.

કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર હોય છે. આર્થાત આસ્થાએ એવો વિષય છે જે લોકોની ધાર્મિક ભાવનાઓ, શ્રદ્ધા અને લાગણીઓના સમન્વય સાથે જોડાયેલો છે. લોકોને જે બાબતમાં આસ્થા હોય છે લોકો તે પ્રકારે પોતાની ભક્તિ કરતા હોય છે.

મંદિરમાં ભગવાન કે માતાજીને ભાવતા ભોજનિયા પ્રસાદી તરીકે ભોગ લગાવવામાં આવતા હોય છે. પણ શું તમને એમ કહેવામાં આવે તે એવું પણ એક મંદિર છે જ્યાં માતાજીને ગાઠિયાની પ્રસાદી ધરાવાય છે તો શું કહેશો? આવું જ એક મંદિર ગુજરાતમાં આવેલું છે. જાણીએ અનોખા મંદિરની અનોખી પ્રસાદીની કહાની વિશે.

ભારતએ હજારો વર્ષો પુરાણો દેશ છે. અહીં લોકોને ઈશ્વરીય આરાધના અને દૈવિય શક્તિમાં ખુબ મોટી આસ્થા છે. પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં પણ એ વાત કહેવામાં આવી છે કે ભગવાનના વિવિધ અવતારો પણ ભારતની ધન્યધરા પર અવતર્યા હોવાનો ઉલ્લેખ છે. ત્યારે હજારો વર્ષોથી આ દેશ અને અહીંની ધરતી આસ્થાનું કેન્દ્રબિંદુ રહી છે.

ભાવિક ભક્તો માતાજી અને ભગવાનના નામે પોતાના દુ:ખ દૂર કરવા માટે બાધા અને માનતા રાખતા હોય છે. જ્યારે તેમની ઈચ્છાપુરી થઈ જાય અથવા તેમની તકલીફો દૂર થઈ જાય ત્યારે તેઓ ભગવાનને પ્રસાદી ચઢાવવા જેતે મંદિરોમાં જતા હોય છે. અને બાધા કે માનતા આ રીતે પુરી કરતા હોય છે.

સુરતમાં આવેલાં આ મંદિરમાં લોકો અલગ અલગ માનતાઓ રાખે છે. ખાસ કરીને નાના બાળકોને ખાંસી થઈ હોય ત્યારે લોકો આ મંદિરની માનતા રાખતા હોય છે. અને બાળકને સારું થઈ જાય ત્યારે મંદિરે આવીને ગાંઠિયાની પ્રસાદી અર્પણ કરતા હોય છે. લોકો બાધા પુરી થયા બાદ માતાજીને ગાંઠિયા ચઢાવે છે. સુરતમાં અંબિકાનિકેતન પાસે એક એવું મંદિર આવ્યું છે.

જ્યાં લોકો ખાંસીની બાધા રાખે છે અને આ મંદિર ખોખલી માતાના મંદિર તરીકે ઓળખાય છે. માત્ર પાર્લે પોઇન્ટ જ નહીં પરંતુ કાપોદ્રા વિસ્તારમાં પણ ખોખરી માતાનું મંદિર છે અને તેની ખાસિયત છે કે બાધા પૂર્ણ થયા બાદ ભક્તો માતાજીને ગાંઠીયા અર્પણ કરે છે.

ગાંઠિયા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. એમાંય સૌરાષ્ટ્રના લોકો માટે તો ગાંઠિયા જ સર્વસ્વ છે. ત્યારે સુરતમાં પણ સૌરાષ્ટ્રના લોકો મોટી સંખ્યામાં વસે છે. એ પણ એક કારણ હોઈ શકે કે આ મંદિરે ગાંઠિયાની પ્રસાદીની પ્રથા કંઈક આવા કનેક્શનને કારણે શરૂ થઈ હોય એવી પણ સંભાવના છે.

વર્ષો જુના આ મંદિરમાં માન્યતા છે કે જે લોકોને ઉધરસની તકલીફ હોય અને અહીં મંદિરમાં આવીને માનતા માને તો તેમની આ તકલીફ દૂર થઈ જાય છે અને લોકો અહીં માનતા પૂર્ણ થયા બાદ માતાજીને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં પણ લોકો મોટી સંખ્યામાં અહીં બાધા રાખવા આવતા હતા. અને લોકોની માન્યતા છે કે આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી. ત્યાર બાદ તેઓ અહીં ગાંઠિયાની પ્રસાદી ચઢાવા આવતા હતાં.

આ પણ વાંચો :-

 

અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેન્ડ બન્યું રખડતા ઢોરનું આશ્રય સ્થાન, જુઓ તસ્વીરો

0
  • સુરેન્દ્રનગરમાં નિર્માણ પામેલું આધુનિક એસ ટી બસ સ્ટેન્ડ રખડતા ઢોરોનું આશ્રય સ્થાન બની છે. એસ ટી બસ સ્ટેન્ડમાં રખડતા ઢોરોનો જાણે કે ખડકલો થઈ ગયો છે.

મુસાફરોને પણ અહીં ઢોરોનો અડ્ડો બની જતા હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ હજુ બે મહિના પહેલા લાખોનું નવું બનેલું એસ ટી બસ સ્ટેન્ડને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે.

લોકોને ઢોરોના ત્રાસે ધક્કે ચઢવાનું થાય છે :

સુરેન્દ્રનગર એસ ટી બસ સ્ટેન્ડ હજુ બે મહિના પહેલા લાખોનું નવું બનેલું છે જેને ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તંત્રનની યોગ્ય દેખરેખ અને જાળવણીને અભાવે આજે આ બસ સ્ટેન્ડની હાલત કોઈ તબેલા જેવી થઈ ગઈ છે. લોકો અહીં એસ ટી બસની રાહ જોતા હોય ત્યારે અચાનક કોઈ ઢોર આવી જાય અને તેમને ભેટું મારી દે તેવી પણ દહેશત રહેલી હોય છે.

આ પણ વાંચો :-

રિલ્સનું ભૂત ઉતર્યું / મોલની પાળી પર જોખમી રીતે વીડિયો બનાવનારા બે પકડાતા હાથ જોડી માફી માગી

0
  • સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનું ભૂત યુવકોને એટલી હદે વળગી ગયું છે કે, તેઓ કોઈપણ જોખમ લઈને લાઈક્સ મેળવવા મથતા હોય છે.

સુરતના વેસુમાં આવેલા મોલની ઉંચાઈ પર આવેલી પાળી પર રીલ બનાવવા ચઢેલા બે યુવકોને પોલીસે ઝડપી લઈને શાન ઠેકાણે લાવી દેતા બે હાથ જોડીને માફી માગી હતી.

સોશિયલ મીડિયામાં હીરોગીરી દેખાડવા બે યુવકો ધ ગ્રાન્ડ પ્લાઝા શોપિંગ મોલની પાળી પર ચઢી ગયાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના સમયમાં જ બન્ને યુવકોને ઝડપી લીધા હતાં.બાદમાં બન્નેએ પોતાની ભૂલ થઈ ગઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરીએ તેવી આજીજી બે જોડીને કરી હતી.

ભટાર તડકેશ્વર સોસાયટીના ૨૦ વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલને પોલીસે વાઈરલ વીડિયોના આધારે ઝડપી લીધા હતાં. બાદમાં તેમની અટકાયત કરી હતી. તે સાથે જ નવયુવાનોએ સોશિયલ મીડિયા પર હીરોગીરી કરવાના ચક્કરમાં પોતાના જીવને જોખમમાં મૂક્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. ફરીથી આવી ભૂલ કોઈ ન કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરમાં ૫ને બદલે ૬ ધજા ચડશે, કેમ લેવાયો આવો નિર્ણય ?

0
  • દ્વારકાના જગતમંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્વ હોય છે.

આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકાના જગતમંદિરમાં ઈતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવી હતી. આ પાછળ એક ખાસ કારણ છે.

શા માટે એક દિવસમાં ૬ ધજા ચડાવાઈ :

દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ કરવા માટે ૨૦૨૪ સુધી લાંબું વેઈટિંગ છે. તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાના કારણે જગતમંદિર પર સુરક્ષાને લઈને ૩ દિવસ સુધી ભક્તોની ધ્વજારોહણ થઈ શક્યું નહોતું. ત્યારે સોમવારથી ભક્તોનું ધ્વજારોહણ થાય તે માટે જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ૧૫ દિવસ માટે રોજ ૫ના બદલે ૬ધજાનું આરોહણ કરવામાં આવશે. આ નિર્ણયથી ભક્તોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

૧૫૧ ફૂંટની ઊંચાઈએ ૨૫ ફૂટના ધ્વજદંડ પર ધજા ફરકાવાય છે :

નોંધનીય છે કે દ્વારકાધીશ મંદિર પર ૧૫૧ ફૂટની ઊંચાઈ પર ૨૫ ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે. જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. મંદિર પર આ ઊંચાઈએ ધ્વજા ફરકાવવા રોજ અબોટી પરિવારના સદસ્યો જાય છે અને પાંચ વખત ધજા બદલી કરે છે.

આ પણ વાંચો :-

સુરત / બસ ડેપોમાં વરસાદી પાણીના નિકાલના અભાવને કારણે ગંદકીના થર વચ્ચે થર્ડ ક્લાસ હાલત

0
  • સુરતમાં ચારેક દિવસ અનારાધાર વરસાદ પડયા બાદ પણ છતાં સુરત એસટી ડેપામાં વરસાદી પાણીના નિકાલના અભાવે વર્કશોપમાં અને પાર્કિંગમાં હાલત કથળી ગઈ છે.

ગંદકીના થર જામી ગયાં છે. ગંદકી વચ્ચે બસના રિપેરિંગ કામ પણ અટકી ગયાં છે. થર્ડ ક્લાસ હાલત હાલ અહિં જોવા મળી રહી છે. કાદવના સામ્રાજ્ય વચ્ચે કર્મચારીઓ કહી રહ્યાં છે કે અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મેટ્રોની કામગીરીની કારણે દિવસે દિવસે અહિં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે.

એસટી વર્કશોપમાં કામ કરતાં એક કર્મચારીએ કહ્યું કે અહિં કાદવ કિચડ એટલા વધી ગયા છે કે, અમારા આરોગ્યને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. બસ ખરાબ થઈ હોય તો તેના મેઈન્ટેન્સ સહિતના કામ પણ અત્યારે થઈ શકતા નથી. અહિં બસ પાર્કિંગની વ્યવસ્થા છે. પરંતુ હાલ બસ પાર્ક થાય તો બહાર ન નીકળે તેવી શક્યતા છે. બસ ફસાઈ જાય તો ક્રેઈર્ન બોલાવવી પડે છે.

અવારનવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી માટીના મોટા ઢગલાં કરી દેવામાં આવ્યાં છે. જેથી આ માટી પાણી સાથે ભળીને સમગ્ર પાર્કિંગ અને વર્કશોપમાં ઘુસી આવી છે. કાદવ કિચડની વચ્ચે કેમ કામ કરવું એ પ્રશ્ન છે. અગાઉ રજૂઆત લેખિતમાં પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અમારી આ હાલત પર ધ્યાન આપતું નથી.

આ પણ વાંચો :-