- સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનું ભૂત યુવકોને એટલી હદે વળગી ગયું છે કે, તેઓ કોઈપણ જોખમ લઈને લાઈક્સ મેળવવા મથતા હોય છે.
સુરતના વેસુમાં આવેલા મોલની ઉંચાઈ પર આવેલી પાળી પર રીલ બનાવવા ચઢેલા બે યુવકોને પોલીસે ઝડપી લઈને શાન ઠેકાણે લાવી દેતા બે હાથ જોડીને માફી માગી હતી.
સોશિયલ મીડિયામાં હીરોગીરી દેખાડવા બે યુવકો ધ ગ્રાન્ડ પ્લાઝા શોપિંગ મોલની પાળી પર ચઢી ગયાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના સમયમાં જ બન્ને યુવકોને ઝડપી લીધા હતાં.બાદમાં બન્નેએ પોતાની ભૂલ થઈ ગઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરીએ તેવી આજીજી બે જોડીને કરી હતી.
ભટાર તડકેશ્વર સોસાયટીના ૨૦ વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલને પોલીસે વાઈરલ વીડિયોના આધારે ઝડપી લીધા હતાં. બાદમાં તેમની અટકાયત કરી હતી. તે સાથે જ નવયુવાનોએ સોશિયલ મીડિયા પર હીરોગીરી કરવાના ચક્કરમાં પોતાના જીવને જોખમમાં મૂક્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. ફરીથી આવી ભૂલ કોઈ ન કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-