Income Tax રીટર્ન ફાઈલ કરવાને લઈ લેટેસ્ટ અપડેટ, ૩૧ જુલાઈ બાદ રીટર્ન ફાઈલ કરવા પર નહીં લાગે પેનલ્ટી

Share this story
  • મહત્વનું છે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૩ છે. જો કે આવકવેરા વિભાગના નિયમ અનુસાર જો તમે ૩૧મી જુલાઈ પછી પણ રિટર્ન ફાઈલ કરશો તો તમારે દંડ ચુકવવો પડશે નહીં. આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ફાઈલ કરનાર લોકોની જાણકારી માટે આ વાત જણાવવામાં આવી છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ અપડેટ મુજબ જૂનના અંત સુધીમાં એક કરોડથી વધુ લોકોએ રીટર્ન ફાઈલ કર્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આવકવેરા રિટર્નના મામલે રેકોર્ડ બ્રેક ફાઈલિંગ થઈ શકે છે. લોકો હવે ટેક્સ ભરવાને લઈને દિવસેને દિવસે  જાગૃત થઈ રહ્યા છે. આ વર્ષે જૂનમાં ભરાયેલા રિટર્ન ગયા વર્ષની સરખામણીએ લગભગ ૧૨ ટકા વધુ છે.

૩૧મી જુલાઈ પછી પણ ફાઇલ કરી શકાશે રિટર્ન :

મહત્વનું છે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૩ છે. જો કે આવકવેરા વિભાગના નિયમ અનુસાર જો તમે ૩૧મી જુલાઈ પછી પણ રિટર્ન ફાઈલ કરશો તો તમારે દંડ ચુકવવો પડશે નહીં. આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ફાઈલ કરનાર લોકોની જાણકારી માટે આ વાત જણાવવામાં આવી છે.

ઝીરો રીટર્ન ફાઈલ :

આવકવેરા નિષ્ણાંતો અનુસાર જે લોકોની કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદાથી વધુ ન હોય તો તેઓ રીટર્ન મોડું ફાઈલ કરે તો તેમને કોઈ દંડ લાગતો નથી. સરળ ભાષામાં કહીએ તો ઝીરો રીટર્ન ફાઈલીંગમાં ૩૧ જુલાઈ બાદ પણ દંડ નહીં લાગે. જો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ સુધી તમારી કુલ આવક ૨.૫ લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે તો તમે ૩૧ જુલાઈ પછી આવકવેરો ભરશો તો પણ દંડ નહીં ભરવો પડે.