તમારી પાસે ૧૫ વર્ષ જૂના વાહન છે તો સ્ક્રેપ કરવા માટે કરી શકશો ઓનલાઈન અરજી

Share this story
  • રાજ્યમાં ૧૫ વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી અમલમાં આવ્યા બાદ સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવે સ્ક્રેપ પોલિસી માટે રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગ કાર્યપદ્ધતિ અંગેના નિયમ જાહેર કરવામાં આવ્યા છે. લોકોએ પોતાનું જૂનુ વાહન સ્ક્રેપ કરાવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે.

દેશભરમાં સ્ક્રેપ પોલિસીનો અમલ શરૂ થયો છે. દેશને પ્રદૂષણમાંથી બચાવવા માટે સરકાર સ્ક્રેપ પોલીસી લાવી છે. જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોવાથી સરકાર કોઈ પણ સંજોગોમાં આ વાહનોને રસ્તા પરથી દૂર કરવા માગે છે. જો તમારી પાસે પણ ૧૫ વર્ષ જૂના કોઈ વાહન હોય તો ફિટનેસ ટેસ્ટ કરાવી લેજો નહીં તો સરકાર ભંગારવાડામાં મોકલી દેશે. તા.૧ લી એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસી અમલમાં આવી હતી. હવે  જૂના વાહનો સ્ક્રેપ કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. તેની જાણકારી રાજ્ય સરકારે આપી છે.

આ રીતે કરો ઓનલાઈન અરજી :

કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે. જે માટે https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml પર અરજી કરવાની રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ માહિતી આપી છે.

રાજ્યમાં ૨૦ લાખ જેટલા જૂના વાહન :

ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક સહિત હેવી કોમર્શિયલ વાહનો ભંગારવાડે જશે. આ બધાય વાહનોએ ફિટનેસ સેન્ટરમાં જઇને ચકાસણી કરીને સર્ટિફિકેટ મેળવવુ પડશે. રાજ્યમાં ૨૦ લાખ જૂના વાહનો છે. જેમાં ટ્રક, ટેમ્પો, આયશર, લકઝરી બસો સહિત હેવી કોમર્શિયલ વાહનો છે. સરકાર વાહવાહીમાં તો શૂરી છે પણ અમલવારીમાં બિગ ઝીરો છે. રાજ્યમાં ૨૦ લાખ વાહનોની ચકાસણી માટે ૧૦૦ ફિટનેસ સેન્ટર જોઇએ પણ હાલ માત્ર ચાર ફિટનેસ સેન્ટર જ શરૂ થયા છે.

આ પણ વાંચો :-