સુરત / બસ ડેપોમાં વરસાદી પાણીના નિકાલના અભાવને કારણે ગંદકીના થર વચ્ચે થર્ડ ક્લાસ હાલત

Share this story
  • સુરતમાં ચારેક દિવસ અનારાધાર વરસાદ પડયા બાદ પણ છતાં સુરત એસટી ડેપામાં વરસાદી પાણીના નિકાલના અભાવે વર્કશોપમાં અને પાર્કિંગમાં હાલત કથળી ગઈ છે.

ગંદકીના થર જામી ગયાં છે. ગંદકી વચ્ચે બસના રિપેરિંગ કામ પણ અટકી ગયાં છે. થર્ડ ક્લાસ હાલત હાલ અહિં જોવા મળી રહી છે. કાદવના સામ્રાજ્ય વચ્ચે કર્મચારીઓ કહી રહ્યાં છે કે અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મેટ્રોની કામગીરીની કારણે દિવસે દિવસે અહિં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે.

એસટી વર્કશોપમાં કામ કરતાં એક કર્મચારીએ કહ્યું કે અહિં કાદવ કિચડ એટલા વધી ગયા છે કે, અમારા આરોગ્યને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. બસ ખરાબ થઈ હોય તો તેના મેઈન્ટેન્સ સહિતના કામ પણ અત્યારે થઈ શકતા નથી. અહિં બસ પાર્કિંગની વ્યવસ્થા છે. પરંતુ હાલ બસ પાર્ક થાય તો બહાર ન નીકળે તેવી શક્યતા છે. બસ ફસાઈ જાય તો ક્રેઈર્ન બોલાવવી પડે છે.

અવારનવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી માટીના મોટા ઢગલાં કરી દેવામાં આવ્યાં છે. જેથી આ માટી પાણી સાથે ભળીને સમગ્ર પાર્કિંગ અને વર્કશોપમાં ઘુસી આવી છે. કાદવ કિચડની વચ્ચે કેમ કામ કરવું એ પ્રશ્ન છે. અગાઉ રજૂઆત લેખિતમાં પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અમારી આ હાલત પર ધ્યાન આપતું નથી.

આ પણ વાંચો :-