ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરમાં ૫ને બદલે ૬ ધજા ચડશે, કેમ લેવાયો આવો નિર્ણય ?

Share this story
  • દ્વારકાના જગતમંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્વ હોય છે.

આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકાના જગતમંદિરમાં ઈતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવી હતી. આ પાછળ એક ખાસ કારણ છે.

શા માટે એક દિવસમાં ૬ ધજા ચડાવાઈ :

દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ કરવા માટે ૨૦૨૪ સુધી લાંબું વેઈટિંગ છે. તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાના કારણે જગતમંદિર પર સુરક્ષાને લઈને ૩ દિવસ સુધી ભક્તોની ધ્વજારોહણ થઈ શક્યું નહોતું. ત્યારે સોમવારથી ભક્તોનું ધ્વજારોહણ થાય તે માટે જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ૧૫ દિવસ માટે રોજ ૫ના બદલે ૬ધજાનું આરોહણ કરવામાં આવશે. આ નિર્ણયથી ભક્તોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

૧૫૧ ફૂંટની ઊંચાઈએ ૨૫ ફૂટના ધ્વજદંડ પર ધજા ફરકાવાય છે :

નોંધનીય છે કે દ્વારકાધીશ મંદિર પર ૧૫૧ ફૂટની ઊંચાઈ પર ૨૫ ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે. જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. મંદિર પર આ ઊંચાઈએ ધ્વજા ફરકાવવા રોજ અબોટી પરિવારના સદસ્યો જાય છે અને પાંચ વખત ધજા બદલી કરે છે.

આ પણ વાંચો :-