HomeSportsAsian Games 2026: ચોથા દિવસે શૂટિંગથી બેડમિન્ટન સુધી ભારતનો જલવો, એક દિવસમાં...

Asian Games 2026: ચોથા દિવસે શૂટિંગથી બેડમિન્ટન સુધી ભારતનો જલવો, એક દિવસમાં 5 મેડલ!

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

ભારત માટે 23 સપ્ટેમ્બરનો દિવસ એશિયન ગેમ્સ 2026માં મેડલની દૃષ્ટિએ ખાસ રહ્યો છે. એક તરફ ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ લાંબી રાહ બાદ એશિયન ગેમ્સમાં પોતાનું પ્રથમ મેડલ જીત્યુ, તો બીજી તરફ શૂટિંગ અને સોફ્ટ ટેનિસ બાદ ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે પણ બ્રોન્ઝ મેડલ પક્કું કર્યું હતું. દિવસના અંત સુધી ભારતના ખાતામાં કુલ પાંચ મેડલ ઉમેરાયા છે.

મીરાબાઈ ચાનુનો પ્રથમ એશિયન ગેમ્સ મેડલ

મહિલાઓની 49 કિગ્રા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યું હતું. મીરાબાઈએ કુલ 198 કિગ્રા વજન ઉઠાવ્યો હતો. તેમણે સ્નેચમાં 87 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિગ્રાનું સફળ લિફ્ટ નોંધાવ્યું હતું. ઉત્તર કોરિયાની રી સોંગ ગમ 215 કિગ્રા સાથે ગોલ્ડ જીતી હતી. આ મીરાબાઈનું એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ છે.

શૂટિંગમાં બે બ્રોન્ઝ

ભારતીય શૂટર્સે પણ મેડલ ટેબલમાં મહત્વનો ફાળો આપ્યો હતો. પુરુષોની સ્કીટ ટીમ અને મહિલાઓની સ્કીટ ટીમ, બંનેએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પુરુષોની ટીમમાં અનંતજીત સિંહ નરુકા, મેરાજ અહમદ ખાન અને ભવતેગ સિંહ ગિલનો સમાવેશ હતો.

સોફ્ટ ટેનિસમાં જય મીનાનો ઐતિહાસિક બ્રોન્ઝ

સોફ્ટ ટેનિસમાં જય મીનાએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે આ રમતનો એશિયન ગેમ્સ ઇતિહાસમાં પ્રથમ મેડલ નોંધાવ્યુ હતું.

બેડમિન્ટનમાં પણ બ્રોન્ઝ પક્કું

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમને સેમિફાઇનલમાં ચીન સામે 1-3થી હાર મળી હતી. લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી પોતાના સિંગલ્સ ગુમાવ્યા, જ્યારે સાત્વિકસાઈરાજ રેન્કિરેડ્ડી-ચિરાગ શેટ્ટીએ ભારતને એક મેચમાં જીત અપાવી. અંતે એમઆર અર્જુન-હરિહરન અમસાકરુનનની જોડી હારી જતા ભારત ફાઇનલની રેસમાંથી બહાર થયું, પરંતુ ટીમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.

આ રીતે 23 સપ્ટેમ્બરના દિવસે ભારતે 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ મેળવ્યા છે.

Subscribe

Latest stories