Home Blog Page 1037

આને કહેવાય નસીબનો ચમકારો ! આ ગામના લોકો રાતોરાત એક જ ઝટકે લખપતિ બની ગયા

  • એક અબજપતિ બિઝનેસમેને પોતાના પૈતૃક ગામના લોકોને એક એવું સરપ્રાઈઝ આપ્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

એક જ ઝટકે આખું ગામ માલામાલ થઈ ગયું. બધા લખપતિ બની ગયા. હવે આ ગામવાળા બિઝનેસમેન પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે. બિઝનેસમેને જણાવ્યું કે આખરે આ કામ માટે  તેણે કેમ આ જ ગામની પસંદગી કરી?

અહીં અમે જે બિઝનેસમેનની વાત કરી રહ્યા છીએ તે પ્રોપર્ટી ડેવલપર Booyoung Group ના સંસ્થાપક લી જોંગ ક્યૂનની છે. ૮૨ વર્ષના જોંગ સાઉથ કોરિયાના છે. હાલમાં જ તેમણે સનચિઓન સિટીના એક નાનકડા ગામ અનપયોંગ-રીના લોકોને લગભગ ૫૮-૫૮ લાખ રૂપિયા દાનમાં આપ્યા. તેમણે ગામના વિદ્યાર્થીઓમાં હિસ્ટ્રીની બૂક્સ અને ટૂલસેટ પણ વહેંચ્યા.

ધ કોરિયન હેરાલ્ડના રિપોર્ટ મુજબ આ અનપયોંગ રી ગામમાં કુલ ૨૮૦ પરિવાર રહે છે. અબજપતિ જોંગે તમામ પરિવારને ૫૮-૫૮ લાખ રૂપિયા આપ્યા. એટલું જ નહીં તેમણે સ્કૂલ ટાઈમના મિત્રોને પણ લાખો રૂપિયા ગિફ્ટમાં આપ્યા. બધુ મળીને જોંગે કુલ ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું. લોકો તેમની આ દરિયાદિલીના ખુબ વખાણ કરી રહ્યા છે.

કેમ ગામમાં વહેંચ્યા આટલા અધધધ પૈસા :

જોંગની કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ પૈસા તેમણે આભાર વ્યક્ત કરવા માટે ગામવાળાને આપ્યા છે. દાનના પૈસા જોંગના વ્યક્તિગત ફંડમાંથી રિલીઝ કરવામાં આવ્યા. એક સમય એવો હતો જ્યારે જોંગે ખુબ જ ગરીબી ઝેલી હતી અને ત્યારે ગામના કેટલાક લોકોએ તેમને ખુબ સપોર્ટ કર્યો હતો. આવામાં હવે પોતે સક્ષમ થતા તેમણે આભાર વ્યક્ત કરવા માટે કેશની વહેંચણી કરી.

૧૯૪૧માં જન્મેલા જોંગે ૧૯૭૦માં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે તેમની કુલ સંપત્તિ દોઢ લાખ કરોડ રૂપિયા જેટલી છે. તેઓ સાઉથ કોરિયાના ટોપના ધનિકોમાં સામેલ છે. એક સાધારણ પરિવારમાંથી આવીને બિઝનેસ ટાઈકુન બનવાની તેમની કહાની ખુબ જ પ્રેરણાદાયક છે. જોંગ ચેરિટી માટે મશહૂર છે. જો કે તેઓ ટેક્સ ચોરી અને ફ્રોડ કેસમાં અરેસ્ટ પણ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો :-

૦૮ જુલાઈ / વ્યર્થ દોડાદોડી દૂર રહેજો ફળ નહીં મળે, અસંતોષ કોતરી ખાશે, આ રાશિના જાતકોનો શનિવાર સાવ ફેલ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મન માં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂ. કાર્યક્ષેત્રે ‌પત્નિનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ
ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોઘાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શખશો. સંતાનો ની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ
સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનો માં મહત્વની તક મળે. નોકરી ધંધામાં વિશ્વાસઘાત થી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજ માં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ
મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણો થી આવક વધતી જણાય. સંતાન ની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથી નો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રો થી લાભ.

સિંહઃ
આત્મબળ માં વધારો થાય. બેંક બેલેન્સ વધતું જણાય. પારિવારીક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માન માં ‌વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. મિત્રો થી ચિંતા રહે.

કન્યાઃ
કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વક્ત, કાર્યકુશળ બનશો. ભાગ્યોદય ની નવી-નવી તક મળે. જીવનસાથી ની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વાસ્થ્યતા જળવાઇ રહેશે.

તુલાઃ
દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબુત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજ માં સાવચેત રહેવું. ભાગ્ય નો સાથ મળશે.

વૃશ્ચિકઃ
નાણાંકીય બાબતો માં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતો થી લાભ મળતો જણાય. સંતાન સબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ
ધાર્મિક કાર્યોમાં મન પરોવા, નાણાંકીય બાબતો માં અનુકુળતા રહે. પરિવાર માં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથી ની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ
પરોપકાર ની ભાવના પેદા થાય, નાણાંકીય વ્યવહારો માં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજન નો મિલાપ થાય. પેટ માં એસીડીટી રહે. સંતાન નું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ
ભુલથી ચીજ વસ્તુ ખોવાઇ જાય, ફુડ પોઇઝનીંગ કે દવાનવા રીએક્શન થી સાચવવું. ઝેરી, જંતુ, કુતરૂ કરડવાના બનાવ બને. વિદેશી બાબતો થી લાભ મળે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળ નો અનુભવ થાય.

મીનઃ
સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખ માં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખ ની કાળજી જરૂરી. બહેનો એ ગર્ભાશય ના રોગો થી સાચવવું.

આ પણ વાંચો :-

જાણો કેવી રીતે છત્રીમાં ક્રિએટિવીટી કરીને આ વ્યક્તિ બની ગયો કરોડપતિ

0
  • Umbrella Seller Become Millionaire : પ્રતિકનું કહેવું છે કે ૯ થી ૫ની નોકરી કરીને બીજાને અમીર બનાવવા કરતાં પોતાના માટે કામ કરવું અને સારા પૈસા કમાવવા વધુ સારું છે.

કોલેજમાંથી પાસ આઉટ થયા પછી ઘણીવાર વિદ્યાર્થીઓ વિચારે છે કે તેમને કોઈક રીતે સારી કંપનીમાં નોકરી મળી જાય. તે જ સમયે હજારોમાં એક એવો છે જે વિચારે છે કે હું ૯ થી ૫ નોકરી કરીને બીજાને શા માટે અમીર બનાવું. આજે અમે તમને એવી જ વિચારસરણી ધરાવતા વ્યક્તિ વિશે જણાવીશું.

ડિઝાઈનર રંગબેરંગી છત્રીઓ બનાવવાનું વિચાર્યું  :

વાસ્તવમાં અમે પ્રતિક દોશીની વાત કરી રહ્યા છીએ, જે આજે માત્ર છત્રી વેચીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જ્યારે પ્રતીકે એમબીએ પૂર્ણ કર્યું ત્યાર બાદ તે પોતાનું કંઈક કામ કરવા માંગતો હતો. તે 9 થી 5 નોકરી કરવા માંગતો ન હતો. એક દિવસ મુંબઈની લોકલમાં મુસાફરી કરતી વખતે તેણે જોયું કે લોકો તડકા અને વરસાદથી બચવા માટે છત્રીનો ખૂબ ઉપયોગ કરે છે.

પરંતુ મોટાભાગના લોકો પાસે એ જ જૂના સમયથી કાળા રંગની છત્રીઓ હોય છે. જે દેખાવમાં પણ કંટાળાજનક લાગે છે. આવી સ્થિતિમાં તે જ સમયે પ્રતીકના મગજમાં ડિઝાઈનર અને રંગબેરંગી છત્રીઓ બનાવવાનો વિચાર આવ્યો.

૬ મહિનામાં માત્ર ૮૦૦ છત્રીઓ વેચાઈ :

આ પછી તેણે સૌપ્રથમ તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી અને ડિઝાઈનર પાસે તેની ડિઝાઈન તૈયાર કરી. પરંતુ જ્યારે પબ્લીશરે આ ડિઝાઈન જોઈ તો તેઓએ તેને પ્રીન્ટ કરવાનો ઈન્કાર કરી દીધો. લગભગ ૧૧ પબ્લીશર દ્વારા ના પાડ્યા પછી જ્યારે તે ૧૨માં પબ્લીશર પાસે ગયો.

જાણો કેવી રીતે છત્રીમાં ક્રિએટિવીટી કરીને આ વ્યક્તિ બની ગયો કરોડપતિ, આજે દુનિયાભરમાં કરે છે બિઝનેસ

ત્યારે તેને આ ડિઝાઈન અને વિચાર એકદમ અનોખો લાગ્યો. આ પછી તેણે ડિઝાઈન પ્રિન્ટ કરી અને તેના માર્કેટિંગ પર પણ કામ શરૂ કર્યું. જોકે, પ્રતિક પ્રથમ ૬ મહિનામાં માત્ર ૮૦૦ છત્રીઓ જ વેચી શક્યો હતો. જે બાદ તેને તેના પરિવારના સભ્યોના ટોણા અને મિત્રોની મજાક પણ સહન કરવી પડી હતી.

પ્રથમ છત્રી તેના પિતાને વેચી :

એક દિવસ આવા જ એક પ્રતીકના મિત્રએ તેને પોતાનો બિઝનેસ ઓનલાઈન કરવાની સલાહ આપી. જેના પછી તેણે પોતાનો બિઝનેસ સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધો. તેને ડર હતો કે કોઈ તેની છત્રી ઓનલાઈન ખરીદશે કે નહીં. તેથી જ તેણે તેની પ્રથમ છત્રી તેના પિતાને વેચી દીધી. જેથી તે સંતુષ્ટ થઈ શકે કે તેની એક છત્રી વેચાઈ ગઈ છે.

આ રીતે કરોડપતિ બન્યા :

તે જ સમયે વ્યવસાયને ઓનલાઈન લેવાનો નિર્ણય સાચો સાબિત થયો અને થોડા જ સમયમાં દેશભરના લોકોને તેમના સ્ટાર્ટઅપ અને તેમની ક્રીએટીવ છત્રીઓ વિશે જાણ થઈ. દેશભરમાં તેની છત્રીઓનું વેચાણ ઘણું વધી ગયું અને માત્ર ૨ અઠવાડિયામાં જ તે એમેઝોન પર છત્રીના બેસ્ટ સેલર્સની યાદીમાં સામેલ થઈ ગયો અને આ વિચારના કારણે પ્રતિક આજે એક કરોડપતિ બિઝનેસ મેન બની ગયો છે.

આ પણ વાંચો :-

૧૨માં પછી સીધું આ કોર્ષમાં મળશે એડમિશન, પ્રેક્ટિકલ ટ્રેનીંગ બાદ આ સંસ્થા આપશે તગડા પગારની નોકરી !

0
  • નેશનલ એજયુકેશન પોલીસી અને યુજીસીની ગાઈડલાઈન અનુસાર શૈક્ષણિક અને ઔધોગિક સંસ્થાના સમન્વયથી નવા અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

શેલ્બી એકેડેમી અને સરદાર વલ્લભાઈ ગ્લોબલ યુનિવર્સિટી વચ્ચે બીબીએ ઈન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ કોર્સ માટે MOU કરવામાં આવ્યું છે. નેશનલ એજયુકેશન પોલીસી અને યુજીસીની ગાઈડલાઈન અનુસાર શૈક્ષણિક અને ઔધોગિક સંસ્થાના સમન્વયથી નવા અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

આ અનુસંધાને સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા હેલ્થકેર અને હોસ્પિટલ મેનેજમેન્ટ માટે એક નવો અભ્યાક્રમ શરૂ કરવા શેલ્બી એકેડેમી તેમજ શેલ્બી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ અનુસંધાને સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા હેલ્થકેર અને હોસ્પિટલ મેનેજમેન્ટનો એક નવો અભ્યાસક્રમ બીબીએ ઈન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવશે. શેલ્બી  એકેડેમી તથા શેલ્બી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ આ અભ્યાસક્રમમાં યુનિવર્સિટીના ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે વ્યવસાયિક ટ્રેનીંગ અને વ્યવસાયની તક પુરી  પાડશે.

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અને શેલ્બી વચ્ચે થયેલા કરાર અન્વયે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA-HHM) નો ત્રણ વર્ષનો ગ્રેજ્યુએટ કોર્સ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્રારા ૨૦૨૩ના શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. જેમાં ૧૨માં ધોરણ પછી કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે. આ કોર્સ અંતર્ગત ક્લાસરૂમ શિક્ષણની સાથો સાથ હોસ્પિટલ મેનેજમેન્ટને લગતા વિવિધ ક્ષેત્રોમાં શેલ્બી હોસ્પિટલ દ્વારા ટ્રેનીંગ પુરી પાડવામાં આવશે.

ત્રણ વર્ષના આ અભ્યાક્રમ દરમ્યાન શેલ્બી હોસ્પિટલ ૧૯૦ દિવસની પ્રેક્ટિકલ ટ્રેનીંગ અને સાથો સાથ તેમને નોકરીની તક પુરી પાડવા અંગેના કરાર બંન્ને સંસ્થાઓ વચ્ચે થયા છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવનાર આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રેક્ટિકલ ટ્રેનીંગ અને વ્યવસાયની એક આગવી તક પુરી પાડશે.

આ પણ વાંચો :-

 શું હું તમને KISS કરી શકું છું…? વિદેશના ફેમસ શેફે મંજૂરી લઈને ભારતીય અભિનેત્રીને કર્યું ચુંબન, જુઓ વીડિયો

  • હુમા કુરૈશી હાલ ‘તરલા’ના પ્રમોશમાં વ્યસ્ત છે. હાલમાં જ એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન વખતે માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ જજ અને હોસ્ટ શેફ ગૈરી મેહિગનને મળી અને બંનેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરેશી ‘ડબલ એક્સએલ’ના બાદ જલ્દી જ અપકમિંગ ફિલ્મ ‘તરલા‘માં જોવા મળશે. આ એક બાયોપિક છે. તેમાં હવે હુમા તરલા દલાલની ભુમિકા નિભાવી રહી છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.

જેના બાદથી એક્ટ્રેસને તેમના ફેંસ અને ઈન્ડસ્ટ્રીના મિત્રો પાસેથી વખાણ મળી રહ્યા છે. આ વચ્ચે હુમા કુરૈશીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જેમાં તે માસ્ટર શેર ઓસ્ટ્રેલિયાના પૂર્વ જજ અને હોસ્ટ શેફ ગૈરી મેહિગનની સાથે જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :

હુમા અને શેફ ગૈરીનો આ વીડિયો એક્ટ્રેસની ફિલ્મના એક પ્રમોશનલ ઈવેન્ટનો છે. જેને જોયા બાદ યુઝર ગૈરીના વખાણ કરતા નથી થાકી રહી. આ ઈવેન્ટમાં શેફ ગૈરી મેહિગન પણ પહોંચી હતી. જ્યાં તેમણે પોતાના ફેંસને એક ખાસ મેસેજ આપ્યો હતો. આ મેસેજ હતા સહમતીનો. હકીકતે અહીં જેવા શેફ ગૈરી હુમાને મળ્યા તેમણે એક્ટ્રેસને Kiss કરવા પહેલા તેની પરવાનગી માંગી.

શેફે કિસ કરતા પહેલા માંગી પરવાનગી :

ઓસ્ટ્રેલિયાના માસ્ટરશેફે હુમા કુરેશીને મળીને પુછ્યું, “શું આપણે કિસ કરવાના છીએ ?” હુમાએ શેફના સવાલનો ખૂબ જ વિનમ્રતાની સાથે ‘હા’નો જવાબ આપ્યો અને શેફને ગાલ પર હેલો કિસ કરી. વીડિયો જોનાર લોકોએ શેફ ગૈરાના હુમાની પરવાનગી માંગવાને લઈને ખૂબ વખાણ કર્યા.

આ પણ વાંચો :-

ચોમાસામાં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ કરતાં પહેલા સાવધાન રહેજો ! ૦૪ ટૂ વ્હીલર બળીને ખાક

0
  • ચોમાસા દરમિયાન ઈલેક્ટ્રિક મોપેડને ચાર્જિંગમાં મૂકતા પહેલાં સાવધાન કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

સિંગણપોર વિસ્તારમાં કંથેરીયા હનુમાન મંદિર પાસે કષ્ટભંજન હાઈટ પાર્કિંગમાં ઈલેક્ટ્રિક મોપેડની સાથે મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. જેથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાથે જ ૦૪ જેટલી ટૂ વ્હીલર મોપેડ સહિત બાઈક સળગી ગઈ હતી. આગ પર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો હતો.

સિંગણપોરમાં આવેલા કંનથેરીયા હનુમાન મંદિર પાસે કષ્ટભંજન હાઈટના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.પાર્કિંગમાં ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રીક મોપેડમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અન્ય 4 મોપેડ-બાઈક પણ આગની ઝપેટમાં આવ્યા હતાં.

ડભોલી ફાયર ને જાણ કરતા ફાયર પોલીસ અને ટોરેન્ટ પાવરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે કોઈ જાન હાનિ નહીં. ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ દરમિયાન શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઈલેક્ટ્રિક બાઈકના વ્યવસાય સાથે સંકળાયેલા પંકિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઈલેક્ટ્રિક બાઈક કે મોપેડને ચાર્જ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ. કારણ કે પ્લગમાં પાણી રહ્યું હોય તો પણ સ્પાર્ક થઈ શકે અને તે રીતે શોર્ટ સર્કિટ થાય. માટે પ્લગને કોરા કપડાથી સાફ કરીને પછી પાણી ન રહે તે રીતે ચાર્જ કરવું હિતાવહ છે.

આ પણ વાંચો :-

ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો

0
  • ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. જૂનાગઢના ભેસાણ અને પાટણના સરસ્વતીમાં સૌથી વધુ ૦૪ ઈંચ વરસાદ ખાબક્યો. તો પોરબંદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ.

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રથી અનેક પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઈવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.

પંજાબના અમૃતસરથી નાસપતિના ફળ ભરીને અમદાવાદ જતા ટ્રકે નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડામાં પલટી મારી હતી જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રક પલટી મારતા ટ્રકમાં ભરેલ નાસપતિ ફળની પેટીઓ પાણીમાં પલળી જતા ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે. નાના વાહનો અને બાઈક ચાલકો હાઈવે ઉપરથી ચાલવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદ થી દિલ્હી જતા મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહનો ધીરેધીરે ચાલતા હોવાથી વાહનોની લાંબી કતારો પણ લાગી છે. અવારનવાર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે હાઈવે ઉપરથી જલ્દીથી પાણીનો નિકાલ કરવામાં આવે. જોકે તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો, આખું ઉત્તર ગુજરાત જળબંબાકાર

પાલનપુરમાં પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી ભરાયા છે. જેમં એક ટ્રકે પલટી મારી છે. અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી વારંવાર વરસાદી પાણી ભરાઈ ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જોકે હાઈવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકોના વાહનો અને અન્ય લોકો વારંવાર અટવાતા લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે જેથી લોકો તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

એક સ્થાનિકે કહ્યું કે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે મોટા ખાડા પડી જવાથી વર્ષમાં ૫૦ જેટલા વાહનો પલટી મારે છે. સ્કૂલે જતા બાળકો અટવાઈ જાય છે. હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિક જામ થાય છે લોકો કલાકો સુધી ફસાઈ જાય છે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે અમે બાળકોને સ્કૂલે મોકલી શકતા નથી હાઈવે ઓથોરિટીની ઓફિસ સામે જ છે પણ કઈ થતું નથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

જન્મદિવસના સેલિબ્રેશનમાં કેકની જગ્યાએ મોંઘા ટામેટા કાપીને ઉજવણી કરાઈ

0
  • ટમેટાના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ટામેટાને લઈ ધોરાજીમાં જન્મદિવસની અનોખી ઉજવણી સામે આવી છે.

જેમાં કેકની જગ્યાએ ટામેટા કાપીને જન્મદિવસ ઉજવાયો હતો. પરિવારજનોએ મીઠાઈની જગ્યાએ ટામેટા આપ્યા.

કેકની જગ્યાએ ટામેટા કાપ્યા :

હાલમાં ટામેટાના ભાવ માર્કેટમાં આસમાને પહોંચી ગયા છે. એક સમયે ૧૦-૨૦ રૂપિયા કિલો મળતા ટામેટા અત્યારે ૧૫૦ રૂપિયાથી વધુ કિંમતે વેચાઈ રહ્યા છે. એવામાં ધોરાજીમાં એક યુવતીના બર્થ ડેમાં કેક નહીં પરંતુ ટામેટા કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ખાસ વાત તો એ છે કે જન્મદિવસમાં આવનારા સગા-વહાલા તથા પાડોશીઓએ પણ ભેટમાં કિંમતી ટામેટા આપ્યા હતા.

ધોરાજીમાં ટમેટાનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા એક કિલાનો ભાવ છે. ત્યારે શાકભાજી વેપારીઓ એવું જણાવે છે કે વધુ પડતા વરસાદને કારણે ટામેટાના પાકમાં નુકસાન ગયું છે અને તેને લીધે આવક ઓછી છે. તેથી ભાવમાં વધારો આવ્યો છે.

જન્મદિવસની શુભેચ્છા આપતા પરિજનોએ જણાવ્યું હતું કે શિયાળામાં જે ટામેટા ૧૦ રૂપિયાના પાંચ કિલો લેખે વેચાતા હતા. એ જ ટમેટા આજે બજારમાં ૧૫૦ થી ૨૦૦ રૂપિયા કિલો વેચાય ધૂમ મચાવી રહ્યા છે. મોંઘવારીની માજા તો ગૃહિણીઓના બુમરાણ મચાવી દીધા છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ટમેટાના ભાવમાં તોતિંગ વધારાને લઈને સામાન્ય પરીવાર, મધ્યમ પરીવાર જનો વધૂ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો. એવામાં ધોરાજીના પરિવાર દ્વારા ટામેટાની કેક કાપીને અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધીને મોટો ફટકો, માનહાની કેસની સજામાં ના મળ્યો સ્ટે

0
  • મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે.

ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (૦૭ જુલાઈ) સવારે ૧૧ વાગ્યે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામેની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જજ હેમંત પ્રાચાક આ કેસ નો ચુકાદો આપતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે ની અરજી ફગાવી છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને ૨૩ માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી.

દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે. પરંતુ તેઓ ડરતા નથી.

રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા કોંગી નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે દેશના ૧૩ કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.

ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે?” કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આવું કહીને મોદી સરનેમના લોકોને બદનામ કર્યા છે.

આ પણ વાંચો :-