Home Blog Page 1038

Happy Birthday MS Dhoni : ધોનીએ કરેલી એવી કમાલ જે હંમેશા ચાહકોને યાદ રહેશે

0
  • Happy Birthday Mahendra Singh Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, ભારતને બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ત્રણ ત્રણ વાર વિશ્વ વિજેતા બનાવનાર કેપ્ટન કૂલનો આજે જન્મ દિવસ.

ધોની ક્રિકેટની દુનિયામાં એક એવો સિતારો છે એક એવો મહાન ખેલાડી છે જે હવે એક પ્રકારે વર્લ્ડ ક્રિકેટ હિસ્ટ્રીના સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં એટલે કે હોલ ઓફ ફેમની યાદીમાં માનવામાં આવે છે. ધોની આજે પોતાનો ૪૨ મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે.

૭ જુલાઈ ૧૯૮૧ના રોજ રાંચીમાં જન્મેલ મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. માહી. કેપ્ટન કૂલ. ધોની. થાલા અને અન્યના નામથી પ્રખ્યાત આ મહાન કેપ્ટનને કોણ નથી જાણતું. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સાદગી અને સ્વસ્થતા માટે જાણીતા છે. આ દિગ્ગજ ખેલાડીએ પોતાની કેપ્ટનશીપ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા છે પરંતુ એક રેકોર્ડ જેને કોઈ સ્પર્શી શકતું નથી.

૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોની જેણે નવી ટીમ સાથે ICC T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો અને ટીમને ચેમ્પિયનશિપમાં પણ લીડ કરી. પાકિસ્તાન સામેની રોમાંચક ફાઈનલમાં દરેકના હૃદયની ધડકન તેજ હતી. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની તે નિર્ણાયક મેચમાં પણ હંમેશની જેમ શાંત રહ્યો.

ICC દ્વારા આયોજિત પ્રથમ T20 વર્લ્ડ કપ ભારતના નામે હતો અને એક એવો રેકોર્ડ બનાવ્યો. જે ધોની પછી કોઈ કરી શક્યું નથી. પ્રથમ T20 વર્લ્ડ કપ ટ્રોફી ધોનીના નામ પર રાખવામાં આવી છે અને તેઓ ઈચ્છે તો પણ તેને ફરીથી જીતી શકશે નહીં. તેના સિવાય વિશ્વની કોઈપણ ટીમના કેપ્ટનને એવો કેપ્ટન કહી શકાય નહીં જેણે પ્રથમ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હોય.

નોકઆઉટ મેચોમાં સતત જીતનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ચેમ્પિયન કેપ્ટને ટીમ માટે અત્યાર સુધી કુલ 8 નોકઆઉટ મેચ જીતી છે. ફાઈનલ, સેમીફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલમાં આવો રેકોર્ડ અન્ય કોઈ કેપ્ટન પાસે નથી. અન્ય તમામ કેપ્ટનો પાસે છ પર સૌથી વધુ સતત નોકઆઉટ મેચ જીતવાનો રેકોર્ડ છે.

આ શ્રેણી ૨૦૦૭ માં શરૂ થઈ અને ICC T20 વર્લ્ડ કપ સેમી-ફાઈનલ, 2007 ફાઈનલ, ૨૦૧૧ ODI વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ, ફાઈનલમાં ચાલુ રહી. ત્યાર બાદ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલ અને પછી ફાઇનલ. ૨૦૧૪માં ભારતે વર્લ્ડ કપની સેમીફાઈનલ જીતી હતી. શ્રીલંકા સામેની ફાઈનલમાં સતત 8 નોકઆઉટ જીતનો સિલસિલો તૂટી ગયો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતના વિદ્યાર્થીએ કરી દેખાડયું ! મેક ઈન ઈન્ડીયા રેસીંગ કારનું સર્જન કર્યું

0
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે એડીઆઈટી એન્જીનીયરીંગ કોલેજનાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ, ઈલેકટ્રીકલ, અને ઈસી ડીપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા સંપુર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નથી પ્રેરાઈને આણંદનાં ન્યુ વલ્લભવિદ્યાનગરની સીવીએમ યુનિવર્સીટી સંચાલિત એડીઆઈટી એન્જીનયીરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓની ટીમએ સંપૂર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કર્યું છે. આ કાર આગામી તા.10થી 13 દરમિયાન દિલ્હી ખાતે યોજાનારી નેશનલ રેસીંગ સ્પર્ધામાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડીયાનાં સ્વપ્નને સાકાર કરવા માટે એડીઆઈટી એન્જીનીયરીંગ કોલેજનાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ, ઈલેકટ્રીકલ, અને ઈસી ડીપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા સંપુર્ણ સ્વદેશી રેસીંગ કારનું નિર્માણ કરાયું છે. આ રેસીંગ કાર સંપૂર્ણપણે કોલેજનાં ઓટોમોબાઈલ વર્કશોપમાં અને આઈડીયા લેબમાં બનાવવામાં આવી છે. આ કલાકનાં 110 કિલોમીટરની સ્પીડમાં દોડી શકે છે. જેમાં 390 સીસીનું એન્જીન લગાવવામાં આવ્યું છે. તેમજ 6 સ્પીડ ગીયર બોક્ષ અને 340 કિલો ગ્રોસ વેઈટ ધરાવે છે.

તેમજ કારનું વજન ઓછુ રાખવા માટે કારનાં નિર્માણમાં વિશેષ લાઈટ વેઈટ મટીરીયલ્સનું ઉપયોગ કરાયો છે. તેમજ રેસીંગ કારને રેસીંગ દરમિયાન હીટીંગથી બચાવવા માટે કારની સાઈડમાં અલગથી નોર્મલ કરતા મોટું રેડીયેટર લગાવવામાં આવ્યું છે. તેમજ રેસીંગ દરમિયાન ટર્ન લેતા કાર પલ્ટીના મારે તે માટે પણ વિશેષ ડીઝાઈન કરવામાં આવી છે. આ કારના તમામ પાર્ટસ કોલેજના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર તૈયાર કરવા પાછળ અંદાજે સાત લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

No description available.

આ રેસીંગ કાર આગામી તા.10 થી 13 દરમિયાન દિલ્હી ખાતે SAE ઈન્ડીયા આયોજીત સુપ્રા 2023 નેશનલ સ્પર્ધામાં બુધ્ધા ઈન્ટરનેશનલ સરકીટ ખાતે આયોજીત રેસીંગ સ્પર્ધામાં ભાગ લેશે. દિલ્હી ખાતે આયોજીત આ સ્પર્ધામાં દેશભરમાંથી 56 જેટલી ટીમો ભાગ લેનાર છે. જેમાં આ રેસીંગ કાર બ્રેક ટેસ્ટ, ટિલટીંગ ટેસ્ટ, ટેકનીકલ ઈન્સપેકશન, લેપ રાઉન્ડ, વેઈટ ટેસ્ટ અને પ્રેઝેન્ટેશન જેવા રાઉન્ડમાંથી પસાર થયા બાદ રેસીંગમાં પ્રદર્શન કરશે. તેમજ આ રેસીંગ કાર પેટ્રોલથી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

No description available.

આ રેસીંગ કારનાં નિર્માણ માટે સીવીએમ યુનિવર્સીટી દ્વારા સાતથી આઠ લાખ રૂપિયાની સ્પોન્સર્ડશીપ આપવામાં આવી છે. સીવીએમ યુનિવર્સીટીનાં અધ્યક્ષ ભીખુભાઈ પટેલ અને પ્રીન્સીપાલ વિશાલસિંધએ પણ આ રેસીંગ કાર નિહાળી નિર્માણ કરનારા વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ઓટોમોબાઈલ ડીપાર્ટમેન્ટ હેડ ડો.સંજય પટેલનાં માર્ગદર્શન હેઠળ અનશવા ટીમ દ્વારા ચાર માસની મહેનત બાદ આ રેસીંગ કાર તૈયાર કરી છે.

આ પણ વાંચો :-

‘મર્સીડીઝ મારા બાપની છે, પણ રોડ નહીં’, લખેલું પાટિયું પકડાવીને પોલીસે ઉતારી નબીરાઓની ‘રીલ’ !

0
  • શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે. પરંતુ પોલીસે અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો.

અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે.

પરંતુ પોલીસે અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો. આરોપીઓને ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ મારો નહીં’ ના પ્લે કાર્ડ આરોપીઓના હાથમાં પકડાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મર્સિડીઝ કાર પર પર સ્ટંટ કરનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરવાની એક ઘટના સામે આવી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે પોલીસ સતર્ક બની ગઈ હતી. વાઇરલ વીડિયોને આધારે સરખેજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી.

જો કે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે. જેમાં ત્રણથી ચાર જેટલી કારમાં કારના કાચ ખોલી મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા યુવાનો નજર પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને લઈ સરખેજ પોલીસે તાબડતોડ ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. સાથે સાથે પોલીસે વીડિયોમાં સ્ટંટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને પણ જપ્ત કરી છે.

No description available.

પોલીસે સમગ્ર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપી જુનેદ મિર્ઝાની ધરપકડ કરી છે. પોલીસે જુનેદ મિર્ઝાને સાથે રાખી સિંધુભવન રોડ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ પર ચાર કારમાં સ્ટંટ કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ તપાસમાં વધુ ખુલાસા થયા હતા. જે તે સમયે આરોપીઓએ અધૂરી વિગતો આપી હોવાનું ખુલ્યું હતું.

મહત્વનું છે કે, પોલીસે નબીરાઓ હાથમાં ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ નહીં’નું પોસ્ટર પકડાવાયું હતું. તમામ સ્ટંટબાજો જુહાપુરાના અસામાજિક તત્વો છે. તમામ આરોપીઓના નામ આસીફ અલી, આઝીમ શેખ, શાહ નવાઝ શેખ, સમીર ખાન છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી કાર પણ કબજે કરી હતી. જુનૈદ મિર્ઝા નામના નબીરાની પણ પોલીસે અટકાયત કરી હતી. નબીરાઓ પાંચથી છ કાર સાથે સ્ટંટ કરતા હતા.

No description available.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિવાળી સમય સિંધુભવન રોડ પર ચાલુ કારમાં ફટાકડા ફોડતો વીડિયો વાયરલ થયો હતો જે ચર્ચાનો વિષય પણ બન્યો હતો. બાપુનગરમાં થોડા દિવસો પહેલા તલવાર સાથે એકટીવા પર જતા 2 યુવકોનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ સિવાય રખિયાલ વિસ્તારમાં જાહેર રોડ પર ફટાકડા ફોડી ટ્રાફિકને અસર પહોંચાડતો વિડીયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

શ્રાવણમાં ભૂલથી પણ ન પહેરતા આ રંગના કપડાં, મહાદેવ થઈ જશે નારાજ 

0
  • શ્રાવણ મહિનામાં ભૂલીને પણ આ ચોક્કસ રંગનાં કપડા ન પહેવા જોઈએ. જાણો ક્યા રંગ છે જેને પહેરવું અશુભ માનવામાં આવે છે ?

શ્રાવણનાં મહિનાની શરૂઆત થવાની છે ત્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા આપણે અનેક મંત્રોચ્ચાર અને પૂજાપાઠ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે શ્રાવણ મહિના દરમિયાન કેટલાક ચોક્કસ રંગનાં કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. જાણો ક્યા રંગ છે જેને પહેરવું અશુભ માનવામાં આવે છે ?

બ્લેક/કાળો રંગ :

શ્રાવણનાં મહિનામાં કાળા રંગનાં કપડા ન પહેરવા જોઈએ. આ રંગનાં કપડા પહેરીને પૂજાપાઠ કરવું અશુભ માનવામાં આવે છે. તેથી આ રંગનાં કપડા શક્ય હોય ત્યાં સુધી ન પહેરવું.

ખાખી રંગ :

શ્રાવણ મહિનામાં પૂજાપાઠ કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે પરંતુ આ દરમિયાન ખાખી રંગનાં કપડા ન પહેરવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ખાખી રંગનાં કપડા પહેરવાનું ટાળવું.

બ્રાઉન કલર :

શ્રાવણ મહિનામાં બ્રાઉન કલરનાં કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. ખાસ કરીને પૂજા સમયે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે આ રંગનાં કપડાં ન પહેરો.

આ રંગનાં કપડા પહેરી શકો છો :

શ્રાવણનાં મહિનામાં લીલા રંગને ઘણો શુભ માનવામાં આવે છે તેથી પૂજા સમયે લીલો, લાલ, પીળો વગેરે રંગનાં કપડા તમે પહેરી શકો છો. લીલા રંગને Good luck તરીકે પણ જોવામાં આવે છે. તેથી શ્રાવણ મહિનામાં ગ્રીન કપડાં અને ગ્રીન બંગળી પહેરવી જોઈએ.

આ પણ વાંચો :-

૦૭ જુલાઈ / નોકરીની રાહ જોઈ રહેલા આ રાશિના જાતકો માટે આજે આવી શકે ગુડ ન્યૂઝ, ધંધામાં વકરો પણ સારો રહે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનોબળ રહે. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ જંતુ કરડવાની શકયતા છે.

વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માન માં વધારો થાય.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારુું રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્યસારુું ધાર્મિક બાબતોમંા ખર્ચ થાય.

કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રો થી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળથર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ
સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અ‌નુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિ થી આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગો થી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય.

કન્યાઃ
સરળ, નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ, નવું રોકાણ ટાળ‍વુ. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ
આળસ આવે. કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના માં વૃદ્ધિ થાય.

વૃષિકઃ
સ્વભાવ માં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારું વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારો માં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદ ની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રેહ. નોકરી-ધંધા માં સામાન્ય.

મકરઃ
આત્મવિશ્વાસ માં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગ ની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધા માં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ
ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણા. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગાથી સાચવવું. ભાગ્ય બળવાન બને. નોકરી ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

રખડતાં ઢોરનો આતંક યથાવત /  ઢોરે શીગડે ચડાવતા મહિલા મોપેડ પરથી ધડામ દઈને રોડ પર પટકાઈ

0
  • સુરતમાં રખડતા પશુઓના ત્રાસ પર કોઈ જ અંકુશ ન આવ્યો હોય તેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે.

નવાગામ વિસ્તારમાં મોપેડ પર નીકળેલા પરિવારને આડે પશુ આવી ગયું હતું. જેથી મોપેડ સવાર મહિલાને શીગડે ચડાવીને રોડ પર પટકી હતી. જેથી મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે મોપેડમાં સવાર પતિ અને બાળકોને કોઈ ઈજા પહોંચી નહોતી.

નવાગામના સરસ્વતી નગરમાં રહેતા પ્રકાશભાઈ ગજ્જર (ઉ.વ.આ.38)ના ઓરકેસ્ટ્રાનુ કામકાજ કરે છે. તેઓ પત્ની કુસુમ અને પુત્ર આર્યન અને દીકરી કરુણા સાથે મોપેડ પર નીકળ્યા હતાં. આ દરમિયાન રાત્રિના સમયે ઘર તરફ પરત ફરતાં ત્યારે સીએનજી પંપવાળા રોડ પર ગાર્ડન પાસે ચાર રસ્તા પર દોડતા આવેલા પશુએ મોપેડમાં સવાર મહિલાને શીગડે ચડાવતા તેણી રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી.

પશુએ અડફેટે લેતા મોપેડનું સંતુલન પણ બગડ્યું હતું. ચિંગડે ચડેલા કુસુમબેનને કમર અને માથાના ભાગે આંતરિક ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા પર મોટી સંખ્યામાં પશુઓ રખડતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી.

આ પણ વાંચો :-

એડવેન્ચર કરતાં Sonakshi Sinha સાથે થયો અકસ્માત ! સમગ્ર ઘટના કેમેરામાં થઈ કેદ

  • સોનાક્ષીએ એક સ્ટંટ ટ્રાય કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે દરમિયાન તે એક અકસ્માતનો ભોગ બની હતી.

સોનાક્ષી સિંહાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. જેમાં અભિનેત્રી એડવેન્ચર માટે તૈયાર થતી જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં સોનાક્ષી પોતાની જાતને મજબૂત રીતે તૈયાર કરી રહી છે. આ પછી કેબલ (ઝિપ લાઈન) ની મદદથી તે પોતાને એક પર્વતથી બીજા પર્વત પર લઈ જવા માટે તૈયાર છે. ત્યારે સોનાક્ષી સાથે એક રમુજી ઘટના બને છે.

સ્ટંટ કરતી વખતે સોનાક્ષી સાથે શું થયું ?

વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે સોનાક્ષી વેલી ક્રોસિંગ (ઝિપ લાઈન) માટે તૈયાર છે, આ માટે તે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. આ ઉત્તેજનામાં જ્યારે તે પોતાની જાતને પાછળની તરફ ધકેલી દે છે, ત્યારે તેને તેના બમ પર જોરદાર વાગે છે. આ દરમિયાન વીડિયો મેકર પણ જોરથી હસવા લાગે છે અને સોનાક્ષી પણ શરમ અનુભવીને હસવા લાગે છે.

આ વીડિયો શેર કરતી વખતે એક્ટ્રેસે ફની કેપ્શન આપ્યું છે. સોનાક્ષીએ લખ્યું- ‘હી હી થોડી સી લગી સ્પાઈડર ગર્લ’. વીડિયોમાં આગળ જોવા મળે છે કે જ્યારે સોનાક્ષી અધવચ્ચે પહોંચે છે ત્યારે તે સ્પાઈડર મેન જેવો પોઝ આપતી જોવા મળે છે.

વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર હસી પડ્યા :

Trending news: Sonakshi Sinha met with an accident while doing an adventure!  but can't stop laughing watching the video - Hindustan News Hub

સોનાક્ષીનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો પેટ પકડીને હસતા જોવા મળ્યા હતા. જ્યારે ઝાકિર ખાને આ વીડિયો જોયો તો તે પણ પોતાના હાસ્યને કાબૂમાં ન રાખી શક્યો અને કોમેન્ટમાં કહ્યું- હાહાહાહા. સોનાક્ષીના વીડિયો પર ટિપ્પણી કરતા મનીષા કોઈરાલાએ કહ્યું- ઓહ શું મજા આવી. સંજીદા શેખે પણ પ્રતિક્રિયા આપતા લખ્યું- હાહાહાહા.

આ પણ વાંચો :-

Twitter ને ટક્કર આપવા આવી ગઈ Insta એપ Threads લોન્ચ, જાણો કેટલી છે અલગ

0
  • ઈન્સ્ટાગ્રામના કેટલાક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે ટવિટર પેઈડ થયા પછી મોટી સંખ્યામાં યૂઝર્સ પોતાને ટવિટરથી દૂર કરી દીધા છે. Instagram આ યૂઝર્સને તેના નવા પ્લેટફોર્મ થ્રેડમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ટવિટરની ટક્કરમાં મેટા ઓન્ડ ઈન્સ્ટાગ્રામે પોતાની નવી એપ થ્રેડ લોન્ચ કરી છે. આ એક નવી સોશિયલ નેટવર્કિંગ એપ છે. તેની સીધી સ્પર્ધા ટવિટર સાથે થશે. થ્રેડ એપ્લિકેશન ટવિટર જેવી જ છે. સાથે જ તેમાં ઈન્સ્ટાગ્રામના કેટલાક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે ટવિટર પેઈડ થયા પછી મોટી સંખ્યામાં યૂઝર્સ પોતાને ટવિટરથી દૂર કરી દીધા છે. Instagram આ યૂઝર્સને તેના નવા પ્લેટફોર્મ થ્રેડમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ક્યાં કરશો ડાઉનલોડ :

થ્રેડ એપ્લિકેશન iOS અને Android પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એટલે કે તેને એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય યુઝર્સ ડેસ્કટોપ પર સાઈટ પરથી થ્રેડનો ઉપયોગ કરી શકશે.

થ્રેડના મહત્વપૂર્ણ પોઈન્ટ :

– યૂઝર્સ થ્રેડ પર વધુમાં વધુ ૫૦૦ અક્ષરો પોસ્ટ કરી શકશે. આ સાથે યુઝરને ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટવિટર પર ફોટો અને વીડિયો અપલોડ કરવાનું ફીચર પણ આપવામાં આવ્યું હતું. યુઝર્સ થ્રેડ એપ પર 5 મિનિટ સુધીના વીડિયો પોસ્ટ કરી શકશે.

– યૂઝર્સ જો તમે Instagram યૂઝર્સ છો. તો તમારે થ્રેડો માટે અલગ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તમારે ફક્ત થ્રેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે. આ પછી એપ આપોઆપ લોગીન થઈ જશે. આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી.

 

તંત્રની બેદરકારી સામાન્ય માણસોને ભારે પડી રહી છે / ઊંડા ખાડામાં ચાલક સાથે આખેઆખી રિક્ષા પડી, લોકોમાં કુતુહલ

0
  • બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતું. શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

 વડોદરાના નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાતા ખાબોચિયા ભરાઇ ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરમાં કોર્પોરેશન દ્વારા એક દસેક ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવ્યો હતો. પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા તંત્રએ આ ખાડો ખોદ્યો હતો. જેમાં બુધવારે રાતે એક રિક્ષાચાલકને આ ખાડો ન દેખાતા રિક્ષા લઈને તે ખાડામાં અંદર પડ્યો હતો. રિક્ષા ચાલકને ઈજા પહોંચવાની પણ પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.

 ખાડાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા પડી રહી છે.

નોંધનીય છે કે શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વડોદરાના નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે દર્દીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાતા ખાબોચિયા ભરાઈ ગયા હતા. ખાડાને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા પડી રહી છે. તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે દર્દીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

 

પેશાબ કાંડના પીડિતની મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ માંગી માફી, શિવરાજે પગ ધોઈને આપ્યું સન્માન

0
  • મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં સીએમ હાઉસમાં દશમત રાવત સાથે મુલાકાત કરી હતી અને તેમના પગ ધોયા હતા.

એક વાયરલ વીડિયોમાં આરોપી પ્રવેશ શુકલા રાવત પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, “મને તે વીડિયો જોઈને દુ:ખ થયુ, હું તમારી માફી માંગું છું, લોકો મારા માટે ભગવાન જેવા છે.” શિવરાજ સિંહ ચૌહાણે પીડિતના પગ ધોઈને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ.

મુખ્યમંત્રી પીડિતને મળ્યા :

શિવરાજ સિંહ ચૌહાણે પીડિત સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ પૂછ્યુ કે બાળકો ભણી રહ્યાં છે, શિષ્યવૃતિ મળે છે, કોઇ મુશ્કેલી હોય તો મને જણાવજો, દીકરી લાડલી લક્ષ્મી છે. પત્નીને લાડલી બહેનાનો લાભ મળી રહ્યો છે. આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે.

સીએમે કહ્યુ કે દીકરીને ભણાવવી છે. દીકરીને આગળ વધારવી છે. દશમતે મુખ્યમંત્રીને જણાવ્યું કે તે છૂટક મજૂરી કરે છે. મુખ્યમંત્રીએ પીડિતને કહ્યું કે, મને ઘણુ દુ:ખ થયુ, હું તમારી માફી માંગુ છું, મારી માટે જનતા ભગવાન સમાન છે. શિવરાજ સિંહે દશમતને સુદામા કહેતા કહ્યુ કે તમે હવે મારા મિત્ર છો.

મહત્વપૂર્ણ છે કે મધ્ય પ્રદેશના સીધીમાં ભાજપ નેતા પ્રવેશ શુકલાનો દશમત રાવત ઉપર પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો. તે બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ આ ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને તેના ઉપર એનએસએની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીના ઘરને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-