Home Blog Page 1036

૦૯ જુલાઈ / અકારણ ચિંતા અને ખર્ચા પર કાબૂ મેળવજો, આ રાશિના જાતકો આજે રવિવાર બિલકુલ ન ભરતા આ પગલું, જાણી લો રાશિ ભવિષ્ય

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારૂં છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવાહોરમાં સાવચેતી રાખવી, દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્યો, ભાગ્યના આધેર સફળ થતા જણયા. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંધર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભુતિ થાય પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણો માંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા નોકરીમાં બઢતી બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ, કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનુ નિરાકરણ આવે. નવું વાંચવા, જણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંધર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે વા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે આનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર  થતા દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય નાના ભાઈ બહેનની જવાબાદરી વધે. આવક થતા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા વાગવા અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સામાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના-ભાઈ બેહને વાઈરલ ઈન્ફેકશનથી સાચવવું. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઈ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરૂ શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

મોડી રાત્રે વરસાદમાં લેધર કોટ પહેરેલી જોવા મળી Malaika Arora, કપલનો લેટેસ્ટ લુક થયો વાયરલ

  • મલાઈકા અરોરા અને અર્જુન કપૂર જેઓ બોલિવૂડના સૌથી ફેમસ કપલ્સમાં સામેલ છે, તેઓ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

મલાઈકા અને અર્જુન ગઈકાલે મોડી રાત્રે મુંબઈના વરસાદમાં ડિનર ડેટ માટે બહાર ગયા હતા. આ દરમિયાન મલાઈકાએ બ્લેક લેધરનો કોટ પહેર્યો હતો જ્યારે અર્જુન કપૂરે ટી-શર્ટ ટ્રાઉઝર સાથે કાળા ચશ્મા પહેર્યા હતા. આ બી-ટાઉન કપલની ફેશન જોઈને લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી રહ્યા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મોડી રાત્રે ડિનર ડેટ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મલાઈકા અરોરાએ બ્લુ ડેનિમ્સ, વ્હાઈટ શર્ટ સાથે બ્લેક લેધર કોટ પહેર્યો હતો.

અર્જુન કપૂરે ડિનર ડેટ માટે બ્લુ લૂઝ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યા હતા. અર્જુન કપૂરે માથા પર કાળા રંગની કેપ અને સનગ્લાસ પહેર્યા હતા.

મોડી રાત્રે મુંબઈના વરસાદમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો આવો લુક જોઈને લોકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અર્જુનને ટ્રોલ કરનારા ટ્રોલર્સ લખી રહ્યા છે કે મોડી રાત્રે અર્જુને સનગ્લાસ કેમ પહેર્યા છે.

તે જ સમયે, લોકોએ મલાઈકા અરોરાની ડિઝાસ્ટર ફેશન સેન્સ પર પણ ગજબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ગઈકાલ રાતની મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની ડિનર ડેટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ટીવી પર્સનાલિટી હોવા સાથે મલાઈકા ઘણીવાર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને મોડેલિંગ પ્રોજેક્ટ્સ માટે ચર્ચામાં રહે છે. અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો એક્ટર છેલ્લે એક થા વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતા ટૂંક સમયમાં ‘મેરે હસબન્ડ કી બીવી’, ‘લેડી કિલર’ જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો :-

ગામમાં પાણી કે પાણીમાં ગામ ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

0
  • બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદી માહોલ છવાયો છે. તેમજ જિલ્લાના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ધોધમાર વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે.

બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે આ બંને તરફના પાણી ભાલ પંથકમાં થઈને દરિયામાં ભળી જતાં હોય છે, પરંતુ ભાલ પંથકની મોટાભાગની જમીનો મીઠા ઉદ્યોગ માટે ફાળવી દેવાના કારણે અગરો બનાવવા માટે બનાવાયેલા પાળા દરિયામાં વહી જતાં પાણીને રોકી રહ્યા છે.

ભાલ પંથકમાંથી કુલ સાત નદીઓ પસાર થઈ રહી છે જેના કારણે લાખો કયુસેક પાણી નો ધસમસતો પ્રવાહ ભાલ પંથકમાંથી પસાર થાય છે. ત્યારે અગરો માટે બનાવાયેલ પાળા અને ખાડીમાં થઈ ગયેલું પુરાણ પાણીને અવરોધી રહ્યા છે. જેના કારણે ભાલ વિસ્તારના ૨૦ થી વધુ ગામોમાં પાણી એકઠું થઈ જતાં ખેતરો જળબંબાકાર બની જાય છે.

અહિ કપાસ, ચણા, જુવાર, બાજરી, અને ભાલ પ્રદેશના ખૂબ પ્રખ્યાત ઘઉંની ખેતી થાય છે. પરંતુ ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક નષ્ટ થઈ જાય છે. ભાલ પંથકના ખેડૂતો દ્વારા અહી મીઠાના અગરો માટે જમીન નહિ ફાળવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી નહિ કરવામાં આવતા દરવર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને પારાવાર હાડમારી ભોગવવાનો વારો આવે છે.

આ પણ વાંચો :-

જાણી લો ફોન Restart કરવાનું સીક્રેટ, હેંગ થવા વગર લાંબા સમય સુધી ટકાટક ચાલશે સ્માર્ટફોન

0
  • આજના સમયમાં સ્માર્ટફોન દરેક લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. પરંતુ ક્યારેક સ્માર્ટફોનમાં હેંગ થવા સહિત અનેક સમસ્યાઓ આવતી રહે છે. આ સ્થિતિમાં ફોન સારી રીતે ચાલે તે માટે તેને રીસ્ટાર્ટ કરવો જોઈએ.

 આજના સમયમાં લગભગ દરેક લોકોના હાથમાં ફોન જોવા મળે છે. સ્માર્ટફોનથી ઘરે બેઠા અનેક કામ થઈ જાય છે. તેથી ફોન સારી રીતે ચાલે તે જરૂરી છે. જૂના ફોનમાં સમસ્યા આવવી સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર થોડા જૂના ફોનમાં પણ સમસ્યા આવી જાય છે. તેવામાં ફોનને લાંબો સમય સારી કંડીશનમાં રાખવા માટે એક મેજિક છે. તે છે ફોનને Restart કરવો. આવો તે વિશે જાણીએ.

આજકાલ ફોનનો ઉપયોગ ફોટો ક્લિક કરવા, ઓફિસમાં મેલ ચેક કરવા, પેમેન્ટ કરવા, સોશિયલ મીડિયા હેન્ડલ કરવા, ભોજન ઓર્ડર કરવા, અનેક પ્રકારના બિલ પેમેન્ટ કરવા માટે કરવામાં આવે છે. એટલે ફોન સારી રીતે ચાલે તે ખુબ જરૂરી છે.

તમે જાણીને ચોંકી જશો કે માત્ર ફોનને Restart કરતા રહેવાથી ફોન લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકે છે. તેમાં હેંગ થવા અને અટકવા જેવી સમસ્યા ઓછી આવે છે. જ્યાં સુધી કોઈ મેજર હાર્ડવેર કે સોફ્ટવેર સમસ્યા ન આવે.

જો તમે પણ લેપટોપ કે કમ્ય્યૂટર કે કોઈ એવી ડિવાઈસ ચલાવો છો. તો તમે ખુદે ઘણીવાર તે ડિવાઈસને રીસ્ટાર્ટ કરી ઠીક કરી હશે. ક્યારેક પ્રોફેશનલ્સે પણ તમને ડિવાઈસ રીસ્ટાર્ટ કરવાની સલાહ આપી હશે.

જ્યાં સુધી ફોનની વાત છે તો તેને રીસ્ટાર્ટ કરવા પર તે ડિવાઈસની મેમરીને ક્લિયર કરે છે. કોઈ માલફંક્શન કરનાર એપને બંધ કરે છે અને તેને ઠીક કંડીશનમાં ઓપન કરે છે. સાથે મેમરી મેનેજમેન્ટ, નેટવર્ક અને બેટરી ઓપ્ટિમાઇઝેશન પણ તેનાથી સારૂ થાય છે.

તેવામાં રીસ્ટાર્ટ કરવું ફોનને ખુબ ફાયદો પહોંચાડે છે. પરંતુ આ સપ્તાહમાં કેટલીવાર કરવું જોઈએ. તેને લઈને પણ આંકડો છે. એક્સપર્ટ માને છે કે ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ.

તો મોબાઇલ કમ્યુનિકેશન કંપની ટી-મોબાઈસલ પ્રમાણે આઈફોન અને એન્ડ્રોઈડ ફોનને સપ્તાહમાં ઓછામાં ઓછો એકવાર રીસ્ટાર્ટ કરવો જોઈએ. તો એન્ડ્રોઈડ ફોન બનાવનારી કંપની સેમસંગ કહે છે કે તેના Galaxy ફોન દરરોજ રીસ્ટાર્ટ કરવા જોઈએ. સેમસંગ ગેલેક્સી ફોનમાં Auto Restart સેટ કરવાનો પણ વિકલ્પ મળે છે.

આ પણ વાંચો :-

 

જામનગરમાં આભ ફાટ્યું : માત્ર ૦૪ કલાક અને ૦૪ ઈંચ ખાબક્યો, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ તસ્વીરો

0
  • Jamnagar Heavy Rain : જામનગર શહેરમાં ૦૨ કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ. ભક્તિનગર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણીના કારણે લોકોની મુશ્કેલીમાં થયો વધારો.

જામનગર શહેરમાં આજે સવારે ૦૪ ઈંચ વરસાદ ખાબક્યો. આજે સવારે ૬ થી ૧૦ દરમિયાન જામનગર શહેરમાં ૪ ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. શહેરમાં છેલ્લા ૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી જામનગર શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે. જોડિયા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.

અંબાલાલ પટેલે એવુ કેમ કહ્યું કે જુલાઈ મહિનો ભારે રહેશે, વરસાદના એક નહિ ચાર રાઉન્ડ આવશે

0
  • Red Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આજે, કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં ચોમાસાની બીજી ઈનિંગ બરાબરની જામી ગઈ છે. લગભગ પોણા ભાગનું ગુજરાત ભીંજાય જાય તેવી આગાહી આવી છે. વરસાદ બરાબરની ધબધબાટી બોલાવશે. હવામાન ખાતાએ તો કહી દીધું છે કે ગુજરાતમાં ૧૦ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરીને કહ્યું કે જુલાઈમાં ચોમાસાની જમાવટ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે કેમ જુલાઈ મહિનો ભારે રહેશે.

રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે :

અંબાલાલ પટેલે જણાવ્યું કે પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. ૧૧ જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ ૧૫ જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ ૨૦ જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.

આ પણ વાંચો :-

 

 

 નવી બંધાઈ રહેલી ઈમારતની માટીની ભેખડ ઘસતાં ૦૪ શ્રમજીવીઓ માટીમાં દબાયા

0
  • વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી ઈમારતની માટીની ભેખડ ધરાશાયી થતાં કેટલાક શ્રમજીવીઓ દબાયા છે.

જેમનું રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે. રેસકોર્સ થી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર સવારે ૧૧ વાગ્યાના અરસામાં પાયાનું ખોદકામ ચાલતું હતું તે દરમિયાન માટીની ભેખડ તૂટી પડતા ૦૪ જેટલા શ્રમજીવીઓ દબાયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જેમાંથી ૦૪ જેટલા મજૂરોને બહાર કાઢી લેવાયા છે.

બનાવને પગલે પોલીસ તેમજ વડોદરા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને વરસતા વરસાદ વચ્ચે સાવચેતીપૂર્વક માટી દૂર કરવાની અને દબાયેલા શ્રમજીવીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે હજી એક મજૂર દબાયેલો હોવાની વિગતો મળતા તેને શોધવાની કામગીરી ચાલી રહી છે. ઉપરોક્ત બનાવને પગલે લોકોના ટોળા જમ્યા હતા અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. જેથી પોલીસની ટીમ મદદે આવી હતી.

આ પણ વાંચો :-

દાંડીયા રાસના ક્લાસમાં હિન્દુની ઓળખ આપી કોચિંગ માટે વિધર્મી યુવકને રખાતા બજરંગ દળનો હોબાળો

0
  • નવરાત્રિને હજુ ઘણો સમય બાકી છે. ત્યારે અત્યારથી યુવા હૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખતા હોય છે.

સુરતના અડાજણ વિસ્તારમાં પનઘટ ગરબા ક્લાસીસમાં વિધર્મી યુવક કોચિંગ આપતો હોવાનું ગીતાંજલિબેન ઈટાલિયાના ધ્યાનમાં આવતાં તેમણે બજરંગ દળના કાર્યકરો સાથે હોબાળો મચાવ્યો હતો. જેથી ક્લાસીસના સંચાલકે આ પ્રકારના વિધર્મીને નોકરી પર ન રાખવાની બાયંધરી આપી હતી.

હિન્દુત્વ માટે લડતાં ગીતાંજલિબેન ઈટાલિયાને માહિતી મળી હતી કે સ્નેહ સંકુલની વાડી આનંદ મહલ રોડ અડાજણ ખાતે પનઘટ ગરબા ક્લાસિકના નામે ગરબા ક્લાસીસ ચલાવતાં અનિલ જરીવાળા નામના ઈસમે પોતાના ગરબા ક્લાસમાં એક વિધર્મીને પોતાની ઓળખ હિન્દુ તરીકે આપીને દાંડિયા રાસ શીખવાડવા રાખ્યો છે. આ વાતની જાણ થતાં ગીતાંજલિબેને બજરંગ દળના ૫૦ જેટલા કાર્યકરો સાથે ક્લાસીસમાં પહોંચી જઈને વિરોધ કર્યો હતો.

બજરંગ દળના વિરોધના કારણે ગરબા ક્લાસીસના આયોજકો દ્વારા માફી માગવામાં આવી હતી. સાથે જ વિધર્મીને તાત્કાલિક દૂર કરવાની બાયંધરી આપી હતી. સાથે ફરીથી કોઈ વિધર્મીને પોતાને ત્યાં ન રાખવા અંગેની પણ ખાતરી આપી હતી. બીજી તરફ બજરંગ દળ દ્વારા યુવતીઓને પણ વિધર્મીઓ દ્વારા થતાં લવ જેહાદ સહિતની બાબતોથી વાકેફ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

એક ઉંદરને કારણે ગુજરાતમાં મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

0
  • વડોદરા પાસે એક ઉંદરને કારણે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન ૧૪ મિનિટ અટકાવી હતી. ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ રણકતાં સ્ટાફ દોડતો થયો હતો.

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા કોરોમંડલ ટ્રેન અકસ્માતની યાદ હજી તાજી જ છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતમાં આવો જ એક મોટો અકસ્માત થયો રહી ગયો. વડોદરા પાસે એક ઉંદરને કારણે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનને ૧૪ મિનિટ અટકાવી હતી. વરણામા ઈટોલા વચ્ચે ચાલુ ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યું હતું.

ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. તંત્ર દ્વારા તપાસ કરતા માલૂમ પડયું કે એક ઉંદરના કારણે શોર્ટ સર્કિટ થયુ હતું. આખરે ટ્રેનમાં સ્પ્રિંકલર ચાલુ થાય એ પેહલા જ ધુમાડાને અટકાવી દેવાયો હતો. આખરે ૧૪ મિનિટ બાદ ટ્રેન ને રવાના કરાતા હાશકારો. ખાસ વાત એ છે કે આ ટ્રેન માતા વૈષ્ણોદેવીના ધામમાં જતી હતી.

વૈષ્ણોદેવીથી બાંદ્રા જતી ટ્રેનમાં આ વિચિત્ર ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારના રોજ આ ઘટના બની હતી. જેમાં સવારે ૧૦.૫૫ વાગ્યાની આસપાસ વૈષ્ણોદેવીથી બાંદ્રા જઈ રહેલી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ફાયર એલાર્મ વાગ્યુ હતું. એલાર્મ વાગતા જ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો સાથે જ ટ્રેનના સ્ટાફમાં દોડાદોડી થઈ હતી. આ સાથે જ આખી ટ્રેનમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ગણગણાટ શરૂ થયો હતો. જેથી ટ્રેન તાત્કાલિક અસરથી વરણામા-ઈંટોલા વચ્ચેના રુટમાં થોભાવી દેવામાં આવી હતી.

આ બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે ઈલેક્ટ્રિક એટેન્ડન્ટે બાથરૂમ પાસે આવેલી સર્કિટ પાસે ધુમાડો થયા એલાર્મ વાગ્યું હતું. જેમાં જોયુ તો એક ઉંદર સર્કિટ પાસે ચોંટી ગયો હતો. ઉંદરનું મોત થવાથી ધુમાડાને કારણે એલાર્મ વાગ્યો હતો. આમ ઉંદરને હટાવી લેવાતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

તો બીજી તરફ,મુસાફરોને પણ આ વિશે જાણ કરતા મુસાફરો પણ નિશ્ચિંત બન્યા હતા. એક ઉંદરને કારણે લગભગ ૧૪ મિનિટ સુધી ટ્રેન વરણામા-ઈટોલા વચ્ચે અટકી હતી તેના બાદ રાબેતા મુજબ શરૂ કરાવી હતી. ધુમાડો નીકળતાની સાથે જ એલાર્મ વાગતું હોય છે અને ત્યારબાદ ૦૪ સેકન્ડ પછી સ્પ્રિન્ક્લરમાંથી પાણી નીકળતું હોય છે. જોકે ગણતરીની મિનિટમાં તમામ કામગીરી કરી દેવામાં આવી હતી.

ઘટના અંગે વડોદરા રેલવે ડિવિઝનના સિનિયર પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ટ્રેનમાં આધુનિક સુવિધાઓ હોય છે અને આગ લાગવા જેવી ઘટના બને તો સ્પ્રિન્કલર પણ તુરત ચાલુ થઈ જતાં હોય છે.

આ પણ વાંચો :-

રાજ્યસભાની ચૂંટણીમાં ઉતરતા પહેલા કોંગ્રેસે હથિયાર મૂકી દીધા…

0
  • ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાનારી ચૂંટણી એક તરફી બની રહી છે. કોંગ્રેસ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે. આખરે કેમ કોંગ્રેસે આ નિર્ણય લેવો પડયો.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મેદાન છોડયું છે. કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી દીધી છે. જેથી રાજ્યસભાની ત્રણેય બેઠકો ભાજપને બિનહરીફ મળશે. અપૂરતા સંખ્યાબળને જોતાં કોંગ્રેસે પીછેહઠ કરી છે. એક ઉમેદવારને જીતાડવા ૪૭ મતની જરૂર છે. જ્યારે કે કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત ૧૭ બેઠકો છે. આવામાં કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી લડે.

ગુજરાત, પશ્વિમ બંગાળ અને ગોવાની ૧૦ રાજ્યસભા બેઠકો માટે ૨૪ જુલાઈએ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ મુકાબલો હવે ફક્ત એક ઔપચારિકતા બની રહ્યો છે. સંખ્યાબળને જોતાં પહેલાથી જ કોંગ્રેસ ચિત્રમાં નહતી. હવે કોંગ્રેસે સામેથી જાહેરાત કરી છે કે તે વિધાનસભાની ચૂંટણીમાં નહીં ઝંપલાવે.

ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની ઔપચારિકતા તો થશે, પણ ચૂંટણીની પ્રક્રિયા નહીં યોજાય, એટલે કે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. તેની પાછળનું કારણ છે ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ, ભાજપ પાસે સૌથી વધુ ૧૫૬, કોંગ્રેસ પાસે ૧૭ અને આમ આદમી પાર્ટી પાસે ૫ ધારાસભ્યો છે.

આ જ સંખ્યાબળ રાજ્યસભામાં ઉમેદવારની હાર-જીતનો ફેંસલો કરતું હોય છે, કેમ કે રાજ્યસભાની ચૂંટણી પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે થાય છે. વિધાનસભાના સંખ્યાબળના આધારે રાજ્યસભામાં એક ઉમેદવારને જીતવા માટે ૪૭ મતોની જરૂર પડે. જ્યારે ત્રણ ઉમેદવારને જીતાડવા માટે ૧૪૧ મત જરૂરી છે. આ સંખ્યાબળ ફક્ત ભાજપ પાસે જ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે વોટિંગ કરે તો પણ એક ઉમેદવારને જીતાડી શકે તેમ નથી.

ચૂંટણીનું જાહેરનામું ૬ જુલાઈએ બહાર પડયું છે. નોમિનેશનની છેલ્લી તારીખ ૧૩ જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ છે. ૨૪ જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.

આ પણ વાંચો :-