ગામમાં પાણી કે પાણીમાં ગામ ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

Share this story
  • બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદી માહોલ છવાયો છે. તેમજ જિલ્લાના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ધોધમાર વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે.

બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે આ બંને તરફના પાણી ભાલ પંથકમાં થઈને દરિયામાં ભળી જતાં હોય છે, પરંતુ ભાલ પંથકની મોટાભાગની જમીનો મીઠા ઉદ્યોગ માટે ફાળવી દેવાના કારણે અગરો બનાવવા માટે બનાવાયેલા પાળા દરિયામાં વહી જતાં પાણીને રોકી રહ્યા છે.

ભાલ પંથકમાંથી કુલ સાત નદીઓ પસાર થઈ રહી છે જેના કારણે લાખો કયુસેક પાણી નો ધસમસતો પ્રવાહ ભાલ પંથકમાંથી પસાર થાય છે. ત્યારે અગરો માટે બનાવાયેલ પાળા અને ખાડીમાં થઈ ગયેલું પુરાણ પાણીને અવરોધી રહ્યા છે. જેના કારણે ભાલ વિસ્તારના ૨૦ થી વધુ ગામોમાં પાણી એકઠું થઈ જતાં ખેતરો જળબંબાકાર બની જાય છે.

અહિ કપાસ, ચણા, જુવાર, બાજરી, અને ભાલ પ્રદેશના ખૂબ પ્રખ્યાત ઘઉંની ખેતી થાય છે. પરંતુ ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક નષ્ટ થઈ જાય છે. ભાલ પંથકના ખેડૂતો દ્વારા અહી મીઠાના અગરો માટે જમીન નહિ ફાળવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી નહિ કરવામાં આવતા દરવર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકોને પારાવાર હાડમારી ભોગવવાનો વારો આવે છે.

આ પણ વાંચો :-