- Jamnagar Heavy Rain : જામનગર શહેરમાં ૦૨ કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ. ભક્તિનગર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણીના કારણે લોકોની મુશ્કેલીમાં થયો વધારો.
જામનગર શહેરમાં આજે સવારે ૦૪ ઈંચ વરસાદ ખાબક્યો. આજે સવારે ૬ થી ૧૦ દરમિયાન જામનગર શહેરમાં ૪ ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. શહેરમાં છેલ્લા ૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી જામનગર શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે. જોડિયા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.