- નવરાત્રિને હજુ ઘણો સમય બાકી છે. ત્યારે અત્યારથી યુવા હૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખતા હોય છે.
સુરતના અડાજણ વિસ્તારમાં પનઘટ ગરબા ક્લાસીસમાં વિધર્મી યુવક કોચિંગ આપતો હોવાનું ગીતાંજલિબેન ઈટાલિયાના ધ્યાનમાં આવતાં તેમણે બજરંગ દળના કાર્યકરો સાથે હોબાળો મચાવ્યો હતો. જેથી ક્લાસીસના સંચાલકે આ પ્રકારના વિધર્મીને નોકરી પર ન રાખવાની બાયંધરી આપી હતી.
હિન્દુત્વ માટે લડતાં ગીતાંજલિબેન ઈટાલિયાને માહિતી મળી હતી કે સ્નેહ સંકુલની વાડી આનંદ મહલ રોડ અડાજણ ખાતે પનઘટ ગરબા ક્લાસિકના નામે ગરબા ક્લાસીસ ચલાવતાં અનિલ જરીવાળા નામના ઈસમે પોતાના ગરબા ક્લાસમાં એક વિધર્મીને પોતાની ઓળખ હિન્દુ તરીકે આપીને દાંડિયા રાસ શીખવાડવા રાખ્યો છે. આ વાતની જાણ થતાં ગીતાંજલિબેને બજરંગ દળના ૫૦ જેટલા કાર્યકરો સાથે ક્લાસીસમાં પહોંચી જઈને વિરોધ કર્યો હતો.
બજરંગ દળના વિરોધના કારણે ગરબા ક્લાસીસના આયોજકો દ્વારા માફી માગવામાં આવી હતી. સાથે જ વિધર્મીને તાત્કાલિક દૂર કરવાની બાયંધરી આપી હતી. સાથે ફરીથી કોઈ વિધર્મીને પોતાને ત્યાં ન રાખવા અંગેની પણ ખાતરી આપી હતી. બીજી તરફ બજરંગ દળ દ્વારા યુવતીઓને પણ વિધર્મીઓ દ્વારા થતાં લવ જેહાદ સહિતની બાબતોથી વાકેફ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-