- Surendranagar News : અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોઈ ૧૦૮ ફસાઈ ગઈ, સમયસર ૧૦૮ ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત.
ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં તંત્રના પાપે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે એક મહિલા બેભાન થતા ૧૦૮ બોલાવાઈ હતી. જોકે ૧૦૮ સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય ત્યાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં ૧૦૮ સમયસર ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત થયું છે.
સુરેન્દ્રનગરમાં વરસાદ વચ્ચે તંત્રના પાપે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. ચર્ચા મુજબ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા વગર જ બ્રિજ બનાવી દેવાયો હોઈ અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે. આ તરફ અંડરબ્રિજમાં પાણીના કારણે ૧૦૮ સમયસર ન પહોચી શકતા મહિલા દર્દીએ જીવ ગુમાવ્યો છે.
બે દિવસ પહેલાં અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાયા બાદ પણ તંત્ર ન જાગતા ગઈ કાલે ૧૦૮ ફસાઈ હતી. જેમાં લીલાપુરના મહિલા દર્દી બેભાન થતા ૧૦૮ ઈમરજન્સીને કોલ કર્યો હતો. જોકે ૧૦૮ એમ્બ્યુલ્સ અંડર બ્રિજ પાસે અટવાઈ ગઈ અને બ્રિજમાં પાણી ભરેલા હોવાની ૧૦૮ પહોચી શકી નહી. જે બાદમાં મહિલાનું મોત થયું છે.
આ પણ વાંચો :-